• Gujarati News
 • Dharm darshan
 • Dharm
 • Vat Savitri Purnima Vrat Katha 2021 | Vat Savitri Vrat Puja Vidhi Fasting Upvas Rules, Vat Savitri Vrat Importance (Mahatva) And Significance

24મીએ જેઠ પૂનમ:ગુરુવારે આ પર્વના દિવસે સૌભાગ્યમા વૃદ્ધિ કરનાર વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણ પ્રમાણે જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે

હિંદુ ધર્મમા પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે. દર વર્ષે આ વ્રત દેશના થોડા ભાગમાં વૈશાખ મહિનાની અમાસના દિવસે તો થોડા ભાગમાં જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે. પરંતુ સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમા જેઠ મહિનાની પૂનમના દિવસે જ આ વ્રતને કરવાનું વિધાન છે. આ વખતે વટ સાવિત્રી વ્રત માટે ખૂબ જ સારો સંયોગ બની રહ્યો છે. આ વખતે 24 જૂનના રોજ વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે. આ દિવસ, તિથિ, વાર અને નક્ષત્રના સંયોગથી સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે. ત્યાં જ સૂર્ય-ચંદ્રની સ્થિતિ દ્વારા સિદ્ધ નામનો એક શુભ યોગ પણ બનશે.

વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિઃ-

 • આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને તીર્થના જળથી સ્નાન કરવું જોઈએ.
 • ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરીને તેમની સામે સાવિત્રી અને વડના ઝાડની પૂજાનો સંકલ્પ કરવો જોઈએ.
 • પૂજા અને સંકલ્પ લીધા પછી નૈવેદ્ય બનાવો અને સિઝનલ ફળ ભેગા કરવાં.
 • પૂજા સામગ્રી સાથે વડના ઝાડની નીચે પૂજા શરૂ કરો.
 • પૂજામાં માટીનું શિવલિંગ બનાવો. પૂજાની સોપારીને ગૌરી અને ગણેશ માનીને પૂજા કરવી જોઈએ.
 • તેમની સાથે જ સાવિત્રીની પૂજા પણ કરો.
 • પૂજા પછી વડના ઝાડમાં 1 કળશ જળ ચઢાવો
 • પૂજા પછી પોતાની મનોકામના ધ્યાન કરીને શ્રદ્ધા પ્રમાણે ઝાડની 11, 21 કે 108 પરિક્રમા કરો.
 • પરિક્રમા કરતી સમયે કાચો સૂત્તરનો દોરો પણ ઝાડ ઉપર લપેટવો જોઈએ.
આ દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાનું વિધાન છે. માન્યતા છે કે આ કથા સાંભળવાથી મનગમતા ફળની પ્રાપ્તિ થાય છે
આ દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાનું વિધાન છે. માન્યતા છે કે આ કથા સાંભળવાથી મનગમતા ફળની પ્રાપ્તિ થાય છે

યમરાજે સત્યવાનના પ્રાણ પાછા આપ્યાં હતાંઃ-
આ વ્રત રાખવાથી પતિ ઉપર આવતા સંકટ દૂર થાય છે અને આયુષ્ટ લાંબુ થાય છે. એ જ નહીં જો લગ્નજીવનમાં કોઈ પરેશાની ચાલી રહી હોય તો આ વ્રતના પ્રતાપથી દૂર થાય છે. પરિણીત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સુખદ લગ્નજીવનની કામના કરીને વડના ઝાડની નીચે પૂજા-અર્ચના કરે છે. આ દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાનું વિધાન છે. માન્યતા છે કે આ કથા સાંભળવાથી મનગમતા ફળની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક કથા પ્રમાણે સાવિત્રી મૃત્યુના દેવતા યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લાવી હતી.