• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Violence Against Injustice And Tyranny Is Not Good Every Time, Violence Only Hurts Not Only The Body But Also Our Mind And Soul.

આજનો જીવનમંત્ર:અન્યાય અને અત્યાચાર વિરૂદ્ધ પણ દરેક વખતે હિંસા ઠીક નથી, તે શરીરને જ નહીં, આપણા મન અને આત્માને પણ નુકસાન પહોંચાડે છે

6 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

મહાત્મા ગાંધી અહિંસાના પાક્કા સમર્થક હતાં. તેઓ જ્યારે પણ અહિંસાને લઇને પોતાની વાત રાખતા ત્યારે લોકો તેમને પોત-પોતાની રીતે સાંભળતા હતાં. એકવાર કોઇએ ગાંધીજીને પૂછ્યું કે તમે જે અહિંસાને લઈને આટલો આગ્રહ રાખો છો, તમે જાતે ક્યારે અનુભવ કર્યો કે અહિંસા સમાજ અને લોકો માટે આટલી જરૂરી છે.

ત્યારે ગાંધીજીએ તેમને એક કિસ્સો જણાવ્યો. જ્યારે ગાંધીજી સાઉથ આફ્રિકામાં હતા. ત્યાં તેમણે એંગ્લો-બોઅર યુદ્ધના રાહત કેમ્પમાં એક મદદગાર તરીકે કામ કરવાની તક મળી હતી. ગાંધીજી પોતે પણ શારીરિક સ્વાસ્થ્યને લઈને હંમેશાં ગંભીર રહેતા હતાં. જ્યાં તેઓ યુદ્ધમાં ઘાયલ થયેલાં લોકોની સેવા કરતા હતાં. ત્યાં તેમણે યુદ્ધ અને હિંસાને ખૂબ જ નજીકથી જોયું હતું.

ગાંધીજી શરૂઆતથી જ શરીર અને આત્માને અલગ-અલગ જોતાં હતાં. તે રાહત કેમ્પમાં યુદ્ધથી ઘાયલ અને મૃત્યુ પામેલા લોકોને જોઈ-જોઈને તેમના મનમાં અહિંસાનો ભાવ આવ્યો. તેઓ લોકોને સમજાવતા હતા કે શરીરને નુકસાન પહોંચાડવું કેટલું અયોગ્ય છે. હિંસાથી માત્ર શરીર જ પ્રભાવિત થતું નથી, મન અને આત્મા ઉપર પણ તેની અસર પડે છે.

અહિંસા માત્ર શરીર સાથે થાય તે જરૂરી નથી. મનથી પણ કોઇના પ્રત્યે આક્રમક કે આક્રમણકારી હોવું પણ હિંસા જ છે.

બોધપાઠ- હિંસા માત્ર નુકસાન જ પહોંચાડે છે. શાંતિ માટે જરૂરી છે કે મનને પણ હિંસક વિચારોથી દૂર રાખવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...