તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વટ સાવિત્રી વ્રતના દિવસે શુભ સંયોગ:10 જૂને ચતુર્ગ્રહી યોગ, વૈશાખ મહિનાની અમાસ શનિ અને કેતુની જન્મ તિથિ છે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વખતે પંચાંગ ભેદ હોવાથી દેશના થોડા ભાગમાં 9 અને થોડી જગ્યાએ 10 જૂને વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે

હિંદુ ધર્મમા પતિની લાંબી ઉંમર માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે. દર વર્ષે આ વ્રત વૈશાખ મહિનાની અમાસના દિવસે ઊજવવામાં આવે છે. ગુજરાતમાં આ વ્રત જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે એટલે ગુજરાતમાં 22 જૂન, મંગળવારના રોજ આ વ્રત શરૂ થશે અને 24 જૂન, ગુરુવારે પૂર્ણ થશે. આ વખતે વટ સાવિત્રી વ્રત માટે ખૂબ જ સારો સંયોગ બની રહ્યો છે. આ વખતે પંચાંગ ભેદ હોવાથી દેશના થોડા ભાગમાં 9 અને થોડી જગ્યાએ 10 જૂને વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે. આ દિવસે ચંદ્ર પોતાના જ નક્ષત્ર એટલે રોહિણીમાં રહેશે. સાથે જ, વૃષભ રાશિમાં ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે. નક્ષત્રોની આ સ્થિતિ શુભ રહેશે. આ અમાસ શનિ-કેતુની જન્મ તિથિ પણ છે. એટલે આ દિવસે વડના ઝાડ સાથે પીપળાની પૂજા કરીને શનિદેવને પ્રસન્ન કરી શકાય છે.

આ વખતે પંચાંગ ભેદ હોવાથી દેશના થોડા ભાગમાં 9 અને થોડી જગ્યાએ 10 જૂને વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે
આ વખતે પંચાંગ ભેદ હોવાથી દેશના થોડા ભાગમાં 9 અને થોડી જગ્યાએ 10 જૂને વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે

રોહિણી નક્ષત્ર સાથે ચતુર્ગ્રહી યોગ શુભઃ-
જ્યોતિષાચાર્ય ડો. મૃત્યુંજય તિવારીના જણાવ્યા પ્રમાણે આ દિવસે ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ અને પોતાના જ નક્ષત્ર એટલે રોહિણીમાં રહેશે. રોહિણીને બધા નક્ષત્રોમાં શુભ માનવામાં આવે છે. સાથે જ, વૃષભ રાશિમાં સૂર્ય, ચંદ્ર, બુધ અને રાહુની યુતિ ચતુર્ગ્રહી યોગ બનાવી રહી છે. આ યોગ શુભ રહેશે. અમાસના દિવસે શનિ પોતાની જ રાશિમા વક્રી ચાલ ચાલશે. વક્રી શનિ શુભ ફળ આપનાર હોય છે. આ દિવસે સૂર્યોદયની કુંડળીના લગ્ન ભાવમાં શુક્ર રહેશે. સૌભાગ્ય અને સમૃદ્ધિ આપનાર આ ગ્રહની શુભ સ્થિતિથી વટ સાવિત્રી વ્રતનું ફળ વધી જશે.

વૈશાખ અમાસઃ શનિ અને કેતુની જન્મ તિથિઃ-
ડો. તિવારીના જણાવ્યા પ્રમાણે ગ્રંથોમાં વેશાખ મહિનાની અમાસને શનિદેવ સાથે જ કેતુની પણ જન્મ તિથિ કહેવામાં આવે છે. આ દિવસે કેતુ ગ્રહ, શનિના નક્ષત્રમાં અને શનિ દેવ ચંદ્રના નક્ષત્રમા રહીને પોતાની જ રાશિ મકરમાં રહેશે. આ સ્થિતિ શુભ માનવામાં આવી રહી છે. આ દિવસે એક લોટામાં પાણી, કાચુ દૂધ અને થોડા કાળા તલ મિક્સ કરીને પીપળામાં ચઢાવવાથી ગ્રહ દોષ દૂર થાય છે. સાથે જ શનિ મંદિર કે પોતાના ઘરની અગાસીમાં આ દિવસે ધજા ફરકાવવી જોઈએ. તેનાથી કેતુ સાથે જોડાયેલાં દોષ દૂર થાય છે.

પરિણીતાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સુખદ લગ્નજીવનની કામના કરીને આ દિવસે વડના ઝાડ નીચે પૂજા-અર્ચના કરે છે
પરિણીતાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સુખદ લગ્નજીવનની કામના કરીને આ દિવસે વડના ઝાડ નીચે પૂજા-અર્ચના કરે છે

યમરાજે સત્યવાનના પ્રાણ પાછા આપ્યાં હતાંઃ-
આ વ્રત રાખવાથી પતિ ઉપર આવતા સંકટ જતા રહે છે અને આયુષ્ય લાંબુ થઈ જાય છે. એવું જ નહીં, જો લગ્નજીવનમાં કોઈ પરેશાની ચાલી રહી હોય તો તે પણ આ વ્રતના પ્રતાપથી દૂર થઈ જાય છે. પરિણીતાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સુખદ લગ્નજીવનની કામના કરીને આ દિવસે વડના ઝાડ નીચે પૂજા-અર્ચના કરે છે. આ દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાનું વિધાન છે. માન્યતા છે કે આ કથાને સાંભળવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક કથા પ્રમાણે સાવિત્રી મૃત્યુના દેવતા યમરાજ સાથે પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લઈને આવી હતી.