• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Virtue Festival: Purnima Of Jyeshtha Month Tomorrow, Having Three Auspicious Yogas, Will Get Three Times The Virtue By Bathing And Donating On This Day.

પુણ્ય પર્વ:આવતી કાલે જેઠ મહિનાની પૂનમ; ત્રણ શુભ યોગ હોવાથી આ દિવસે સ્નાન-દાન કરવાથી ત્રણગણું પુણ્ય મળશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેઠ મહિનાની પૂર્ણિમાને સ્કંદ પુરાણ અને ભવિષ્યપુરાણમાં પર્વ કહેવામાં આવે છે. આ વખતે આ પૂર્ણિમા 14 જૂન, મંગળવારે આવી રહી છે. આ પર્વમાં સ્નાન-દાન, વ્રત અને પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ પામે છે. આ દિવસે નક્ષત્રોનો શુભ સંયોગ બની રહ્યો છે. જેથી કરવામાં આવતા ધર્મ-કર્મનું શુભફળ વધી જશે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે આ દિવસે શુભ, બુધાદિત્ય અને શશ નામનો મહાપુરૂષ યોગ બની રહ્યો છે. જેથી આ પર્વ વધારે ખાસ થઈ જશે. આ શુભ સંયોગમાં કરવામાં આવતા તીર્થ સ્નાન અને દાનથી મળતું પુણ્ય અનેકગણું વધી જશે. આ દિવસે કરવામાં આવતા પુણ્યકર્મથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આ પૂર્ણિમાએ જ સંત કબીરદાસ જયંતિ ઊજવવામાં આવે છે. જેઠ મહિનાની પૂનમના દિવસે પિતૃઓની વિશેષ પૂજા અને બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે
આ પૂર્ણિમાએ જ સંત કબીરદાસ જયંતિ ઊજવવામાં આવે છે. જેઠ મહિનાની પૂનમના દિવસે પિતૃઓની વિશેષ પૂજા અને બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે

ધાર્મિક મહત્ત્વ

  • ભારતીય સંસ્કૃતિમા જેઠ પૂર્ણિમાનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ગંગા સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને સૂર્યની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
  • આ દિવસથી જ લોકો ગંગાજળ હાથમાં લઈને અમરનાથ યાત્રા માટે રવાના થાય છે. જોકે, આ વર્ષે આ યાત્રા થશે કે નહીં તેના અંગે અસમંજસની સ્થિતિ છે.
  • આ પૂર્ણિમાએ જ સંત કબીરદાસ જયંતિ ઊજવવામાં આવે છે.
  • જેઠ મહિનાની પૂનમના દિવસે પિતૃઓની વિશેષ પૂજા અને બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે. તેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે.
  • સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે આ પર્વમા વડના ઝાડની પૂજા અને સાવિત્રી વ્રત કરવામાં આવે છે.
પૂર્ણિમાના સ્વામી સ્વયં ચંદ્ર છે. જ્યોતિષ પ્રમાણે ચંદ્રની અસર આપણાં મન ઉપર પડે છે
પૂર્ણિમાના સ્વામી સ્વયં ચંદ્ર છે. જ્યોતિષ પ્રમાણે ચંદ્રની અસર આપણાં મન ઉપર પડે છે

જ્યોતિષીય મહત્ત્વ

  • આ પર્વમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે 169 થી 180 ડિગ્રીનું અંતર હોય છે. જેથી આ ગ્રહ સામસામે હોય છે અને તેમની વચ્ચે સમસપ્તક યોગ બને છે.
  • આ યોગમાં કરવામાં આવતા કાર્યોમાં સફળતા મળે છે.
  • પૂર્ણિમાના સ્વામી સ્વયં ચંદ્ર છે. જ્યોતિષ પ્રમાણે ચંદ્રની અસર આપણાં મન ઉપર પડે છે. એટલે આ તિથિએ માનસિક ઊથલપાથલ જરૂર થાય છે.
  • પૂર્ણિમાએ ચંદ્ર પોતાની સોળ કળાઓ સાથે પૂર્ણ રહે છે. એટલે આ દિવસે ઔષધીઓનું સેવન કરવાથી ઉંમર વધે છે.
  • મંગળવાર અને પૂર્ણિમા તિથિથી બનતા શુભ સંયોગમાં કરવામાં આવતા કાર્યોથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય મળે છે.