તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તહેવાર:14મીએ વિનાયક ચોથ, આ વ્રત આર્થિક તંગી અને બીમારીઓથી રાહત માટે કરવામાં આવે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વ્રતમાં સાંજે ગણેશજી અને ચોથ દેવીની પૂજા બાદ ચંદ્રને અર્ઘ્ય આપવાથી દાંપત્ય સુખ વધે છે

હિંદુ પંચાંગ પ્રમાણે, દર મહિનાના વદ અને સુદ પક્ષની તિથિએ ભગવાન ગણેશની પૂજા અને વ્રત કરવામાં આવે છે. સમૃદ્ધિ અને સૌભાગ્યની કામનાથી આ વ્રત રાખવામાં આવે છે. આ વ્રતમાં ભગવાન ગણેશ અને ચંદ્રની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. અનેક જગ્યાએ વિનાયક ચોથને વરદ વિનાયક ચોથના નામે પણ ઓળખવામાં આવે છે. આ વ્રતમાં ગણેશજીને દૂર્વા અને મોદક ચઢાવવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે. આ વ્રતના પ્રભાવથી દાંપત્ય સુખ પણ વધે છે. આ વ્રત કરવાથી દરેક પ્રકારની આર્થિક અને શારીરિક પરેશાનીઓ દૂર થાય છે.

વિનાયક ચોથે આ રીતે પૂજા કરોઃ-
સવારે જલ્દી જાગીને સ્નાન કરો અને સાફ કપડા પહેરો. ત્યાર બાદ પૂજા અને આખો દિવસ વ્રત રાખવાનો સંકલ્પ લો. પૂજન સમયે શ્રદ્ધા પ્રમાણે સોના, ચાંદી, પીત્તળ, તાંબા અને માટીના ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. ત્યાર બાદ સુગંધિત વસ્તુઓથી ભગવાનની પૂજા અને આરતી કરો. પૂજા કરતી સમયે ૐ ગં ગણપતયૈ નમઃ મંત્રનો જાપ કરો. ત્યાર બાદ ગણેશજીની મૂર્તિ ઉપર સિંદૂર ચઢાવો.

ગણેશજીને 21 દૂર્વા ચઢાવો. ત્યાર બાદ લાડવાનો ભોગ ધરાવો. ત્યાર બાદ બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપો. સાંજે ફરીથી ગણેશજીની પૂજા અને આરતી કરો. ત્યાર બાદ જ ભક્તોએ ભોજન કરવું.

વિનાયક ચોથના દિવસે વ્રક કરવાથી અને આ દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, આર્થિક સંપન્નતા સાથે-સાથે જ્ઞાન તથા બુદ્ધિ પ્રાપ્ત થાય છે
વિનાયક ચોથના દિવસે વ્રક કરવાથી અને આ દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, આર્થિક સંપન્નતા સાથે-સાથે જ્ઞાન તથા બુદ્ધિ પ્રાપ્ત થાય છે

વિનાયક ચોથનું મહત્ત્વઃ-
વિનાયક ચોથે શ્રીગણેશની પૂજા દિવસમાં બે વાર કરવામાં આવે છે. એકવાર બપોરે અને એકવાર સાંજે. માન્યતા છે કે, વિનાયક ચોથના દિવસે વ્રક કરવાથી અને આ દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, આર્થિક સંપન્નતા સાથે-સાથે જ્ઞાન તથા બુદ્ધિ પ્રાપ્ત થાય છે. ચોથ તિથિએ ભગવાન ગણેશની પૂજા કરવાથી બધા જ કાર્યો સિદ્ધ થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.