• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Vrischik Sankranti Today: Hemant Season Begins With The Change Of The Sun's Zodiac, Hence The Tradition Of Donating Food And Warm Clothes To Needy People

આજે વૃશ્ચિક સંક્રાંતિ:સૂર્યના રાશિ બદલવાથી હેમંત ઋતુ શરૂ થશે, આ દિવસોમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન અને ગરમ કપડાનું દાન કરવાની પરંપરા

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે સાંજે 7.16 વાગ્યાથી વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે. સૂર્યના રાશિ પરિવર્તનના દિવસનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્ત્વ તો છે. સાથે જ, તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખાસ છે. સ્નાન-દાન અને સૂર્ય પૂજાના આ પર્વથી વાતાવરણમાં ફેરફાર થવા લાગે છે. આ દિવસથી હેમંત ઋતુ પણ શરૂ થઈ જાય છે. એટલે સંક્રાંતિ પર્વમાં સ્નાન, વ્રત-ઉપવાસ અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાની પરંપરા શરૂ થઈ છે. જાણો કેમ ખાસ છે સંક્રાંતિ પર્વ...

વૃશ્ચિક સંક્રાંતિનું ફળ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે નાના સ્તરે કામ કરનાર લોકો માટે આ સંક્રાંતિ સારી છે. મોંઘવારી વધી શકે છે. લોકોના સ્વાસ્થ્યમાં સુધાર થશે. બીમારીઓના સંક્રમણમાં ઘટાડો થઈ શકે છે.
મંગળની રાશિમાં સૂર્યના આવી જવાથી 16 ડિસેમ્બર સુધી અનેક લોકો માટે કષ્ટદાયી સમય રહી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સૂર્યની સારી અસર જોવા મળી શકે છે. પાડોસી દેશો સાથે સંબંધોમાં સુધાર થશે.

આ પર્વમાં શું કરવું
ગ્રંથો પ્રમાણે વૃશ્ચિક સંક્રાંતિએ જરૂરિયાતમંદ લોકોને ભોજન અને કપડાનું દાન કરવાનું મહત્ત્વ છે. આ દિવસે ઊનના કપડાં સાથે બૂટ-ચપ્પલ અને ગોળ-તલ સહિત શરીરમાં ગરમાવો આપતી વસ્તુઓનું દાન કરવાની પરંપરા છે. ગ્રંથો જણાવે છે કે આ દિવસે બ્રાહ્મણને ગાયનું દાન કરવાથી મહાપુણ્ય મળે છે.

આ સંક્રાંતિ ધાર્મિક વ્યક્તિઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે
આ સંક્રાંતિ ધાર્મિક વ્યક્તિઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે

સ્વાસ્થ્ય માટે ખાસ દિવસ
સૂર્યના રાશિ પરિવર્તનથી વાતાવરણ બદલાય છે. તેના વૃશ્ચિક રાશિમાં આવવાથી હેમંત ઋતુ શરૂ થઈ જાય છે. એટલે હળવી ઠંડીનું વાતાવરણ બની જાય છે. વાતાવરણમાં ફેરફાર આવતાં જ તેની પહેલી અસર પાચનક્રિયા ઉપર પડે છે. એટલે આ દિવસે વ્રત કે ઉપવાસ કરવાનું વિધાન છે. બીમારીઓથી બચવા અને લાંબી ઉંમર માટે આ દિવસે ખાનપાનમાં પણ ફેરફાર શરૂ થઈ જાય છે.

વૃશ્ચિક સંક્રાંતિનું ધાર્મિક મહત્ત્વ
બુધવારે આ સંક્રાંતિ હોવાથી તેનું મહત્ત્વ વધી ગયું છે. આ સંક્રાંતિ ધાર્મિક વ્યક્તિઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૃશ્ચિક સંક્રાંતિના વિશિષ્ઠ પૂજન અને ઉપાયથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓનું નિદાન થાય છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં અને કરિયરમાં સફળતા મળે છે. 16 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી સૂર્ય પૂજા અને દાન કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાથી બુદ્ધિ, જ્ઞાન અને સફળતા મળે છે.