પૂજા-પાઠ:ગણેશજીના શરીર ઉપર જીવન અને બ્રહ્માંડના અંગોનો વાસ હોય છે, પેટ ઉપર સુખ-સમૃદ્ધિ અને પીઠ ઉપર દરિદ્રતા નિવાસ કરે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણેશપૂજામાં સ્વસ્તિક આડો-અવળો બનાવવો નહીં, સીધો અને સુંદર સ્વસ્તિક બનાવવો

જ્યારે પણ ગણેશજીની પૂજા કરવામાં આવે ત્યારે એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે, ભગવાનના દર્શન સામેથી જ કરો. ગણેશજીની પીઠના દર્શન કરવા જોઇએ નહીં. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે શરીર ઉપર જીવન અને બ્રહ્માંડ સાથે જોડાયેલાં અંગનો વાસ માનવામાં આવે છે.

ગણેશજીના પેટ ઉપર સુખ-સમૃદ્ધિ અને પીઠ ઉપર દરિદ્રતાનો વાસ હોય છે
ગણેશજીના માથા ઉપર બ્રહ્મલોક, સૂંઢ ઉપર ધર્મ, કાનમાં વેદોનું જ્ઞાન, જમણાં હાથમાં વર એટલે ભક્તો માટે આશીર્વાદ, બીજા ડાબા હાથમાં અવગુણોને રોકવા માટે અંકુશ, ડાબા હાથમાં અનાજ, બીજા ડાબા હાથમાં કમળ એટલે પવિત્રતા, પેટમાં સુખ-સમૃદ્ધિ, નાભિમાં બ્રહ્માંડ, આંખમાં ભક્તો માટે પ્રેમ, પગમાં સાત લોકનો વાસ છે. ગણેશજીના સામેથી દર્શન કરવાથી બધા જ સુખ ભક્તોને પ્રાપ્ત થાય છે.

ગણેશજીની પીઠ ઉપર અલક્ષ્મી એટલે દરિદ્રતાનો નિવાસ માનવામાં આવે છે. જે લોકો તેમની પીઠના દર્શન કરે છે, તેમણે ગરીબીનો સામનો કરવો પડે છે. જાણ્યા-અજાણ્યા પીઠના દર્શન થઇ જાય તો ગણેશજી પાસેથી માફી માંગી લેવી જોઇએ અને શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરવો જોઇએ.

કોઇ ખાસ મનોકામના માટે મંદિરમાં ઊંધો સ્વસ્તિક બનાવવામાં આવે છે
કોઇ ખાસ મનોકામના માટે મંદિરમાં ઊંધો સ્વસ્તિક બનાવવામાં આવે છે

ગણેશ પૂજામાં સ્વસ્તિક બનાવો
ગણેશજીની પૂજામાં સ્વસ્તિક જરૂર બનાવવો જોઇએ. ધ્યાન રાખો કે ક્યારેય આડો-અવળો સ્વસ્તિક બનાવશો નહીં.

આ ચિહ્ન એકદમ સીધું અને સુંદર બનાવવું જોઇએ. ઘરમાં ક્યારેય ઊંધો સ્વસ્તિક બનાવવો જોઇએ નહીં. ઊંધો સ્વસ્તિક મંદિરમાં બનાવવામાં આવે છે. કોઇ ખાસ મનોકામના માટે મંદિરમાં ઊંધો સ્વસ્તિક બનાવવામાં આવે છે.

ઘરમાં જ્યાં સ્વસ્તિક બનાવવામાં આવે છે, તે સ્થાન એકદમ સાફ અને પવિત્ર હોવું જોઇએ. જ્યાં સ્વસ્તિક બનાવો, ત્યાં બિલકુલ ગંદકી હોવી જોઇએ નહીં.