તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્રત:18 એપ્રિલે વરૂથિની એકાદશી, આ દિવસે ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજાનું મહત્ત્વ છે

3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાપ અને કષ્ટમાંથી મુક્તિ મેળવવા માટે વરૂથિની એકાદશીએ વરાહ ભગવાનની પૂજા કરવામાં આવે છે

ચૈત્ર મહિનાના વદ પક્ષની એકાદશીને વરૂથિની એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે વરૂથિની એકાદશી 18 એપ્રિલે છે. વરૂથિની એકાદશી વ્રતની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. વરૂથિની એકાદશીએ વિષ્ણુજીના વરાહ અવતારની પૂજા કરવામાં આવે છે.

વરૂથિની એકાદશી વ્રત કથાઃ-
પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માન્ધાતા નામનો રાજા રહેતો હતો. રાજા એકવાર તપસ્યામાં લીન હતો, ત્યારે એક રીંછે તેનો પગ ખાઇ લીધો અને રાજાને જંગલ તરફ ખેંચીને લઇ ગયો. આ સમયે રાજાએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી. વિષ્ણુ ભગવાને પોતાના ચક્રથી રીંછને મારી નાખ્યો. રીંછ રાજાનો પગ ખાઇ ગયો હતો. રાજાને દુઃખી જોઇને વિષ્ણુ ભગવાને કહ્યું, આ તારા પૂર્વજન્મના પાપ છે, જેની સજા તારે આ જન્મમાં ભોગવવી પડી રહી છે. રાજાએ આ પીડામાંથી મુક્તિ મેળવવા માટે વિષ્ણુજીને ઉપાય પૂછ્યો. વિષ્ણુજીએ કહ્યું, રાજન, તારે મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા અને વરૂથિની એકાદશીનું વ્રત કરવું.તેનાથી તારા પાપ દૂર થશે અને વ્રતના પ્રભાવથી ફરી તને તારા અંગ પાછા મળી જશે. ત્યાર બાદ રાજાએ વરૂથિની એકાદશીનું વ્રત ધારણ કર્યું ત્યારે તેમનો પગ ફરીથી સાજો થઇ ગયો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો