તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મંગળવાર, 16 ફેબ્રુઆરીએ દેવી સરસ્વતીનો પ્રકટ ઉત્સવ એટલે વસંતપંચમી છે. આ દિવસે દેવી સરસ્વતીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. જે લોકો નવી વિદ્યા શીખવાની શરૂઆત કરવા માગે છે અથવા કોઇ નવો કોર્સ કરવા ઇચ્છે છે તો એની શરૂઆત માટે વસંતપંચમી ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે.
દેવી સરસ્વતી વિદ્યા અને બુદ્ધિની દેવી છે. દેવી સરસ્વતીનું વાહન હંસ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, હંસનો ગુણ હોય છે કે એ દૂધ અને પાણીને અલગ કરી શકે છે. જે લોકો દેવી સરસ્વતીની પૂજા કરે છે તેમણે પણ દેવીની કૃપાનો આવો જ ગુણ મળી શકે છે, એટલે કે ભક્તો યોગ્ય અને અયોગ્યને સરળતાથી સમજી શકે છે.
વસંતપંચમીએ દેવી સરસ્વતીની દ્વાદશ નામાવલિનો પાઠ કરવો જોઇએઃ-
प्रथम भारती नाम द्वितीयं सरस्वती।
तृतीयं शारदा देवी चतुर्थं हंसवाहिनी।।
पंचमं जगती ख्याता षष्ठं वागीश्वरी तथा।
सप्तमं कुमुदी प्रोक्ता अष्टमं ब्रह्मचारिणी।।
नवमं बुद्धिदात्री च दशमं वरदायिनी।
एकादशं चंद्रकान्तिर्द्वादशं भुवनेश्वरी।।
द्वादशैतानि नामानि त्रिसन्ध्यं च: पठेन्नर:।
जिह्वाग्रे वसते नित्यं ब्रह्मरूपा सरस्वती।।
આખરે હંસ સરસ્વતીનું વાહન કેમ છે?
સૌથી પહેલા તો આ વાત સમજવી પડશે કે અહીં વાહનનો અર્થ એ નથી કે દેવી તેની ઉપર વિરાજમાન થઇને આવાગમન કરે છે. આ એક સંદેશ છે, જેને આપણે આત્મસાત્ કરી આપણા જીવનને શ્રેષ્ઠતા તરફ લઇ જઇ શકીએ છીએ. હંસને વિવેકનું પ્રતીક કહેવામાં આવે છે. સંસ્કૃત સાહિત્યમાં નીર-ક્ષીર વિવેકનો ઉલ્લેખ છે. એનો અર્થ થાય છે- દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું. આ ક્ષમતા હંસમાં વિદ્યમાન હોય છે
હંસનો રંગ સફેદ હોય છે. આ રંગ પવિત્રતા અને શાંતિનું પ્રતીક છે. શિક્ષા પ્રાપ્તિ માટે પવિત્રતા જરૂરી છે. પવિત્રતાથી શ્રદ્ધા અને એકાગ્રતા આવે છે. શિક્ષાની ઓળખ જ્ઞાન છે. જ્ઞાનથી આપણને યોગ્ય અને અયોગ્ય અથવા શુદ્ધ તથા અશુદ્ધની ઓળખ થાય છે. આને જ વિવેક કહેવાય છે.
જે પવિત્રતા અને શ્રદ્ધાથી જ્ઞાનની પ્રાપ્તિ કરશે તેના પર સરસ્વતીની કૃપા રહેશે. સરસ્વતીની પૂજા-ઉપાસનાનું ફળ જ આપણા અંતઃકરણમાં વિવેક સ્વરૂપે પ્રકાશિત થાય છે. હંસના આ ગુણને આપણે જીવનમાં અપનાવી લઇએ તો ક્યારેય અસફળ થઇ શકીએ નહીં. સાચી વિદ્યા એ જ છે જેનાથી આત્મિક શાંતિ પ્રાપ્ત થાય.
સરસ્વતીનું વાહન હંસ આપણને એ સંદેશ આપે છે કે આપણે પવિત્ર અને શ્રદ્ધાવાન બનીને જ્ઞાન પ્રાપ્ત કરવું અને આપણાં જીવનને સફળ બનાવવું.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.