• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Vamana Jayanti On 7 September: Lord Vishnu Took The Form Of A Dwarf Brahmin, The Fifth Incarnation, It Is Associated With King Bali Of Hades

7 સપ્ટેમ્બરે વામન જયંતી:વિષ્ણુજીએ વામન સ્વરૂપમાં પાંચમો અવતાર લીધો હતો, પાતાળના દાનવીર રાજા બલિ સાથે જોડાયેલી છે કથા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાદરવા મહિનાના સુદ પક્ષની બારસ તિથિએ ભગવાન વિષ્ણુના વામન અવતારનો પ્રાકટ્ય દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વામનની ખાસ પૂજા કરવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવે છે. ભાગવત મહાપુરાણ પ્રમાણે ભગવાન વિષ્ણુના દસ અવતારોમાં આ પાંચમો અવતાર છે. જે ત્રેતાયુગમાં થયો હતો. આ વખતે વામન જયંતી 7 સપ્ટેમ્બરના રોજ રહેશે. વામન પુરાણ પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુના આ અવતારની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે, જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ અને શારીરિક પરેશાનીઓ દૂર થઈ જાય છે.

વામન જયંતીની પૂજા વિધિ
આ પર્વમાં વામન સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. સવારે જલ્દી ભગવાન વામનની માટી કે ધાતુની મૂર્તિ બનાવીને પૂજા કરવામાં આવે છે. આખો દિવસ વ્રત રાખવામાં આવે છે. સાંજે ફરી પૂજા કરે છે અને ત્યાર બાદ આ વ્રતની કથા વાંચવી કે સાંભળવી. પછી પ્રસાદ લઇને આખું વ્રત પૂર્ણ કરવામાં આવે છે. આ દિવસે ચોખા, દહીં અને મિસરીનું દાન પણ કરવાનું વિધાન છે. વામન જયંતીએ શ્રવણ નક્ષત્ર હોવાથી તેનું શુભ ફળ વધી જાય છે. આ વર્ષે શ્રવણ નક્ષત્ર સાંજે શરૂ થવાથી મહત્ત્વ સામાન્ય રહેશે.

સ્કંદ અને વામન પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ મહિનામાં વામન પૂજાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે
સ્કંદ અને વામન પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ મહિનામાં વામન પૂજાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે

ગુરુવારે વિશેષ પૂજા અને વ્રત
આ દિવસે વ્રત અને પૂજા પછી નાના બાળકોને ભગવાન વામનનું સ્વરૂપ માનીને ભોજન કરાવવામાં આવે છે અને જરૂરિયાતમંદ વસ્તુઓનું દાન પણ કરવામાં આવે છે. સાથે જ, આ મહિનાની બે એકાદશી તિથિમા ભગવાન વામનની પૂજા પછી અનાજ અને જળનું દાન કરવામાં આવે છે.

વામન અવતાર કથા
સતયુગમાં અસુર બલિએ દેવતાઓને હરાવીને સ્વર્ગલોક ઉપર અધિકાર કરી લીધો હતો. ત્યાર બાદ દેવતા ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા પહોંચ્યાં. ત્યારે વિષ્ણુજીએ દેવમાતા અદિતિના ગર્ભથી વામન સ્વરૂપમાં અવતાર લીધો. ત્યાર બાદ એક દિવસ રાજા બલિ યજ્ઞ કરી રહ્યા હતાં, ત્યારે વામનદેવ બલિ પાસે ગયાં અને ત્રણ પગ ધરતીના દાનમાં માંગ્યાં. શુક્રાચાર્યએ ના પાડી હોવા છતાં રાજા બલિએ વામનદેવને ત્રણ પગ ધરતી દાનમાં આપવાનું વચન આપ્યું. ત્યાર બાદ વામનદેવે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. એક પગ ધરતી અને બીજા પગમાં સ્વર્ગ માપી લીધું. ત્રીજો પગ રાખવા માટે કોઇ સ્થાન હતું નહીં એટલે બલિએ વામન દેવને પોતાના માથા ઉપર પગ રાખવા માટે કહ્યું.

વામનદેવે બલિના માથા ઉપર પગ રાખ્યો અને તે પાતાળ લોક પહોંચી ગયો. બલિની દાનવીરતાથી પ્રસન્ન થઇને ભગવાને તેને પાતાળ લોકનો સ્વામી બનાવી દીધો અને બધા દેવતાઓને તેમનું સ્વર્ગ પાછું આપી દીધું.