• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Weather Forecast: 55 Days From July To September, In Which There Will Be More Rain; Fear Of Damage Due To Floods And Landslides In North

વાતાવરણની ભવિષ્યવાણી:જુલાઈથી સપ્ટેમ્બર સુધી 55 દિવસમાં સૌથી વધારે વરસાદ થશે, ઉત્તર-પૂર્વ રાજ્યોમાં પૂર અને લેન્ડ સ્લાઇડને કારણે નુકસાન

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

22 જૂને સૂર્યને આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરી લીધો છે. સૂર્યના આ નક્ષત્ર પરિવર્તન પછી જ વરસાદ શરૂ થવા લાગે છે. 6 જુલાઈ સુધી સૂર્ય આ નક્ષત્રમાં રહેશે. આ વખતે આર્દ્રા નક્ષત્રનું વાહન મેષ હોવાથી દેશમાં મધ્યમ અને અંડવૃષ્ટિના યોગ છે. એટલે અનેક જગ્યાએ વધારે વરસાદ થશે તો થોડી જગ્યાએ ઓછો વરસાદ થશે. ત્યાં જ, આ વખતે 'તમ' નામનો મેઘ વરસાદ કરશે. આ કારણે વરસાદથી અનેક જગ્યાએ વધારે નુકસાન થવાની પણ શક્યતા રહેશે.

તિથિ સારા વરસાદનો સંકેત આપી રહી છે
વરસાદ ઓછો કે વધારે થશે તેનું અનુમાન હિંદી નવવર્ષની શરૂઆતના ચાર મહિનાથી જાણી શકાય છે. જ્યોતિષાચાર્ય અંજના ગુપ્તા જણાવે છે કે આ વખતે ચૈત્ર મહિનાના સુદ પક્ષની એક તિથિએ અશ્વિની નક્ષત્ર હોવાથી અટકી-અટકીને વરસાદ થવાના યોગ બનશે. એટલે કે ખંડવૃષ્ટિની સંભાવના બની રહી છે.
વૈશાખ, જેઠ અને અષાઢ મહિનાના સુદ પક્ષની એકમ તિથિએ કૃત્તિકા, મૃગશિરા અને પુનર્વસુ નક્ષત્ર જણાવે છે કે આ વર્ષે પાક અને ઘાસ વધારે થશે. હવાઓ સાથે વાતાવરણ પણ સારું રહેશે. આ બધા જ સારા વરસાદના સંકેત છે.

જુલાઈથી સપ્ટેમ્બર સુધી 55 દિવસ ભારે વરસાદ
જ્યોતિષાચાર્ય ગુપ્તના જણાવ્યા પ્રમાણે નાડી ચક્ર પ્રમાણે 22થી 28 જૂન સુધી અગ્નિ નાડી હોવાના કારણે હવા સાથે વરસાદ થશે. ત્યાં જ, જુલાઈમાં 22 દિવસ ભારે વરસાદ થવાના યોગ રહેશે. તે પછી ઓગસ્ટમાં 17 અને સપ્ટેમ્બરમાં 16 દિવસ વધારે પાણી વરસશે. તેમાં જુલાઈના છેલ્લાં દિવસોમાં પૂર અને ઓગસ્ટના છેલ્લાં સપ્તાહમાં અનેક જગ્યાએ લેન્ડ સ્લાઇડથી જનહાનિ થવાની શક્યતા રહેશે. આ પ્રકારે જુલાઈથી સપ્ટેમ્બર સુધી 55 દિવસ એવા રહેશે, જેમાં વધારે વરસાદ થશે.

જુલાઈમાં 22 દિવસ ભારે વરસાદ થવાના યોગ રહેશે. તે પછી ઓગસ્ટમાં 17 અને સપ્ટેમ્બરમાં 16 દિવસ વધારે પાણી વરસશે.
જુલાઈમાં 22 દિવસ ભારે વરસાદ થવાના યોગ રહેશે. તે પછી ઓગસ્ટમાં 17 અને સપ્ટેમ્બરમાં 16 દિવસ વધારે પાણી વરસશે.

જુલાઈના છેલ્લાં સપ્તાહમાં પૂરની શક્યતા
જ્યોતિષાચાર્યોના જણાવ્યા પ્રમાણે 28 જૂનથી 8 જુલાઈ સુધી જલ નાડી હોવાથી આ દિવસોમાં ભારે વરસાદ થવાના યોગ બની રહ્યા છે. પછી 8 થી 12 જુલાઈ સુધી મધ્યમ વર્ષા થશે. પરંતુ 13 થી 20 જુલાઈ સુધી સારો વરસાદ થવાની શક્યતા છે. ત્યાં જ, 21 થી 25 જુલાઈ સુધી ઓછો વરસાદ થશે. મહિનાના છેલ્લાં દિવસોમાં 26 થી 31 જુલાઈ ખૂબ જ વધારે વરસાદ થવાથી અનેક જગ્યાએ પૂરની સ્થિતિ બની શકે છે.

ઓગસ્ટમાં 17 અને સપ્ટેમ્બરમાં 16 દિવસ સુધી ભારે વરસાદ
10 ઓગસ્ટ સુધી હળવો વરસાદ થશે. તે પછી 15 તારીખ સુધી ભારે વરસાદ થશે. પછી 20 ઓગસ્ટ સુધી ઓછો વરસાદ થશે. ત્યાં જ, આવનાર 10 દિવસ સુધી એટલે 20 થી 30 ઓગસ્ટ ખૂબ જ ભારે વરસાદથી અનેક જગ્યાએ લેન્ડ સ્લાઇડ થઈ શકે છે. તે પછી 5 સપ્ટેમ્બર સુધી વરસાદમાં ઘટાડો આવશે અને ભારે હવાઓ ચાલશે. 13 તારીખ સુધી અટકી-અટકીને વરસાદ થવાના યોગ છે. પછી 28 સપ્ટેમ્બર સુધી એકવાર ફરી ભયંકર વરસાદનો સમય રહેશે.

દરિયામાં તોફાન અને પૂરની શક્યતા
સૂર્યના નક્ષત્ર પરિવર્તન સમયે કુંડળી ઉપર વિચાર કરવામાં આવે તો આ વખતે ગુરુ અને શુક્રના કારણે દેશના ઈશાન (ઉત્તર-પૂર્વ) અને અગ્નિ કોણ (દક્ષિણ-પૂર્વ)ના ભાગમાં વધારે વરસાદ થશે. તેનાથી ધરતીના અમુક વિસ્તાર ડૂબવાની શક્યતા રહેશે.
આ કુંડળીના અન્ય ગ્રહ ખંડ વૃષ્ટિનો પણ સંકેત આપી રહ્યા છે. જેના પ્રમાણે વાવાઝોડું, તોફાન વધારે આવશે. દરિયાઈ તોફાન પણ રહેશે. જેનાથી સમુદ્ર કિનારે વસેલાં શહેરોમાં વધારે નુકસાન થઈ શકે છે. તે પછી તાવ, આંખ, કાન, માથું અને મૂત્ર રોગ વધી શકે છે.