25 સપ્ટેમ્બર સુધી પિતૃ પક્ષ:શ્રાદ્ધ પક્ષ દરમિયાન શ્રીમદ્ ભગવદગીતાનો પાઠ મનને શાંતિ આપે છે, નેગેટિવિટી દૂર થાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

25 સપ્ટેમ્બર સુધી પિતૃ પક્ષ રહેશે. આ દિવસોમાં શ્રીમદ્ ભગવદગીતાની કથા વાંચવા અને સાંભળવાની પરંપરા છે. માન્યતા છે કે આ કથાના કારણે પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને સાંભળનાર લોકોનું મન શાંત થાય છે, નેગેટિવિટી દૂર થાય છે.

આ પરંપરા અંગે જાણવા માટે અમે ભાગવત કથાકાર અને જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા સાથે વાત કરી છે. તેઓના જણાવ્યા પ્રમાણે આ કથા શ્રીકૃષ્ણનો મહિમા જણાવે છે. ભગવાનનું ધ્યાન કરવાથી ભક્તોના ખરાબ વિચાર દૂર થાય છે અને મન ખરાબ કાર્યોથી દૂર રહે છે.

ક્યારે અને કોણે લખી શ્રીમદ ભાગવત કથા?
મહર્ષિ વેદ વ્યાસે મહાભારત ગ્રંથની રચના કરી હતી. આ સૌથી મોટા ગ્રંથની રચના કર્યા પછી પણ વેદ વ્યાસજીના મનને શાંતિ મળી નહીં. તેઓ નિરાશ રહેવા લાગ્યાં. તે સમયે નારદ મુનિ વેદ વ્યાસજી પાસે પહોંચ્યાં.

નારદ મુનિએ વ્યાસજીને નિરાશ જોયા ત્યારે તેમને નિરાશાનું કારણ પૂછ્યું. વ્યાસજીએ જવાબ આપ્યો કે મેં મહાભારત જેવા ગ્રંથની રચના કરી છે, પરંતુ મારું મન અશાંત જ છે.

નારદમુનિએ કહ્યું, આવું તો થવાનું જ હતું. તમે જે ગ્રંથની રચના કરી છે, તેમાં ભાઈ-ભાઈ વચ્ચે યુદ્ધ થઇ રહ્યું છે. યુદ્ધ, નરસંહાર છે. અશાંતિ છે. કુટિલતા છે. આવો ગ્રંથ વાંચ્યા પછી શું બોધપાઠ મળશે? તમે કોઇ એવો ગ્રંથ લખો, જેમાં નાયક પરમાત્મા હોય. જેની ગતિવિધિઓ બોધપાઠ આપી રહી હોય, જેમાં પોઝિટિવ વિચાર હોય.

તે પછી વ્યાસજીએ શ્રીમદ ભાગવત પુરાણની રચના કરી. આ ગ્રંથના દરેક અધ્યાય, પ્રસંગના અંતમાં લાઇફ મેનેજમેન્ટના સંદેશ છે. એટલે કહેવાય છે કે ભાગવત વાંચ્યા પછી શાંતિ મળે છે.

સૌથી પહેલાં ભાગવત કથા કોણે કોને સંભળાવી?
વેદ વ્યાસજીએ આ ગ્રંથની રચના કરી અને તે પછી તેમણે પોતાના પુત્ર શુકદેવને આ કથા જણાવી હતી. પછી શુકદેવજીએ પાંડવ અર્જુનના પુત્ર અભિમન્યુના પુત્ર રાજા પરીક્ષિતને આ કથા સંભળાવી હતી. શુકદેવજીએ જ અન્ય ઋષિ-મુનિઓને ભાગવત કથાનું જ્ઞાન આપ્યું હતું.

રાજા પરીક્ષિતને ભાગવત કથા કેમ સંભળાવી હતી?
રાજા પરીક્ષિતને એક ઋષિએ શ્રાપ આપ્યો હતો કે સાત દિવસ પછી તક્ષક નાગના દંશથી તેમનું મૃત્યુ થઈ જશે. આ શ્રાપના કારણે પરીક્ષિત નિરાશ થઈ ગયાં હતાં, તેમનું મન અશાંત હતું, ત્યારે તેઓ શુકદેવજી પાસે પહોંચ્યાં અને પોતાની પરેશાની જણાવી. તે પછી શુકદેવજીએ પરીક્ષિતને ભાગવત કથા સંભળાવી. કથા સાંભળ્યા પછી પરીક્ષિતની બધી જ શંકાઓ દૂર થઈ ગઈ, મન શાંત થઈ ગયું અને જન્મ-મૃત્યુનો મોહ પણ દૂર થઈ ગયો. તે પછી સાતમા દિવસે તક્ષક નાગના ડસવાથી પરીક્ષિતનું મૃત્યુ થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...