તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
9 એપ્રિલ, શુક્રવારે ફાગણ મહિનાની તેરસ તિથિ છે. આ દિવસે શતભિષા નક્ષત્રનો પણ સંયોગ બની રહ્યો છે. ધર્મસિંધુ ગ્રંથ પ્રમાણે આ પર્વમાં તીર્થ સ્નાન અને દાન સાથે શિવપૂજા કરવાની પરંપરા છે. આવું કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઇ જાય છે અને અનેક યજ્ઞનું ફળ પણ મળે છે.
ઘરમાં જ તીર્થના જળથી સ્નાન કરોઃ-
વારૂણી યોગમાં ગંગા, યમુના, નર્મદા, કાવેરી, ગોદાવરી સહિત અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન અને દાનનું મોટું મહત્ત્વ છે. આ શુભ યોગમાં હરિદ્વાર, ઇલાહાબાદ, વારણસી, ઉજ્જૈન, રામેશ્વર, નાસિક વગેરે તીર્થ નદીઓમાં સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આવું કરવાથી દરેક પ્રકારના સુખ મળે છે. વારૂણી યોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી મોક્ષ મળે છે. આ દિવસે મંત્ર જાપ અને યજ્ઞ કરવાનું પણ મોટું મહત્ત્વ છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસે કરવામાં આવતા દાનનું ફળ હજાર યજ્ઞ જેટલું મળે છે. જો પવિત્ર નદીઓમાં સ્નાન કરી શકો નહીં તો ઘરમાં જ પવિત્ર નદીઓમાં પાણી મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ.
વારૂણી પર્વઃ ભગવાન વરૂણની પૂજાનો દિવસઃ-
ફાગણ મહિનાના વદ પક્ષની તેરસ તિથિને વારૂણી પર્વ હોય છે. આ પુણ્ય આપનાર પવિત્ર પર્વ છે. આ દિવસે ભગવાન વરૂણ એટલે બધા તીર્થ, નદીઓ, સાગર, કુવાની વિશેષ પૂજા કરવામાં આવે છે. આવું કરતી સમયે વરૂણ ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવે છે કે ગરમીમાં આપણાં જળસ્ત્રોતના પાણીમાં ક્યારેય ઘટાડો આવે નહીં. આ દિવસે તીર્થમાં સ્નાન અને દાન કરવાથી અનેક સૂર્યગ્રહણમાં કરવામાં આવતા દાન જેટલું ફળ મળે છે.
પ્રદોષ અને વારૂણી યોગઃ-
તેરસ તિથિ એટલે પ્રદોષ હોવાથી આ શુભ સંયોગમાં શિવલિંગ ઉપર ગંગાજળ ચઢાવીને બીલીપાન અને મદારના ફૂલ ચઢાવો. તેની સાથે જ સિઝનલ ફળ પણ ચઢાવવા જોઇએ. શિવલિંગ પાસે બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી કામકાજમાં આવી રહેલા વિઘ્નો દૂર થાય છે અને વિચારેલાં કાર્યો પણ પૂર્ણ થઇ શકે છે.
કયા કાર્યોમાં લાભઃ-
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.