રક્ષાબંધન:ચોખા, દૂર્વા, સિક્કા સહિત 6 શુભ વસ્તુથી ઘરે જ બનાવો વૈદિક રાખડી, રેશમી કે સૂતરનો લાલ દોરો પણ ભાઈને બાંધી શકાય છે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાખડી બાંધતા સમયે મંત્ર બોલવો જોઈએ, તિલક લગાવીને ભાઈના સુખદ ભવિષ્યની કામના કરવી જોઈએ

આ વર્ષે 11 અને 12 ઓગસ્ટ બે દિવસ શ્રાવણ મહિનાની પૂનમ રહેશે. પંચાંગ ભેદના કારણે અમુક સ્થાને 11 ઓગસ્ટ તો અમુક જગ્યાએ 12 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઊજવવામાં આવશે. આ તહેવારમાં બહેન ઘરે જ વૈદિક રાખડી બનાવીને ભાઇને બાંધી શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે વૈદિક રાખડી બનાવવા માટે રેશમના કપડામાં ચોખા, દૂર્વા, સરસવના દાણા, ચંદન, કેસર અને સોના કે ચાંદીનો નાનો સિક્કો રાખી શકો છો. આ વસ્તુઓની પોટલી બનાવો. ભાઇના માથા ઉપર તિલક લગાવો અને કાંડા ઉપર રેશમી કે સૂતરના દોરા સાથે આ પોટલી બાંદી દો. રાખડી બાંધતી વખતે ભગવાન પાસે ભાઇને બધી જ પરેશાનીથી બચાવવાની પ્રાર્થના કરો.

આ વસ્તુઓનું ભાવનાત્મક મહત્ત્વ પણ છે
દૂર્વા
- દૂર્વા શ્રીગણેશને પ્રિય છે. તેને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. રાખડી સાથે તેને બાંધવાનો ભાવ એ છે કે, ભાઇને શ્રીગણેશની કૃપા મળે અને તેના બધા જ વિઘ્ન દૂર થાય. દૂર્વા ઘાસ ઝડપથી ફેલાય છે અને તે જ પ્રકારે ભાઇના જીવનમાં સુખ પણ ફેલાતુ રહે.

ચોખા- ચોખા એટલે અક્ષતનું પૂજા-પાઠમાં ખૂબ જ મહત્ત્વ છે. ભાઇ-બહેનનો પ્રેમ હંમેશાં અખંડિત રહે આ ભાવ સાથે રાખડીમાં ચોખા અખંડિત ચોખા રાખવામાં આવે છે

કેસર- થોડું કેસર પણ પોતાની મહેક અને રંગ ફેલાવે છે. આ પ્રકારે ભાઇના ગુણ પણ વધતા રહે અને તેની ખ્યાતિ થાય, આ ભાવ સાથે રાખડીમાં કેસર રાખવામાં આવે છે.

ચંદન- ચંદન શીતળતા પ્રદાન કરે છે. ભાઇના સ્વભાવમાં ઉગ્રતા નહીં શીતળતા બની રહે, ભાઇનું મન શાંત રહે તેના માટે રાખડીમાં કેસર રાખવામાં આવે છે.

સરસવના દાણા- સરસવનું આયુર્વેદમાં ખૂબ જ મહત્ત્વ છે. તેના તેલથી ત્વચામાં નિખાર આવે છે. તેનું સેવન અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. ભાઇ બધા જ પ્રકારના અવગુણોથી બચીને રહે, આ ભાવથી સરસવ રાખડીમાં બાંધવામાં આવે છે.

સોના કે ચાંદીના સિક્કા- આ ધાતુઓ મહાલક્ષ્મીને વિશેષ પ્રિય છે. રાખડી સાથે આ સિક્કા રાખીને બહેન કામના કરે છે કે, ભાઇના જીવનમાં ક્યારેય ધનની કમી ન રહે. તેને બધા જ સુખ મળે.

રાખડી ન હોય તો શું કરવું

જો વૈદિક રાખડી બનાવવા માટે આ બધી જ વસ્તુઓ ન હોય તો માત્ર રેશમનો દોરો પણ રાખડી સ્વરૂપે બાંધી શકાય છે. રેશમનો દોરો ન હોય તો પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતો લાલ દોરો બાંધી શકાય છે. જો તે પણ ન હોય તો તિલક લગાવીને ભાઇના સુખદ ભવિષ્યની કામના કરી શકો છો.

રાખડીનું મહત્ત્વઃ

ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે

सर्वरोगोपशमनं सर्वाशुभविनाशनम्। सकृत्कृते नाब्दमेकं येन रक्षा कृता भवेत्।।

રક્ષાબંધન પર્વમાં ધારણ કરવામાં આવેલ રાખડી બધા જ પ્રકારના રોગ અને અવગુણોથી બચાવે છે. આ રાખડી વર્ષમાં એકવાર ધારણ કરવાથી આખું વર્ષ વ્યક્તિની રક્ષા થાય છે.

આ મંત્રનો અર્થ- પ્રાચીન સમયમાં એક દોરા જેવા રક્ષાસૂત્રએ અસુરરાજ બલિને બાંધી દીધો હતો, તે જ પ્રકારનો દોરો હું તમને બાંધું છું. ભગવાન તમારી રક્ષા કરે. આ દોરો ક્યારેય તૂટે નહીં અને તમે હંમેશાં સુરક્ષિત રહો. દેવી લક્ષ્મીએ રાજા બલિને રક્ષાસૂત્ર બાંધીને ભગવાન વિષ્ણુને મુક્ત કરાવ્યાં હતાં.

ભાઇ ન હોય તો આરાધ્ય દેવને રાખડી બાંધી શકાય છે
જે મહિલાઓનો કોઇ ભાઇ ન હોય તેઓ હનુમાન, શ્રીકૃષ્ણ, શિવજી અથવા પોતાના આરાધ્ય દેવને રક્ષાસૂત્ર બાંધી શકે છે. પુરૂષો પણ ભગવાનને રક્ષાસૂત્ર બાંધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...