જયંતિ પર્વ:મહર્ષિ કશ્યપના પુત્ર વરૂણથી વાલ્મીકિનો જન્મ થયો હતો, બ્રહ્માજીના કહેવાથી તેમણે રામાયણની રચના કરી હતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આસો મહિનાની પૂનમના રોજ મહર્ષિ વાલ્મીકિ જયંતિ પર્વ ઊજવવામાં આવે છે, નારદ મુનિએ તેમને શ્રીરામ કથા સંભળાવી હતી

20 ઓક્ટોબર, બુધવારના રોજ મહર્ષિ વાલ્મીકિ જયંતિ છે. પુરાણો પ્રમાણે, તેમણે કઠોર તપસ્યા કરીને મહર્ષિ પદ પ્રાપ્ત કર્યું હતું. બ્રહ્માજીના કહેવાથી તેમણે ભગવાન શ્રીરામના જીવન ઉપર આધારિત રામાયણ નામનું મહાકાવ્ય લખ્યું. ગ્રંથોમાં તેમને આદિકવિ કહેવામાં આવે છે. તેમના લખેલાં આદિકાવ્ય શ્રીમદવાલ્મીકીય રામાયણ સંસારનું સૌથી પહેલું કાવ્ય માનવામાં આવે છે.

વરૂણના પુત્ર અને વાલ્મીકિ નામ-
વાલ્મીકિ મહર્ષિ કશ્યપ અને અદિતિના નવમાં પુત્ર વરૂણ એટલે આદિત્ય સાથે તેમનો જન્મ થયો. તેમની માતા ચર્ષણી અને ભાઈ ભૃગુ હતાં. ઉપનિષદ પ્રમાણે તેઓ પણ પોતાના ભાઇ ભૃગુની જેમ પરમ જ્ઞાની હતાં. એકવાર ધ્યાનમાં બેઠેલાં વરૂણ-પુત્રના શરીરને કીડીઓએ રાફડો બનાવીને ઢાંકી દીધું હતું. સાધના પૂર્ણ કરીને જ્યારે તેઓ રાફડો જેને વાલ્મીકિ કહેવામાં આવે છે, તેમાંથી બહાર આવ્યાં ત્યારે તેમનું નામ વાલ્મીકિ પડ્યું.

આસો મહિનાની પૂનમના રોજ મહર્ષિ વાલ્મીકિ જયંતિ પર્વ ઊજવવામાં આવે છે, નારદ મુનિએ તેમને શ્રીરામ કથા સંભળાવી હતી
આસો મહિનાની પૂનમના રોજ મહર્ષિ વાલ્મીકિ જયંતિ પર્વ ઊજવવામાં આવે છે, નારદ મુનિએ તેમને શ્રીરામ કથા સંભળાવી હતી

કથાઃ રત્નાકરથી બન્યાં મહર્ષિ વાલ્મીકિ-
ધર્મગ્રંથો મુજબ, મહર્ષિ વાલ્મીકિનું સંપૂર્ણ નામ રત્નાકર હતું. તે પોતાના પરિવારના પાલન-પોષણ માટે લૂટ-પાટ કરતાં હતાં. એકવાર તેમને નિર્જન વનમાં નારદ મુનિ મળ્યાં. જ્યારે રત્નાકરે તેમને લૂટવાની કોશિશ કરી, તો તેમણે રત્નાકરથી પૂછ્યું કે- આ કામ તમે શાં માટે કરો છો? ત્યારે રત્નાકરે જવાબ આપ્યો કે- પોતાના પરિવારના ભરણ-પોષણ માટે. નારદે પ્રશ્ન કર્યો કે- આ કામના ફળસ્વરૂપ જે પાપ તમને થશે, શું તેની સજા ભોગવવા માટે તમારો પરિવાર તમારો સાથ આપશે?

નારદ મુનિના પ્રશ્નનોનો જવાબ જાણવા માટે રત્નાકર પોતાના ઘરે ગયાં. પરિવારના સભ્યોને પૂછ્યું કે- મારા દ્વારા કરવામાં આવેલાં કામના ફળસ્વરૂપ મને મળતી સજામાં તમે મારા ભાગીદાર બનશો? રત્નાકરની વાત સાંભળીને બધાએ મનાઇ કરી દીધી. રત્નાકરે પાછા ફરીને આ વાત નારદ મુનીને જણાવી. ત્યારે નારદ મુનિએ કહ્યું કે- જે લોકો માટે તમે ખરાબ કામ કરો છો જો તે જ તમારા પાપના ભાગીદાર નથી બનવા માંગતાં તો તમે આ પાપકર્મ કેમ કરો છો?

નારદ મુનિની વાત સાંભળીને તેમના મનમાં વૈરાગ્યનો ભાવ આવી ગયો. પોતાના ઉદ્ધારનો ઉપાય પૂછ્યો ત્યારે નારદ મુનિએ તેમને રામના નામનો જાપ કરવા માટે કહ્યું. રત્નાકર વનમાં એકાંત સ્થાન પર બેસીને રામ-રામ જાપવા લાગ્યાં. ઘણાં વર્ષો સુધી કઠોર તપ કર્યા પછી તેમના આખાં શરીર ઉપર કીડીઓએ રાફડો બનાવી લીઘો. કાલાંતરમાં મહર્ષિ વાલ્મીકિએ રામાયણ મહાકાવ્યની રચના કરી.

બ્રાહ્માજીના કહેવાથી તેમને રામાયણ મહાકાવ્યની રચના કરી હતી-
ક્રોંચ પક્ષીની હત્યા કરનાર એક શિકારીએ તેમને શ્રાપ આપ્યો હતો ત્યારે તેમના મુખે અચાનક એક શ્લોકની રચના થઈ ગઈ હતી. તેમના આશ્રમમાં બ્રાહ્મજીએ પ્રગટ થઈને કહ્યું કે મારી પ્રેરણાથી જ આવી વાણી તમારા મુખેથી નિકળી છે. એટલા માટે તમે શ્લોક રૂપમાં જ શ્રીરામના સંપૂર્ણ ચરિત્રનું વર્ણન કરો. આ પ્રકારે બ્રહ્માજીના કહેવાથી મહર્ષિ વાલ્મીકિએ રામાયણ મહાકાવ્યની રચના કરી.

મહર્ષિ વાલ્મીકિનું પણ તેટલું જ મહત્ત્વ છે. જેટલું રામાયણમાં રામ, સીતા, લક્ષ્મણ અને અન્ય પાત્રોનું છે
મહર્ષિ વાલ્મીકિનું પણ તેટલું જ મહત્ત્વ છે. જેટલું રામાયણમાં રામ, સીતા, લક્ષ્મણ અને અન્ય પાત્રોનું છે

રામજીના છોડ્યા બાદ વાલ્મીકિ આશ્રમમાં માતા સીતા રહ્યાં હતાં-
એવું માનવામાં આવે છે કે, પ્રભુ શ્રીરામે માતા સીતાનો ત્યાગ કરી દીધો હતો. ત્યારે માતા સીતા અનેક વર્ષો સુધી મહર્ષિ વાલ્મીકિના આશ્રમમાં રહ્યા હતાં. અહીં તેમણે લવ અને કુશને જન્મ આપ્યો. અહીં જ તેમને વનદેવી નામથી ઓળખવામાં આવ્યાં. મહર્ષિ વાલ્મીકિનું પણ તેટલું જ મહત્ત્વ છે. જેટલું રામાયણમાં રામ, સીતા, લક્ષ્મણ અને અન્ય પાત્રોનું છે.