માતૃનોમ:આજે બપોરે 12 વાગ્યે સૌભાગ્યવતી મહિલાઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવું, 24 સપ્ટેમ્બરે અકાળ મૃત્યુ પામેલા વ્યક્તિનું શ્રાદ્ધ કરવું.

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલ પિતૃ પક્ષ ચાલી રહ્યો છે અને આ પક્ષની નોમ તિથિનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. તેને માતૃ નોમ કહેવામાં આવે છે. આ દિવસે તે મહિલાઓ માટે શ્રાદ્ધ કર્મ, પિંડદાન, તર્પણ અને ધૂપ-ધ્યાન કરવામાં આવે છે, જે મૃત્યુ સમયે સૌભ્યાગ્યવતી હતાં. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે માતૃ નોમના દિવસે ઘર-પરિવાર, કુટુંબની મૃત સૌભ્યાગ્યવતી મહિલાઓનું શ્રાદ્ધ કર્મ એકસાથે કરવામાં આવી શકે છે. જે સૌભ્યાગ્યવતી મહિલાઓની મૃત્યુ તિથિ જાણ નથી, તેમના માટે પણ નોમના દિવસે જ શ્રાદ્ધ કરવું જોઈએ.

કોઈ વ્યક્તિનું મૃત્યુ અસમયે થઈ ગઈ હોય તો તેને અકાળ મૃત્યુ કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનું મૃત્યુ શસ્ત્ર દ્વારા થયું હોય અથવા કોઈએ આત્મ હત્યા કરી લીધી હોય કે ઝેર ખાઈને મૃત્યુ પામ્યા હોય અથવા કોઈ દુર્ધટનામાં મૃત્યુ પામ્યા હોય અને તેમની મૃત્યુ તિથિ જાણ ન હોય તો તેમનું શ્રાદ્ધ કર્મ પિતૃપક્ષની ચૌદશ (24 સપ્ટેમ્બર)ના રોજ કરવું જોઈએ.

25 સપ્ટેમબરના રોજ સર્વપિતૃ અમાસ રહેશે
25 સપ્ટેમબરના રોજ સર્વપિતૃ અમાસ રહેશે

નોમના દિવસે ધૂપ-ધ્યાન કઈ રીતે કરી શકાય છે
નોમ તિથિએ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી ઘરની સાફ-સફાઈ કરો. સૂર્યને જળ ચઢાવવું અને ઘરના મંદિરમાં પૂજન કરવું.
પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ બપોરે 12 વાગ્યે જ કરવું જોઈએ. ધૂપ-ધ્યાન કરવા માટે ખીર-પુરી, શાકભાજી વગેરે પકવાન બનાવવાં.
તમે ઇચ્છો તો ઘરની બહાર રંગોળી પણ બનાવી શકો છો.
બપોરે ગાયના ગોબરથી બનેલાં છાણા પ્રગટાવો અને જ્યારે તેમાંથી ધૂમાડો બહાર આવવાનું બંધ થઈ જાય, ત્યારે પરિવારની બધી મૃત સૌભ્યાગ્યવતી મહિલાઓનું ધ્યાન કરીને છાણા ઉપર ગોળ-ઘી, ખીર-પુરી અર્પણ કરો. દક્ષિણ દિશા તરફ મુખ કરીને ધૂપ-ધ્યાન કરવું જોઈએ.
ધૂપ-ધ્યાન કરતી સમયે ૐ પિતૃદેવત્યાભ્યો નમઃ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ.
હથેળીમાં જળ લઈને અંગૂઠા તરફથી પિતૃઓને જળ અર્પણ કરો. હાથમાં જળ સાથે જ જવ, કાળા તલ, ચોખા, દૂધ, સફેદ ફૂલ પણ રાખી લેશો તો સારું રહેશે. ધૂપ-ધ્યાન માટે પીત્તળ કે તાંબાના વાસણનો ઉપયોગ કરશો તો સારું રહેશે.
આ પ્રકારે ધૂપ-ધ્યાન પૂર્ણ થઈ જાય છે.

આ દિવસે ગરૂડ પુરાણ કે શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ પણ કરવો જોઈએ
આ દિવસે ગરૂડ પુરાણ કે શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ પણ કરવો જોઈએ

ધૂપ-ધ્યાન પછી આ કામ ચોક્કસ કરો
ધૂપ-ધ્યાન કર્યા પછી ગાય, કાગડા, કૂતરા માટે પણ ભોજન ઘરની બહાર રાખો.
આ દિવસે કોઈ જરૂરિયાતમંદ સૌભ્યાગ્યવતી મહિલાઓને સુહાગનો સામાન જેમ કે લાલ સાડી, બંગડી, કંકુ, ભોજન, અનાજ, ધન, બૂટ-ચપ્પલ, છત્રીનું દાન કરો.
કોઈ કન્યાના અભ્યાસ માટે ધનનું દાન કરો.
કોઇ ગૌશાળામાં ગાયની દેખરેખ કરો અને લીલું ઘાસ, ધનનું દાન કરો.
જો શક્ય બની શકે તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો. સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવવું. નદી કિનારે જ દાન-પુણ્ય કરો.
આ દિવસે ગરૂડ પુરાણ કે શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ પણ કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...