ધન્વંતરિને દેવતાઓનું પદ:ધન્વંતરિને દેવ સ્થાન મળે એટલા માટે વિષ્ણુએ વરદાન આપ્યું, દ્વાપર યુગમાં બીજો જન્મ લેવો પડ્યો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધનતેરસ મંગળવારે સવારે 11:31થી શરૂ થઈ બુધવારે સવારે 9:03 વાગ્યા સુધી રહેશે
  • ધન્વંતરિએ મોટા થઈને ઋષિ ભારદ્વાજ પાસેથી આયુર્વેદ વિદ્યા ગ્રહણ કરી અને ઘણી બધી આયુર્વેદિક દવાઓ બનાવી

2 નવેમ્બર, મંગળવારના રોજ ધનતેરસ ઊજવવામાં આવશે. આ વર્ષે તેરસ તિથિ મંગળવારે સવારે 11:31થી શરૂ થઈ બુધવારે સવારે 9:03 વાગ્યા સુધી રહેશે. ત્રિપુષ્કર યોગ સૂર્યોદય પહેલાં સવારે 11:31 વાગ્યા સુધી રહેશે. આ દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. પુરાણોમાં ધન્વંતરિને પણ દેવતા માનવામાં આવ્યા છે, અને પુરાણો અનુસાર ધન્વંતરિ આયુર્વેદના દેવતા છે. તેમની પૂજા કરવાથી માણસનું સ્વાસ્થ્ય સારું બન્યું રહે છે, અને રોગોથી રક્ષણ થાય છે. શાસ્ત્રોમાં ધન્વંતરિના 2 જન્મોનું વર્ણન કરવામાં આવ્યું છે, અને તેમનેશ્રી હરિ વિષ્ણુના પ્રથમ અંશ પણ માનવામાં આવે છે.

સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતા-
પૌરાણિક કથાઓમાં ધન્વંતરિનો ઉલ્લેખ કરતા જણાવવામાં આવ્યું છે કે, ધન્વંતરિનો જન્મ સમુદ્ર મંથનથી થયો હતો. પ્રચલિત કથા અનુસાર આસો વદ તેરસના દિવસે સમુદ્ર મંથનમાં તે અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. અમૃત કળશથી દેવતાઓએ અમૃત પાન કર્યું હતું. જેથી તેઓ અમર થઈ ગયા હતા.

દેવતા માનવામાં આવ્યાં નહીં-
સમુદ્રમાંથી બહાર આવતા જ ધન્વંતરિએ દેવતાઓને સવાલ કરતા પૂછ્યું હતું કે, આ લોકમાં મારુ શું કામ છે અને સ્થાન કયું છે? ધન્વંતરિના આ સવાલનો જવાબ આપતા વિષ્ણુએ કહ્યું હતું કે, તમને ધન્વંતરિ પ્રથમના નામથી ઓળખવામાં આવશે. તમે દેવતાઓ પછી ઉત્પન્ન થયા છો, એટલા માટે તમને દેવ માનવામાં આવશે નહીં. જોકે તમારો ફરીથી જન્મ થશે અને ત્યારે તમને દેવનું સ્થાન આપવામાં આવશે.

ભગવાન ધન્વંતરિની ધનતેરસના દિવસે વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ અને મંત્રોનો જાપ કરવાથી તમને તમામ પ્રકારના રોગોથી મુક્તિ મળશે
ભગવાન ધન્વંતરિની ધનતેરસના દિવસે વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ અને મંત્રોનો જાપ કરવાથી તમને તમામ પ્રકારના રોગોથી મુક્તિ મળશે

દેવતા બનવા માટે ફરી જન્મ લીધો-
ધન્વંતરિને દેવતાનું સ્થાન મળી શકે એટલા માટે વિષ્ણુએ તેમને વરદાન આપ્યું હતું કે, બીજા જન્મમાં તમે ધન્વંતરિ દ્વિતીયના નામથી ઓળખાશો. દ્વાપર યુગમાં જ્યારે તમારો જન્મ થશે ત્યારે તમને દેવતાનું સ્થાન આપવામાં આવશે. લોકો દ્વારા તમારી પૂજા કરવામાં આવશે. તમે આયુર્વેદનો અષ્ટાંગ વિભાગ પણ કરશો.

કાશીપતિ ધન્વને ત્યાં જન્મ લીધો-
ધન્વંતરિ દેવે દ્વાપર યુગમાં ફરીથી જન્મ લીધો. કથા અનુસાર કાશીપતિ ધન્વને સંતાન ન હતું. સંતાન ન હોવાથી તેમણે પુત્ર પ્રાપ્તિ માટે ઘોર તપસ્યા કરી. તેમની તપસ્યાથી ખુશ થઈને ભગવાન શિવજીએ તેમને પુત્રનું વરદાન આપ્યું અને તેમને ત્યાં પુત્રના રૂપમાં ધન્વંતરિ જન્મ્યા. ધન્વંતરિએ મોટા થઈને ઋષિ ભારદ્વાજ પાસેથી આયુર્વેદ વિદ્યા ગ્રહણ કરી અને ઘણી બધી આયુર્વેદિક દવાઓ બનાવી.

ધન્વંતરિનો જન્મ સમુદ્ર મંથનથી થયો હતો. પ્રચલિત કથા અનુસાર આસો વદ તેરસના દિવસે સમુદ્ર મંથનમાં તે અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા
ધન્વંતરિનો જન્મ સમુદ્ર મંથનથી થયો હતો. પ્રચલિત કથા અનુસાર આસો વદ તેરસના દિવસે સમુદ્ર મંથનમાં તે અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા

ધનતેરસના દિવસે વાસણ કેમ ખરીદવા જોઈએ?
આસો વદ પક્ષની તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ કળશ લઈને પ્રગટ થયા હતા. આથી વાસણની ખરીદીની પરંપરા છે. માન્યતા છે કે, ધનતેરસના દિવસે તમે જેટલી ખરીદી કરો છો, તેમાં 13 ગણો વધારો થાય છે.

ધન્વંતરિએ મોટા થઈને ઋષિ ભારદ્વાજ પાસેથી આયુર્વેદ વિદ્યા ગ્રહણ કરી અને ઘણી બધી આયુર્વેદિક દવાઓ બનાવી
ધન્વંતરિએ મોટા થઈને ઋષિ ભારદ્વાજ પાસેથી આયુર્વેદ વિદ્યા ગ્રહણ કરી અને ઘણી બધી આયુર્વેદિક દવાઓ બનાવી

આ ઉપરાંત બીજો મંત્ર છે

“ओम नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वंतराये:

अमृतकलश हस्ताय सर्वभय विनाशाय सर्वरोगनिवारणाय

त्रिलोकपथाय त्रिलोकनाथाय श्री महाविष्णुस्वरूप

श्री धनवन्तरि स्वरूप श्री श्री श्री औषधचक्र नारायणाय नमः॥”

પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન ધન્વંતરિની ધનતેરસના દિવસે વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ અને મંત્રોનો જાપ કરવાથી તમને તમામ પ્રકારના રોગોથી મુક્તિ મળશે.