રાશિ પરિવર્તન:શુક્રએ રાશિ બદલીને કન્યામાં પ્રવેશ કર્યો; મેષ રાશિ માટે સામાન્ય અને વૃષભ રાશિ માટે શુભ સમય રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 સપ્ટેમ્બર સુધી શુક્ર કન્યા રાશિમાં રહેશે, જાણો તમારા માટે આ રાશિ પરિવર્તન કેવું રહેશે

11 ઓગસ્ટે બુધવારે શુક્ર રાશિ બદલીને સિંહમાંથી કન્યામાં આવી ગયો છે. આ રાશિમાં શુક્ર નીચનો રહે છે. શુક્રની આ સ્થિતિ કેટલા લોકો માટે શુભ નથી. હવે આ ગ્રહ 5 સપ્ટેમ્બર સુધી કન્યા રાશિમાં રહેશે. ત્યારબાદ શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પાસેથી જાણો કન્યા રાશિમાં આવ્યા બાદ શુક્ર ગ્રહની તમામ 12 રાશિઓ પર કેવી અસર પડશે...

મેષ- તમારા માટે ષષ્ઠમ શુક્ર સામાન્ય ફળ આપનારો રહેશે. તમારી ગંભીરતા વધશે. કેટલીક ઘટનાઓની કારણ વગર ચિંતા થઈ શકે છે. ધીરજથી કામ લો.

વૃષભ- આ લોકો માટે પંચમ શુક્ર સફળતા આપનારો રહી શકે છે. કેટલાક કામ અચાનક પૂરા થશે અને ધન પ્રાપ્તિની સંભાવના છે. ઘર-પરિવાર અને સમાજમાં સન્માન વધશે.

મિથુન- તમારા માટે ચતુર્થ શુક્ર મદદગાર નહીં રહે. કામ પૂરું કરવા માટે વધારે મહેનત કરવી પડશે. પડકારો હશે

કર્ક- તૃતીય શુક્ર શુભ ફળ આપી શકે છે. વેપારીઓને લાભ થઈ શકે છે. ચિંતામાંથી મુક્તિ મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

સિંહ- તમારા માટે દ્વિતીય શુક્ર ધનદાયક યોગ બનાવશે અને સંતાન માટે શુભ ફળ આપનાર રહેશે. નોકરીમાં પ્રમોશન મળવાનો યોગ બની રહ્યો છે. કાર્યમાં આવી રહેલી અડચણો દૂર થઈ શકે છે.

કન્યા- આ રાશિમાં શુક્ર આવવાથી પ્રસન્નતા વધશે અને સફળતા મળી શકે છે. નવી વસ્તુઓની પ્રાપ્તિ થશે.

તુલા- આ રાશિનો સ્વામી શુક્રના દ્વાદશ રહેશે. આર્થિક સમસ્યા આવી શકે છે. ઉદાસીથી બચવું. શંકાઓ રહેશે. આત્મવિશ્વાસ જાળવીને રાખવો.

વૃશ્ચિક- શુક્ર એકાદશ થવાથી સામાન્ય સમય રહેશે. ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ થવાની તક મળશે. ધન લાભ મળવાનો યોગ બની શકે છે.

ધન- આ રાશિ માટે શુક્ર દશમ થવાથી લાભદાયક રહી શકે છે. કોઈ વિશેષ કામ પૂરું થશે અને નવી વસ્તુઓ ખરીદવાની તક મળશે.

મકર- વેપારીઓ માટે નવમ શુક્ર શુભ રહી શકે છે. નોકરીમાં લાભ મળવાનો યોગ છે. સન્માનમાં વૃદ્ધિ થશે.

કુંભ- તમારા માટે શુક્ર અષ્ટમ થવાથી આર્થિક સમસ્યાઓ વધી શકે છે. માનસિક તણાવમાં પણ વૃદ્ધિ થઈ શકે છે.

મીન- શુક્ર સપ્તમ થવાથી સમયમાં સુધારો થશે. લાભદાયક સ્થિતિ રહેશે. અટવાયેલા કામ પૂરા થઈ શકે છે.