તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તહેવાર:નવી વિદ્યા શીખવાની શરૂઆત કરવા માટે વસંત પંચમી સૌથી સારો દિવસ માનવામાં આવે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરસ્વતીજીની પૂજા કરવાથી વિદ્યા મળે છે અને વિદ્યાથી ધન-સંપત્તિ સાથે જોડાયેલી મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે

મંગળવાર, 16 ફેબ્રુઆરીએ મહા મહિનાના સુદ પક્ષની પાંચમ છે, આ તિથિએ વસંત પંચમી ઊજવવામાં આવે છે. માન્યતા પ્રમાણે આ દિવસે દેવી સરસ્વતી પ્રકટ થયાં હતાં. આ તિથિને વાગીશ્વરી જયંતી અને શ્રીપંચમી પણ કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મના જણાવ્યા પ્રમાણે વસંત પંચમીના દિવસથી નવી વિદ્યા કે નવા કોર્સની શરૂઆત કરવી જોઇએ. આ તિથિએ સરસ્વતી દેવી સાથે જ વીણાની પૂજા કરવી જોઇએ.

જો તમે કોઇ નવી વિદ્યા શીખવા માગો છો તો મંગળવારથી તેની શરૂઆત કરી શકો છો. તેના માટે જરૂરી તૈયારીઓ અત્યારથી જ કરી લો, જેથી મંગળવારથી વિદ્યાની શરૂઆત કરી શકાય. વિદ્યા શીખવાની શરૂઆત કરતાં પહેલાં દેવી સરસ્વતીની વિશેષ પૂજા કરવી જોઇએ. માતાની કૃપાથી વિદ્યા કે કોર્સ જલ્દી પૂર્ણ થઇ શકે છે.

દેવી આદ્યશક્તિના પાંચ સ્વરૂપોમાંથી એક સરસ્વતી દેવી છેઃ-
પં. શર્માના જણાવ્યા પ્રમાણે જ્યારે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી, ત્યારે દેવી માતા એટલે આદ્યશક્તિએ પોતાને પાંચ ભાગમાં વહેચ્યાં હતાં. આ પાંચ ભાગ એટલે સ્વરૂપ છે રાધા, પદ્મા, સાવિત્રિ, દુર્ગા અને સરસ્વતી. આ દૈવીય શક્તિઓ ભગવાન શ્રીકૃષ્ણના વિવિધ અંગોથી પ્રકટ થયાં હતાં. તે સમયે ભગવાનના કંઠથી પ્રકટ થનારી દેવી જ સરસ્વતી માનવામાં આવે છે. ભગવતી સરસ્વતી સત્વગુણ છે. સરસ્વતીના અનેક નામ છે. તેમને વાક, વાણી, ગિરા, ભાષા, શારદા, વાચા, ધીશ્વરી, વાગ્દેવી વગેરે નામથી ઓળખવામાં આવે છે.

વિદ્યા સર્વશ્રેષ્ઠ ધન છેઃ-
દેવી સરસ્વતી વિદ્યાની દેવી છે અને વિદ્યાને બધા પ્રકારના ધનમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. વિદ્યાથી જ બધા પ્રકારની સુખ-સુવિધા અને ધન-સંપત્તિની પ્રાપ્ત થઇ શકે છે. જે વ્યક્તિ ઉપર દેવી સરસ્વતી પ્રસન્ન થાય છે, તેને મહાલક્ષ્મીજીની પ્રસન્નતા મળી જાય છે. એટલે બધા પ્રકારની ભૌતિક સુખ-સુવિધાઓ અને ધનની પ્રાપ્તિ વિદ્યા પ્રાપ્ત કર્યા પછી જ મળે છે.

મહાલક્ષ્મી સાથે જ દેવી સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે. સરસ્વતી વિના લક્ષ્મીજીની કૃપા મળી શકતી નથી. વિદ્યાનો ઉપયોગ કરીને યોગ્ય રસ્તાથી ધન કમાઇ શકાય છે, તે ધન સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. આવું ધન આપણી પાસે ટકી પણ રહે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો