રક્ષાબંધન:આજે રાખડી બાંધવા માટે ત્રણ શુભ મુહૂર્ત અને ત્રણ શુભ યોગ, 474 વર્ષ પછી દુર્લભ યોગમાં ઊજવાશે રક્ષાબંધન

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો કોઈ પ્રભાવ રહેશે નહીં
  • શોભન, અમૃત અને ગજકેસરી યોગમાં આ પર્વ ઊજવાશે

આજે રક્ષાબંધન છે. મોટાભાગે આ પર્વ શ્રવણ નક્ષત્રમાં ઊજવવામાં આવે છે, પરંતુ આ વખતે ઘનિષ્ઠા નક્ષત્રમાં રાખડી બાંધવામાં આવશે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે આખો દિવસ ભદ્રા રહેશે નહીં. આ કારણે દિવસભર રક્ષાબંધન ઊજવવામાં આવી શકે છે. રવિવારે ગુરુ કુંભ રાશિમાં વક્રી છે અને સાથે જ ચંદ્ર પણ છે. આ ગ્રહોના કારણે ગજકેસરી યોગ બની રહ્યો છે. 2021 પહેલાં 1547માં ઘનિષ્ઠા નક્ષત્ર અને સૂર્ય, મંગળ અને બુધના દુર્લભ યોગમાં રક્ષાબંધન ઊજવવામાં આવી હતી.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ વર્ષે રક્ષાબંધનના દિવસે સૂર્ય, મંગળ અને બુધ સિંહ રાશિમાં રહેશે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય જ છે. આ રાશિમાં તેનો મિત્ર મંગળ પણ રહેશે. આ દિવસે શુક્ર કન્યા રાશિમાં રહેશે. ગ્રહોનો આ યોગ શુભફળ આપનાર રહેશે. આવો યોગ 2021થી 247 વર્ષ પહેલાં બન્યો હતો. 11 ઓગસ્ટ 1547ના રોજ ઘનિષ્ઠા નક્ષત્રમાં રક્ષાબંધન ઊજવવામાં આવી હતી અને સૂર્ય, મંગળ, બુધની આવી જ સ્થિતિ હતી. તે સમયે શુક્ર બુધની મિથુન રાશિમાં હતો, જ્યારે આ વર્ષે શુક્ર બુધ ગ્રહની કન્યા રાશિમાં સ્થિત છે.

રક્ષાબંધન ઉપર શોભન યોગ સવારે લગભગ 10.37 વાગ્યા સુધી રહેશે. અમૃત યોગ સવારે 5.40થી સાંજે 5.30 વાગ્યા સુધી રહેશે. રવિવારે ઘનિષ્ઠા નક્ષત્ર હોવાથી માતંગ નામનો શુભ યોગ પણ રહેશે.

આ તહેવારમાં બહેન ઘરે જ વૈદિક રાખડી બનાવીને ભાઇને બાંધી શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે વૈદિક રાખડી બનાવવા માટે રેશમના કપડામાં ચોખા, દૂર્વા, સરસવના દાણા, ચંદન, કેસર અને સોના કે ચાંદીનો નાનો સિક્કો રાખી શકો છો. આ વસ્તુઓની પોટલી બનાવો. ભાઇના માથા ઉપર તિલક લગાવો અને કાંડા ઉપર રેશમી કે સૂતરના દોરા સાથે આ પોટલી બાંદી દો. રાખડી બાંધતી વખતે ભગવાન પાસે ભાઇને બધી જ પરેશાનીથી બચાવવાની પ્રાર્થના કરો.

આ વસ્તુઓનું ભાવનાત્મક મહત્ત્વ પણ છેઃ-
દૂર્વા-
દૂર્વા શ્રીગણેશને પ્રિય છે. તેને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. રાખડી સાથે તેને બાંધવાનો ભાવ એ છે કે, ભાઇને શ્રીગણેશની કૃપા મળે અને તેના બધા જ વિઘ્ન દૂર થાય. દૂર્વા ઘાસ ઝડપથી ફેલાય છે અને તે જ પ્રકારે ભાઇના જીવનમાં સુખ પણ ફેલાતુ રહે.

ચોખા- ચોખા એટલે અક્ષતનું પૂજા-પાઠમાં ખૂબ જ મહત્ત્વ છે. ભાઇ-બહેનનો પ્રેમ હંમેશાં અખંડિત રહે આ ભાવ સાથે રાખડીમાં ચોખા અખંડિત ચોખા રાખવામાં આવે છે

કેસર- થોડું કેસર પણ પોતાની મહેક અને રંગ ફેલાવે છે. આ પ્રકારે ભાઇના ગુણ પણ વધતા રહે અને તેની ખ્યાતિ થાય, આ ભાવ સાથે રાખડીમાં કેસર રાખવામાં આવે છે.

ચંદન- ચંદન શીતળતા પ્રદાન કરે છે. ભાઇના સ્વભાવમાં ઉગ્રતા નહીં શીતળતા બની રહે, ભાઇનું મન શાંત રહે તેના માટે રાખડીમાં કેસર રાખવામાં આવે છે.

સરસવના દાણા- સરસવનું આયુર્વેદમાં ખૂબ જ મહત્ત્વ છે. તેના તેલથી ત્વચામાં નિખાર આવે છે. તેનું સેવન અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. ભાઇ બધા જ પ્રકારના અવગુણોથી બચીને રહે, આ ભાવથી સરસવ રાખડીમાં બાંધવામાં આવે છે.

સોના કે ચાંદીના સિક્કા- આ ધાતુઓ મહાલક્ષ્મીને વિશેષ પ્રિય છે. રાખડી સાથે આ સિક્કા રાખીને બહેન કામના કરે છે કે, ભાઇના જીવનમાં ક્યારેય ધનની કમી ન રહે. તેને બધા જ સુખ મળે.

રાખડી બાંધતી સમયે મંત્ર બોલવો જોઇએ, તિલક લગાવીને ભાઇના સુખદ ભવિષ્યની કામના કરવી જોઇએ
રાખડી બાંધતી સમયે મંત્ર બોલવો જોઇએ, તિલક લગાવીને ભાઇના સુખદ ભવિષ્યની કામના કરવી જોઇએ

રાખડી ન હોય તો શું કરવું-
જો વૈદિક રાખડી બનાવવા માટે આ બધી જ વસ્તુઓ ન હોય તો માત્ર રેશમનો દોરો પણ રાખડી સ્વરૂપે બાંધી શકાય છે. રેશમનો દોરો ન હોય તો પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતો લાલ દોરો બાંધી શકાય છે. જો તે પણ ન હોય તો તિલક લગાવીને ભાઇના સુખદ ભવિષ્યની કામના કરી શકો છો.

રાખડીનું મહત્ત્વઃ-

ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે-

सर्वरोगोपशमनं सर्वाशुभविनाशनम्।
सकृत्कृते नाब्दमेकं येन रक्षा कृता भवेत्।।

રક્ષાબંધન પર્વમાં ધારણ કરવામાં આવેલ રાખડી બધા જ પ્રકારના રોગ અને અવગુણોથી બચાવે છે. આ રાખડી વર્ષમાં એકવાર ધારણ કરવાથી આખું વર્ષ વ્યક્તિની રક્ષા થાય છે.

જે મહિલાઓનો કોઇ ભાઇ ન હોય તેઓ હનુમાન, શ્રીકૃષ્ણ, શિવજી અથવા પોતાના આરાધ્ય દેવને રક્ષાસૂત્ર બાંધી શકે છે. પુરૂષો પણ ભગવાનને રક્ષાસૂત્ર બાંધી શકે છે.
જે મહિલાઓનો કોઇ ભાઇ ન હોય તેઓ હનુમાન, શ્રીકૃષ્ણ, શિવજી અથવા પોતાના આરાધ્ય દેવને રક્ષાસૂત્ર બાંધી શકે છે. પુરૂષો પણ ભગવાનને રક્ષાસૂત્ર બાંધી શકે છે.

રાખડી બાંધતી વખતે આ મંત્ર બોલોઃ-

येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः।
तेन त्वां अभिबध्नामि रक्षे मा चल मा चल।।

આ મંત્રનો અર્થ- પ્રાચીન સમયમાં એક દોરા જેવા રક્ષાસૂત્રએ અસુરરાજ બલિને બાંધી દીધો હતો, તે જ પ્રકારનો દોરો હું તમને બાંધું છું. ભગવાન તમારી રક્ષા કરે. આ દોરો ક્યારેય તૂટે નહીં અને તમે હંમેશાં સુરક્ષિત રહો. દેવી લક્ષ્મીએ રાજા બલિને રક્ષાસૂત્ર બાંધીને ભગવાન વિષ્ણુને મુક્ત કરાવ્યાં હતાં.

ભાઇ ન હોય તો આરાધ્ય દેવને રાખડી બાંધી શકાય છેઃ-
જે મહિલાઓનો કોઇ ભાઇ ન હોય તેઓ હનુમાન, શ્રીકૃષ્ણ, શિવજી અથવા પોતાના આરાધ્ય દેવને રક્ષાસૂત્ર બાંધી શકે છે. પુરૂષો પણ ભગવાનને રક્ષાસૂત્ર બાંધી શકે છે.