તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોઇ વ્યક્તિ અંગે કોઇ અભિપ્રાય બનાવતાં પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લેવી જોઇએ. નહીંતર, અધૂરી જાણકારીના કારણે જ કોઇ યોગ્ય વ્યક્તિ અંગે ખોટી ધારણાં બની શકે છે. આ વાત એક લોક કથા દ્વારા સમજી શકાય છે.
પ્રાચીન સમયમાં એક ગામમાં એક આંધળો વ્યક્તિ રહેતો હતો. તે એકલો જ રહેતો હતો. ગામના લોકો પાસેથી ભોજન મળતું તેના દ્વારા જ તેનું જીવન ચાલી રહ્યું હતું. વિના કારણે તે કોઇના કામમાં દખલ આપતો નહીં.
આંધળા વ્યક્તિની એક ખાસ વાત હતી, તે રાતે જ્યારે પણ ઘરની બહાર જતો ત્યારે પોતાની સાથે ફાનસ રાખતો હતો. ગામના લોકોને આ વાત ખૂબ જ અજીબ લાગતી હતી. પરંતુ તેને કોઇ કશું જ કહેતું નહીં.
એકવાર ગામના થોડા તોફાની યુવકોએ આંધળા વ્યક્તિને ફાનસ સાથે જોયો ત્યારે તેમણે તે વ્યક્તિનો મજાક ઉડાવ્યો. યુવકોએ કહ્યું કે તમે તો આંધળા છો, તમને કશું જ જોવા મળતું નથી તો આ ફાનસ તમારી સાથે કેમ રાખો છો?
આંધળા વ્યક્તિએ કહ્યું કે તમે બધા સાચી વાત કહી રહ્યા છો. મારી માટે ફાનસનો કોઇ ઉપયોગ નથી. મારું જીવન તો અંધકારમાં જતું રહ્યું છે. દિવસ હોય કે રાત, મારી માટે બધું જ એકસમાન છે. મને તો અંધારામાં રહેવાની આદત છે. પરંતુ આ ફાનસ તે લોકો માટે હું સાથે રાખું છું જેઓ જોઇ શકે છે અને જેમને અંધારામાં રહેવાની આદત નથી. રાતે અંધારુ હોવાના કારણે જો કોઇ મને જોઇ શકે નહીં તો મને ધક્કો વાગી જાય અને મને ઈજા પહોંચે. અન્ય લોકોને હું દેખાઇ શકું એટલાં માટે હું ફાનસ સાથે લઇને ઘરેથી બહાર જાવ છું. આવું કરવાથી દુર્ઘટનાની શક્યતા રહેતી નથી.
આ વાત સાંભળીને બધા યુવકોને શરમ આવી ગઇ. યુવકોએ એક સાચા વ્યક્તિને ખરાબ સમજી લીધો અને તેમનો મજાક બનાવ્યો. તેમને પોતાની આ ભૂલ ઉપર શરમ આવવા લાગી.
આ કથાનો બોધપાઠ એ છે કે આપણે કોઇપણ વ્યક્તિ અંગે પેહલાંથી જ કોઇ ધારણાં બાંધવી જોઇએ નહીં. જ્યાં સુધી સંપૂર્ણ વાતની જાણ થાય નહીં, ત્યાં સુધી કોઇ પરિણામ ઉપર પહોંચવું જોઇએ નહીં. નહીંતર, અધૂરા જ્ઞાનના કારણે અન્ય માટે આપણા ખરાબ વિચાર બની શકે છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.