તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Vat Savitri Vrat Puja Vidhi 2021 | Satyavan Savitri Katha Fasting Upvas Rules, Vat Savitri Vrat Importance (Mahatva) And Significance

પરિણીતાઓનો પર્વ:પતિની લાંબી ઉંમર અને પરિવારની સમૃદ્ધિ માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વટ વૃક્ષની નીચે સાવિત્રી અને સત્યવાનની મૂર્તિની સ્થાપના થાય છે, પૂજા પછી વડના ઝાડની પરિક્રમા કરવામા આવે છે

હિંદુ ધર્મમાં વટ સાવિત્રીનું વ્રત પરિણીતા મહિલાઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ વ્રતને પરિણીતા મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સંતાનહીન સ્ત્રીઓ ગુણવાન સંતાન પ્રાપ્ત કરવા માટે રાખે છે. ભારતના અમુક રાજ્યોમાં વૈશાખ મહિનામાં વદ પક્ષની અમાસ તિથિએ આ વ્રત રાખવાની પરંપરા છે. ગુજરાતમા આ વ્રત જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે એટલે ગુજરાતમાં 22 જૂન, મંગળવારના રોજ આ વ્રત શરૂ થશે અને 24 જૂન, ગુરુવારે પૂર્ણ થશે. આ વ્રતમાં વડના ઝાડની પૂજા કરવામાં આવે છે અને 3 દિવસ સુધી વ્રત રાખવામાં આવે છે.

વડના ઝાડ નીચે મૂર્તિની સ્થાપના થાય છેઃ-
આ વ્રતના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. આ દિવસે વડની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે. ઝાડની નીચે સાવિત્રી અને સત્યવાનની મૂર્તિ રાખો. તે પછી મૂર્તિ અને ઝાડ ઉપર બધી જ પૂજન સામગ્રી અર્પણ કરો. લાલ નાડાછડીને ઝાડમાં સાતવાર પરિક્રમા કરીને બાંધી દો. આ દિવસે વ્રત કથા સાંભળીને ભગવાનનું વધારેમાં વધારે ધ્યાન કરો.

વડના ઝાડ નીચે જ પતિને જીવન મળ્યા પછી તે ઝાડના ફૂલ ખાઈને અને જળ પીને સાવિત્રીએ પોતાનો ઉપવાસ પૂર્ણ કર્યો હતો
વડના ઝાડ નીચે જ પતિને જીવન મળ્યા પછી તે ઝાડના ફૂલ ખાઈને અને જળ પીને સાવિત્રીએ પોતાનો ઉપવાસ પૂર્ણ કર્યો હતો

પૌરાણિક કથાઃ-
પૌરાણિક કથા છે કે સાવિત્રી નામની એક પતિવ્રત સ્ત્રી હતી, જેણે યમરાજ સામે લડીને પોતાના પતિના જીવનની રક્ષા કરી હતી, તેને ફરી જીવિત કર્યો હતો. તેના માટે સાવિત્રીએ ખાન-પાન વિના 3 દિવસ સુધી પતિના પ્રાણ માટે તપસ્યા કરી હતી.

વડના ઝાડ નીચે જ પતિને જીવન મળ્યા પછી તે ઝાડના ફૂલ ખાઈને અને જળ પીને સાવિત્રીએ પોતાનો ઉપવાસ પૂર્ણ કર્યો હતો. એટલે ત્યારથી જ વડને જીવન આપનાર ઝાડ માનીને તેની પૂજા કરવામાં આવે છે. સાવિત્રીના તપને ધ્યાનમાં રાખીને પતિની લાંબી ઉંમરની કામના સાથે પરણિત મહિલાઓ સોળ શ્રૃંગાર કરીને આ વ્રત રાખે છે અને અખંડ સુહાગનો આશીર્વાદ પૂજા અને આરાધના દ્વારા પ્રાપ્ત કરે છે.