તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્રત-તહેવાર:અષાઢ મહિનાની સાતમે સૂર્યપૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલ્મિકી રામાયણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે યુદ્ધમાં જતા પહેલાં શ્રીરામજીએ વિજય પ્રાપ્તિ માટે સૂર્ય પૂજા કરી હતી

સૂર્ય પુરાણ પ્રમાણે અષાઢ મહિનાની સાતમ તિથિએ ભગવાન સૂર્યના વરૂણ સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે ભગવાન સૂર્યના પુત્ર વૈવસ્વતની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે ઉગતા સૂર્યને જળ ચઢાવીને વિશેષ પૂજા કરવી જોઈએ. સાથે જ વ્રત પણ રાખવું જોઈએ. તેનાથી બીમારીઓ દૂર થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. આ વખતે આ તિથિ 16 જુલાઈ, શુક્રવારે રહેશે. ભવિષ્ય પુરાણમાં પણ ભગવાન સૂર્યને જળ ચઢાવવાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.

ભગવાન સૂર્ય સાથે તેમના પુત્ર વૈવસ્વતની પૂજાઃ-
અષાઢ મહિનાની સાતમ તિથિએ ભગવાન સૂર્ય સાથે તેમના પુત્ર વૈવસ્વત મનુની પણ પૂજા કરવામાં આવે છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે જ્યોતિષ ગ્રંથો પ્રમાણે હાલ વૈવસ્વત મનવંતર ચાલી રહ્યો છે. સૂર્યદેવે દેવમાતા અદિતિના ગર્ભથી જન્મ લીધો હતો અને વિવસ્વાન તથા માર્તણ્ડ કહેવાયાં. તેમના જ સંતાન વૈવસ્વત મનુ થયા જેમના દ્વારા સૃષ્ટિનો વિકાસ થયો છે. તેમના જ નામથી આ મન્વંતર છે. શનિદેવ, યમરાજ, યમુના અને કર્ણ પણ ભગવાન સૂર્યના જ સંતાન છે.

સૂર્યદેવે દેવમાતા અદિતિના ગર્ભથી જન્મ લીધો હતો અને વિવસ્વાન તથા માર્તણ્ડ કહેવાયાં.
સૂર્યદેવે દેવમાતા અદિતિના ગર્ભથી જન્મ લીધો હતો અને વિવસ્વાન તથા માર્તણ્ડ કહેવાયાં.

સૂર્ય પૂજાથી ફાયદોઃ-
સૂર્યને જળ ચઢાવવાથી આત્મવિશ્વાસ વધે છે. પોઝિટિવ ઊર્જા વધે છે. સાતમ તિથિએ સૂર્યને જળ ચઢાવવાથી અને પૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે. ભવિષ્ય પુરાણમાં શ્રીકૃષ્ણએ પોતાના પુત્રને સૂર્ય પૂજાનું મહત્ત્વ જણાવ્યું છે. શ્રીકૃષ્ણએ કહ્યું છે કે સૂર્ય જ એક પ્રત્યેક્ષ દેવતા છે. એટલે એવા ભગવાન છે જેમને રોજ જોઈ શકાય છે. શ્રદ્ધા સાથે સૂર્ય પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સૂર્ય પૂજાથી દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે.

પૂજા વિધિઃ-

  • સવારે સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ સ્નાન કરો. શક્ય ન હોય તો ઘરના જ પાણીમાં ગંગાજળ મિક્સ કરી લો. તે પછી ભગવાન સૂર્યને જળ ચઢાવવું જોઈએ. તેના માટે તાંબાના લોટામાં જળ ભરો અને ચોખા, ફૂલ રાખીને સૂર્યને અર્ઘ્ય આપો.
  • જળ ચઢાવતી સમયે સૂર્યના વરૂણ સ્વરૂપને પ્રણામ કરીને ઓમ રવયે નમઃ મંત્રનો જાપ કરો. આ જાપ સાથે શક્તિ, બુદ્ધિ, સ્વાસ્થ્ય અને સન્માનની કામના કરવી જોઈએ. આ પ્રકારે જળ ચઢાવ્યા પછી ધૂપ, દીપથી સૂર્યદેવનું પૂજન કરો.
  • સૂર્યને લગતી વસ્તુઓ જેમ કે તાંબાના વાસણ, પીળા કે લાલ કપડામાં ઘઉં, લાલ ચંદનનું દાન કરો. શ્રદ્ધાપ્રમાણે આમાંથી જ કોઈપણ વસ્તુનું દાન કરી શકાય છે. આ દિવસે સૂર્યદેવની પૂજા પછી એક સમયે ફળાહાર કરવું.