રાશિ પરિવર્તન:આજે સાંજે 4.12 વાગ્યે શુક્ર ધન રાશિમાં પ્રવેશ કરશે, વૃષભ રાશિના જાતકોને આર્થિક લાભ થશે, મીન રાશિના જાતકોની મુશ્કેલી વધશે

7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શુક્ર ગ્રહ ધન રાશિમાં 39 દિવસ સુધી પરિભ્રમણ કરશે
 • ધન રાશિના લગ્ન ઇચ્છુકો વિવાહના બંધનમાં બંધાઈ શકે

ગ્રહમંડળમાં વૈભવ વિલાસી શુક્ર ગ્રહ આજે સાંજે 4.12 વાગ્યે ધન રાશિમાં પ્રવેશ કરશે અને 39 દિવસ સુધી પરિભ્રમણ કરશે, જેને કારણે અર્થતંત્રમાં તેજી આવશે. જ્યોતિષી આશિષ રાવલે જણાવ્યું હતું કે શુક્ર ગુરુના ઘરમાં આવે ત્યારે કલાક્ષેત્રે ઊંડા અભ્યાસ અને ઉચ્ચ અભ્યાસની બોલબાલા વધે છે. સંગીત, ગાયન અને નૃત્ય જેવા વિષયમાં ક્લાસિકલ નોલેજની બોલબાલા ઊભી થાય છે. એ સાથે જ ગુરુ શનિ સાથે હોય ત્યારે એ ધર્મ અને કર્મને જોડે છે.

શુક્રનું ધન રાશિમાં ભ્રમણ બારેય રાશિના જાતકોને શુભાશુભ ફળ આપશે-

 • મેષ:- ધાર્મિક યાત્રાઓ તેમજ ધર્મને લગતાં કાર્ય ફળદાયી રહેશે. વિદેશી વેપાર કરવાથી ધનલાભ થઈ શકે.
 • વૃષભ:- આવકમાં આકસ્મિક વધારો, સ્વાસ્થ્યની નાની-મોટી સમસ્યા રહી શકે છે. કોર્ટ-કચેરીથી સાવધાન રહેવું.
 • મિથુન:- દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. ભાગીદારીમાં ધંધો કરી શકાશે. હકારાત્મકતા વધશે.
 • કર્ક:- નોકરી પર સંભાળીને કામકાજ કરવું. વિઝા મળી શકે. માતાની તબિયતની કાળજી લેવી.
 • સિંહ:- પ્રેમી યુગલો અને વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર આવી શકે છે. શેરબજારમાં ફાયદો થઈ શકે.
 • કન્યા:- માતા સાથેના સંબંધોમાં મધુરતા આવશે, સપનાં સાકાર થશે, જૂના સંબંધો પુનઃ વિકસિત થશે.
 • તુલા:- સાહસ કરવાથી સફળતા સારી મળે. નાની-મોટી યાત્રાઓ થઈ શકે છે, માંગલિક કાર્યો માટે ઉત્તમ છે.
 • વૃશ્ચિક:- કૌટુંબિક સંબંધોમાં મધુરતા, આવકમાં વધારો થશે. નોકરી તેમજ ધંધા માટે લાભપ્રદ રહેશે.
 • ધન:- માનસિક શાંતિ રહેશે, મિત્રોનો સહકાર મળશે, લગ્ન ઈચ્છુક યુવક-યુવતીઓ લગ્ન બંધનમાં બંધાશે.
 • મકર:- હરવા-ફરવા માટે પૈસાનો ખર્ચ કરશો. વિદેશથી શુભ સમાચાર આવી શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવાની રહેશે.
 • કુંભ:- વિજાતીય મિત્રો સાથે શુભ સમાચાર આવી શકે છે. કાર્યસ્થળ બદલાશે, છાત્રો માટે શુભ તકોનું નિર્માણ થશે.
 • મીન:- નોકરીમાં વિઘ્નોનો સામનો કરવો પડશે. ધંધામાં ભાગ્યના ભરોસે બેસવાની જગ્યાએ મહેનત કરવી.

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે