તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરંપરા:સાવિત્રીએ પતિ માટે 3 દિવસ સુધી વ્રત રાખ્યું હતું, ભારતમાં અમુક સ્થાને જેઠ મહિનાની પૂનમના દિવસે આ વ્રત કરવામાં આવે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતના અમુક રાજ્યોમાં આજથી વટ સાવિત્રી વ્રતની શરૂઆત થશે, દક્ષિણ ભારતમાં તેને કરાદાઇયન નૌંબૂ કહેવામાં આવે છે

વૈશાખ મહિનાની અમાસના દિવસે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 10 જૂનના રોજ રહેશે. ગુજરાતમા આ વ્રત જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે એટલે ગુજરાતમાં 22 જૂન, મંગળવારના રોજ આ વ્રત શરૂ થશે અને 24 જૂન, ગુરુવારે પૂર્ણ થશે. નારદ પુરાણમાં આ વ્રતને બ્રહ્મ સાવિત્રી વ્રત પણ કહેવામાં આવે છે. આ દિવસે પરિણીતા મહિલાઓ પતિની લાંબી ઉંમરની કામના સાથે કશું જ ખાધા વિના નિર્જળા વ્રત કરે છે. સાથે જ, વડના ઝાડની પૂજા અને પરિક્રમા કરીને સૌભાગ્ય સામગ્રીઓ દાન કરે છે.

દક્ષિણ ભારતમાં કરાદાઇન નૌંબૂ કહેવામાં આવે છેઃ-
આ વ્રત ઉત્તર ભારતમાં વૈશાખ મહિનાની અમાસના દિવસે કરવામાં આવે છે. ત્યાં જ થોડા રાજ્યોમાં જેઠ મહિનાની પૂનમના દિવસે આ વ્રત કરવામાં આવે છે. વટ સાવિત્રી વ્રત ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રમા કરવામા આવે છે. ત્યાં જ, દક્ષિણ ભારતમા પરણિત મહિલાઓ ખાસ કરીને તમિલનાડુ અને કર્ણાટકમા કરાદાઇન નૌંબૂના નામથી આ વ્રત કરે છે.

આ વ્રત તેરસ તિથિ એટલે કોઇપણ પક્ષના તેરમા દિવસથી શરૂ થાય છે.
આ વ્રત તેરસ તિથિ એટલે કોઇપણ પક્ષના તેરમા દિવસથી શરૂ થાય છે.

3 દિવસ પહેલાંથી આ વ્રત શરૂ થઈ જાય છેઃ-
વટ સાવિત્રી વ્રત જેઠ મહિનાની પૂનમના 3 દિવસ પહેલાંથી શરૂ થઈ જાય છે. આ વ્રત તેરસ તિથિ એટલે કોઇપણ પક્ષના તેરમા દિવસથી શરૂ થાય છે. આવું એઠલા માટે કરવામાં આવે છે કેમ કે સાવિત્રીએ પણ પોતાના પતિના જીવન માટે સતત 3 દિવસ સુધી વ્રત રાખ્યું હતું.

પૌરાણિક કથાઓ પ્રમાણે માનવામાં આવે છે કે વટના ઝાડના મૂળ એટલે જડને ભગવાન શિવ, મધ્યમા ભગવાન વિષ્ણુ અને ઉપરના ભાગમાં બ્રહ્માજી રહે છે. એટલે વટ વૃક્ષ એટલે વડને દેવ વૃક્ષ પણ કહેવામાં આવે છે. સાથે જ દેવી સાવિત્રીનો વાસ પણ આ ઝાડમાં માનવામાં આવે છે.

આ વ્રતના એક દિવસ પહેલાં મહિલાઓ મહેંદી લગાવે છે અને સોળ શ્રૃંગારની તૈયારી કરે છે. આવું કરવા પાછળ લગ્નજીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના હોય છે
આ વ્રતના એક દિવસ પહેલાં મહિલાઓ મહેંદી લગાવે છે અને સોળ શ્રૃંગારની તૈયારી કરે છે. આવું કરવા પાછળ લગ્નજીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના હોય છે

સૌભાગ્ય માટે શિવ-પાર્વતી અને સાવિત્રીની પૂજાઃ-
જેઠ મહિનામા આ વ્રત કરવામાં આવે છે. આ વ્રતના એક દિવસ પહેલાં મહિલાઓ મહેંદી લગાવે છે અને સોળ શ્રૃંગારની તૈયારી કરે છે. આવું કરવા પાછળ લગ્નજીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના હોય છે. વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલાં જાગીને ઘરની સફાઈ કરીને સ્નાન કરે છે. તે પછી પૂજાની તૈયારીઓ સાથે નૈવેદ્ય બનાવે છે. પછી વડના ઝાડની નીચે ભગવાન શિવ-પાર્વતી અને ગણેશની પૂજા કરે છે. તે પછી તે ઝાડને પાણી પીવડાવે છે. પછી ઝાડ ઉપર નાડાછડી બાંધે છે. શ્રદ્ધાપ્રમાણે થોડી મહિલાઓ 11 અથવા 21 વાર ઝાડની પરિક્રમા સાથે દોરો લપેટે છે. થોડી મહિલાઓ 108 પરિક્રમા પણ કરે છે.