તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશના ચારધામમાંથી જગન્નાથ પુરી મંદિરમાં વસંત પંચમીએ એક દાનદાતાએ 4 કિલો 858 ગ્રામ સોના-ચાંદીના ઘરેણાં ભેટમાં આપ્યાં છે. તેમાં 3 કિલો 876 ગ્રામ ચાંદી અને અન્ય ઘરેણાં સોનાના છે.
આ ઘરેણાંઓમાં ભગવાન બળદેવ, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથ માટે શ્રીમુખ કમળ અને મુકુટ સામેલ છે. માતા સુભદ્રા માટે બે માળા પણ બનાવવામાં આવી છે. વસંત પંચમીના દિવસે દાનદાતાએ મંદિર કાર્યાલયના વ્યવસ્થાપક કૃષ્ણ કુમારને આ ઘરેણાંઓ આપ્યાં છે.
મંદિરમાં સામાન્ય ભક્તો માટે પણ દર્શન વ્યવસ્થા શરૂ થઇ ગઇ છે. ભક્તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મંદિરમાં સરળતાથી દર્શન કરી શકે છે. વસંત પંચમીથી જ આવનારી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે રથયાત્રા કાઢવામાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો.
ભગવાન જગન્નાથની રથયાત્રા 12 જુલાઈએ કાઢવામાં આવશે. તેના માટે વસંત પંચમીએ લાકડાઓનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. યાત્રા માટે 3 રથ તૈયાર કરવામાં આવશે. નયગદાથી લાવવામાં આવેલાં 12 ફૂટના 3 લાકડાનું અનુષ્ઠાન મંદિરના રાજગુરુ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પૂજાથી લાકડાઓનું શુદ્ધિકરણ થાય છે. રથસંહિતા પ્રમાણે 3 રથના નિર્માણ માટે લાકડાના 865 ટુકડાઓની જરૂરિયાત હોય છે. હવે રથના નિર્માણનું કામ અક્ષય તૃતીયાના દિવસથી શરૂ થશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.