તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વસંત પંચમી:દેવી સરસ્વતીની પૂજામાં પ્રતિમા, કમળનું ફૂલ, કમળ, હંસની તસવીર રાખવી જોઇએ

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓએ તેમના રૂમમાં દેવી સરસ્વતીની મૂર્તિ કે તસવીર રાખવી જોઇએ, રોજ કરવા જોઇએ દર્શન

આજે 16 ફેબ્રુઆરીએ વસંત પંચમી ઊજવવામાં આવી રહી છે. આ તિથિએ દેવી સરસ્વતીની વિશેષ પૂજા કરવી જોઇએ. જે લોકો કોઇ વિદ્યા પ્રાપ્ત કરવા માગે છે અથવા કોઇ કોર્સ કરી રહ્યા છે, તેમણે વસંત પંચમીએ દેવી મંત્ર ઓમ એં સરસ્વત્યૈ નમઃનો જાપ ઓછામાં ઓછો 108વાર કરવો જોઇએ. દેવી સરસ્વતીની પૂજા કરો. ધૂપ-દીપ પ્રગટાવો અને આ મંત્રનો જાપ કરો.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પૂજામાં દેવી પ્રતિમા સાથે જ કમળનું ફૂલ, કલમ એટલે પેન, હંસની તસવીર કે મૂર્તિ, નાની વીણા, મોરપાંખ પણ રાખવા જોઇએ. વિદ્યાર્થીઓએ આ વસ્તુઓ પોતાના સ્ટડી રૂમમાં પણ રાખવી જોઇએ. રોજ અભ્યાસ શરૂ કરતાં પહેલાં દેવીના દર્શન કરો અને પછી અભ્યાસ શરૂ કરો. આવું કરવાથી એકાગ્રતા જળવાયેલી રહે છે અને અભ્યાસમાં મન લાગે છે. જાણો આ વસ્તુઓ સાથે જોડાયેલી થોડી ખાસ વાતો...

વીણાઃ વીણા દેવી સરસ્વતીને સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે. વીણા ઘરમાં રાખવાથી સુખ-શાંતિ જળવાયેલી બની રહે છે. તેની પોઝિટિવ ઊર્જાથી વિદ્યાર્થીઓની રચનાત્મકતા વધે છે.

હંસની ફોટો કે મૂર્તિઃ હંસ દેવી સરસ્વતીનું વાહન છે. હંસની તસવીર કે શો-પીસ ઘરમાં એવી જગ્યાએ રાખો કે જ્યાં ઘરના બધા લોકોની નજર તેના ઉપર પડી શકે. તેનાથી મન હંમેશાં શાંત રહે છે.

મોરપાંખઃ મોરપાંખ અનેક દેવી-દેવતાઓની પૂજામાં ખાસ રાખવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી સુંદરતા વધે છે અને નકારાત્મકત ઊર્જાનો પ્રભાવ દૂર થાય છે. ઘરના મંદિરમાં અને બાળકોના સ્ટડી રૂમમાં તેને રાખો.

કમળનું ફૂલઃ પૂજામા અન્ય ફૂલો સાથે જ કમળનું ફૂલ પણ રાખો. કમળનું ફૂલ મંદિરમાં રાખવાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાયેલી રહે છે. કમળ પવિત્રતાનું પ્રતીક છે. તેની શુભ અસરથી વિચારોમાં પોઝિટિવિટી વધે છે.

સરસ્વતીની મૂર્તિ કે તસવીરઃ દેવી સરસ્વતીની મૂર્તિ ઘરમાં કે સ્ટડી રૂમમાં રાખો. વિદ્યાર્થીઓ દેવીના દર્શન રોજ કરશે તો બુદ્ધિ વધે છે અને અભ્યાસમાં મન લાગે છે.

કમળ એટલે પેનઃ અભ્યાસ સાથે જોડાયેલાં દરેક કામમાં પેનનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી પેન વિના પોતાની વિદ્યા પૂર્ણ કરી શકતાં નથી. એટલે દેવી પૂજામાં પેન રાખવી જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો