બેમુખી અને ત્રિમુખી રુદ્રાક્ષ:બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ચંદ્ર દેવ પ્રસન્ન થાય છે તો ત્રિમુખી રુદ્રાક્ષ સાક્ષાત્ અગ્નિનું સ્વરૂપ છે

2 મહિનો પહેલા

આ લેખમાં આપણે વાત કરીશું બેમુખી અને ત્રણમુખી રુદ્રાક્ષની. તૌ સૌથી પહેલાં જાણીએ બેમુખી રુદ્રાક્ષ વિશે. જે રુદ્રાક્ષ પર બે ધારી બનેલી હોય તેને બેમુખી રુદ્રાક્ષ કહેવામાં આવે છે. બેમુખી રુદ્રાક્ષ ધારણ કરનારની બધી વ્યાધિઓ દૂર થાય છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી મહાદેવની તો કૃપા મળે છે, સાથે સાથે દેવતાઓની સહાયતા પણ ભરપૂર મળે છે. હંમેશા પ્રસન્નતાનો ભાવ મનમાં રહે છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી મન મજબૂત બને છે અને સફળતા સરળતાથી મળે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, બેમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ચંદ્રદેવની વિશેષ કૃપા મળે છે. આ સાથે કુંડળીમાં જો ચંદ્રની સ્થિતિ સારી ન હોય તો આ દ્રિમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સારા ફળ તેમજ કૃપા પ્રાપ્ત થાય છે.

હવે વાત કરીએ ત્રિમુખી રુદ્રાક્ષની, તો જે રુદ્રાક્ષમાં ત્રણ ધારી હોય તેને ત્રિમુખી રુદ્રાક્ષ કહેવાય છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી જઘન્ય અપરાધોમાંથી ક્ષમા મળે છે. લાંબા ગાળાની બીમારીઓમાંથી મુક્તિ મળે છે. આ સાથે વિદ્યાપ્રાપ્તિમાં સરળતા રહે છે. મંદબુદ્ધિના બાળકો આ રુદ્રાક્ષ ધારણ કરે તો તેમને સારા ફળ પ્રાપ્ત થાય છે. લો બલ્ડપ્રેશર જેવી બીમારીઓ ધરાવતા લોકો માટે પણ આ રુદ્રાક્ષ ઘણો ફાયદાકારક છે. આ રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેવા ચારેય પુરુષાર્થોની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી શારીરિક અને માનસિક બળમાં વધારો થાય છે. તેમજ ઇચ્છાશક્તિ પ્રબળ બને છે.

ત્રણમુખી રુદ્રાક્ષ અત્યાધિક શક્તિશાળી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જે જાતકનો જન્મ મેષ, સિંહ અથવા ધનુ લગ્નમાં થયો હોય તેને આ રુદ્રાક્ષ તેના માટે ખૂબ લાભદાયક છે. આ સાથે ત્રિમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મંગળદેવની વિશિષ્ટ કૃપા મળે છે. જેની કુંડળીમાં મંગળની સ્થિતિ સારી ન હોય તેવો વ્યક્તિ આ રુદ્રાક્ષ ધારણ કરે તો ઉત્તમ લાભ મેળવી શકે છે.

ક્રમશઃ

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી અનુજ પંડ્યા (modernsage108@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...