• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Vaman Jayanti 2022: Lord Vaman Temple In Kerala The Thrikkakara Vamana Moorthy Temple Is More Than 700 Years Old, Onam Festival Starts From Here

7 સપ્ટેમ્બરે વામન જયંતી:કેરળમાં ભગવાન વામનનું 700 વર્ષથી પણ વધારે જૂનું મંદિર આવેલું છે, અહીંથી જ ઓણમ તહેવારની શરૂઆત થાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓણમ ઉત્સવમાં ભગવાન વામન અને પાતાળ લોકના રાજા બલિની પૂજા કરવામાં આવે છે. માન્યતા પ્રમાણે આ દરમિયાન મહાબલી પોતાની પ્રજાને મળવા માટે પૃથ્વી ઉપર આવે છે.

7 સપ્ટેમ્બર, બુધવારે વામન જયંતી છે. નર્મદાપુરમના ભાગવત કથાકાર પં. હર્ષિત કૃષ્ણ બાજપેયીના જણાવ્યાં પ્રમાણે દર વર્ષે ભાદરવા મહિનાના સુદ પક્ષની બારસ તિથિએ વામન પ્રકટોત્સવ ઊજવવામાં આવે છે. ભાગવત કથાના આઠમા સ્કંધના અઠારમાં અધ્યાયની કથા પ્રમાણે સતયુગમાં આ દિવસે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો. આ અવતાર શ્રીમદભાગવત કથામાં જણાવેલ ચોવીસ અવતારોમાં પંદરમો અવતાર હતો. કેરળના કોચ્ચિમાં થ્રિક્કાકરામાં ભગવાન વામનનું મંદિર છે. વામન જંયતીએ અહીં ખાસ પૂજા કરવામાં આવે છે અને ત્યાર બાદ ઓણમ પર્વની શરૂઆત થાય છે. અહીંના લોકોના જણાવ્યા પ્રમાણે ઓણમ ઉત્સવ દરમિયાન રાજા બલિ અહીં આવે છે.

અહીંના લોકોના જણાવ્યા પ્રમાણે ઓણમ ઉત્સવ દરમિયાન રાજા બલિ આ મંદિરમાં આવે છે
અહીંના લોકોના જણાવ્યા પ્રમાણે ઓણમ ઉત્સવ દરમિયાન રાજા બલિ આ મંદિરમાં આવે છે

કેરળનું ભગવાન વામન મંદિર
થ્રિક્કાકરા મંદિર ક્યારે બન્યું. અહીંની મૂર્તિ કેટલાં વર્ષ જૂની છે તેના અંગે કોઇ સટીક જાણકારી તો મળી શકી નથી. પરંતુ મંદિરમાં મળેલાં શિલાલેખ 10મી થી 13મી સદીના છે. જોકે, મૂળ મંદિર વધારે જૂનું હોઇ શકે છે. થોડાં વિદ્વાનોના જણાવ્યાં પ્રમાણે આ મંદિર ચેર રાજવંશના શાસનકાળનું છે. જેમણે 9મી થી 12મી સદી સુધી કેરળ ઉપર શાસન કર્યું હતું. વર્ષોથી આ મંદિર ધીમે-ધીમે તૂટી રહ્યું હતું અને 1900ના દશક સુધી તે સંપૂર્ણ નષ્ટ થવાની તૈયારીમાં હતું. એટલે 20મી સદીની શરૂઆતમાં જ મંદિરનું સમારકામ કરાવવામાં આવ્યું છે.

ઓણમ તહેવારમાં અહીં ઓણસદ્યા એટલે ઓણમનુ ભોજ પણ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવે છે
ઓણમ તહેવારમાં અહીં ઓણસદ્યા એટલે ઓણમનુ ભોજ પણ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવે છે

આ મંદિરથી ઓણમની શરૂઆત થાય છે
10 દિવસના ઓણમની શરૂઆત આ મંદિરમાં રંગીન ઝંડો ફરકાવીને કરવામાં આવે છે. ઓણમ આ મંદિરનો સૌથી મહત્ત્વપૂર્ણ તહેવાર છે. એટલે અહીં ઓણસદ્યા એટલે ઓણમનુ ભોજ પણ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવે છે. બધા ધર્મના લોકો સમાન રીતે આ કાર્યક્રમમાં ભાગ લે છે. એટલે પહેલાં ત્રાવણકોર મહારાજાના શાસનમાં અહીં 61 સ્થાનીય શાસકોએ મળીને ઓણમ તહેવાર આયોજિત કર્યો હતો. મંદિરમાં અન્ય ઉત્સવ વિશુ, દિવાળી, મકર સંક્રાંતિ, નવરાત્રિઅને સરસ્વતી પૂજા પણ ઊજવવામાં આવે છે.

બલિની દાનવીરતાથી પ્રસન્ન થઇને ભગવાને તેને પાતાળ લોકનો સ્વામી બનાવી દીધો અને બધા દેવતાઓને તેમનું સ્વર્ગ પાછું આપી દીધું
બલિની દાનવીરતાથી પ્રસન્ન થઇને ભગવાને તેને પાતાળ લોકનો સ્વામી બનાવી દીધો અને બધા દેવતાઓને તેમનું સ્વર્ગ પાછું આપી દીધું

વામન અવતાર સાથે જોડાયેલી કથા
સતયુગમાં અસુર બલિએ દેવતાઓને હરાવીને સ્વર્ગલોક ઉપર અધિકાર કરી લીધો હતો. ત્યાર બાદ દેવતા ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા પહોંચ્યાં. ત્યારે વિષ્ણુજીએ દેવમાતા અદિતિના ગર્ભથી વામન સ્વરૂપમાં અવતાર લીધો. ત્યાર બાદ એક દિવસ રાજા બલિ યજ્ઞ કરી રહ્યા હતાં, ત્યારે વામનદેવ બલિ પાસે ગયાં અને ત્રણ પગ ધરતીના દાનમાં માંગ્યાં.

શુક્રાચાર્યએ ના પાડી હોવા છતાં રાજા બલિએ વામનદેવને ત્રણ પગ ધરતી દાનમાં આપવાનું વચન આપ્યું. ત્યાર બાદ વામનદેવે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. એક પગ ધરતી અને બીજા પગમાં સ્વર્ગ માપી લીધું. ત્રીજો પગ રાખવા માટે કોઇ સ્થાન હતું નહીં એટલે બલિએ વામન દેવને પોતાના માથા ઉપર પગ રાખવા માટે કહ્યું.

વામનદેવે બલિના માથા ઉપર પગ રાખ્યો અને તે પાતાળ લોક પહોંચી ગયો. બલિની દાનવીરતાથી પ્રસન્ન થઇને ભગવાને તેને પાતાળ લોકનો સ્વામી બનાવી દીધો અને બધા દેવતાઓને તેમનું સ્વર્ગ પાછું આપી દીધું.