લાઇફ મેનેજમેન્ટ:જીવનસાથીની સલાહ માનો કે ન માનો, પરંતુ તેનો મજાક ન ઉડાવો, પ્રેમમાં કોઈ હિસાબ-કિતાબ હોતો નથી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે વેલેન્ટાઈન ડે (14 ફેબ્રુઆરી) છે. આ દિવસ દુનિયાભરના પ્રેમીઓ માટે ખાસ મહત્ત્વ ધરાવે છે. પ્રેમ એક એવી લાગણી છે, જે વ્યક્તિના આત્માને અસર કરે છે. જેઓ શંકા કરે છે તેઓ પ્રેમ કરી શકતાં નથી, કારણ કે પ્રેમ અને શંકા સાથે રહી શકતાં નથી. અહીં જાણો લવ અને લાઈફ પાર્ટનર સાથે જોડાયેલી આવી જ કેટલીક વાતો, જેમાં લવ લાઈફને સુધારવાના સૂત્રો છુપાયેલા છે...

લાઈફ પાર્ટનરના હાવભાવ જોઈને તેમના મનની વાત સમજી શકાય છે
રામાયણમાં શ્રીરામ અને સીતા સાથે જોડાયેલો એક કિસ્સો છે. કેવટે શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણને નદી પાર કરાવી હતી. તે સમયે શ્રીરામ પાસે કેવટને આપવા માટે કંઈજ હતું નહીં. શ્રીરામના હાવભાવ જોઈને સીતાજીને તે વાત સમજાઈ ગઈ હતી. સીતાજીએ પોતાની વીંટી ઉતારીને કેવટને આપી. આ કિસ્સાનો બોધપાઠ છે કે આપણે આપણાં જીવનસાથીના મનને માત્ર હાવભાવથી જ સમજવું જોઈએ.

સલાહનું પાલન કરો કે ન કરો, પરંતુ તમારા પાર્ટનરનો મજાક ઉડાવશો નહીં
સીતાના અપહરણ પછી શ્રીરામ વાનર સેના સાથે લંકા પહોંચ્યા. તે સમયે મંદોદરીએ રાવણને સમજાવ્યું કે તેઓ શ્રીરામને નફરત ન કરે અને સીતાજીને સુરક્ષિત રીતે પાછા મોકલી આપે, પરંતુ રાવણે મંદોદરીની વાત ન સાંભળી. રાવણે મંદોદરીની યોગ્ય સલાહ સાંભળી નહીં, જેના બદલે તેનો મજાક ઉડાવ્યો. રાવણે મંદોદરીનું અપમાન કર્યું અને કહ્યું કે તમારી સ્ત્રીઓમાં આઠ અવગુણ છે. આ આઠ અવગુણો છે હિંમત, અસત્ય, ચંચળતા, કપટ, કાયરતા, મૂર્ખતા, અપવિત્રતા અને ક્રૂરતા.

રાવણની વાત સાંભળીને મંદોદરી કહે છે કે તમે સ્ત્રીઓની મજાક ઉડાવીને કોઈ ડહાપણનું કામ નથી કરી રહ્યા. મંદોદરીની વાત સાંભળીને રાવણ હસી પડ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. યોગ્ય સલાહનું પાલન ન કરવાને કારણે રાવણ અને તેના કુળનો અંત આવ્યો.

આ કિસ્સાનો બોધપાઠ એ છે કે જીવનસાથીની સલાહ પર ધ્યાન આપવું જોઈએ અને જીવનસાથીના દૃષ્ટિકોણની મજાક ઉડાવવો જોઈએ નહીં

જીવનસાથી ઉપર અવિશ્વાસ ન કરો
જ્યારે શિવજી અને સતી માતાએ શ્રીરામને સીતાના વિયોગમાં ભટકતા જોયા, ત્યારે સતી માતાએ વિચાર્યું કે શિવજી શ્રીરામને આરાધ્ય માને છે, પરંતુ તેઓ સામાન્ય વ્યક્તિની જેમ ભટકતાં હોય છે. જ્યારે સતીએ શિવને આ વાત કહી ત્યારે શિવજીએ કહ્યું કે આ બધી શ્રીરામની લીલા છે. કોઈએ તેમના પર શંકા ન કરવી જોઈએ.

શિવજી સતીને સમજાવ્યા, પરંતુ સતીએ શિવજીની વાત માની નહીં. પછી સતીએ શ્રીરામની પરીક્ષા લેવાની યોજના બનાવી. સતી સીતાજીનું સ્વરૂપ લઈને શ્રીરામ સામે પહોંચ્યાં. શ્રીરામે દેવીના દર્શન કરીને પ્રણામ કર્યા અને કહ્યું કે દેવી તમે એકલાં આવ્યા છો, મારા ભગવાન શિવ ક્યાં છે. આ સાંભળીને સીતા બની ગયેલાં સતી સમજી ગયા કે શ્રીરામ ભગવાનનો અવતાર છે.

જ્યારે સતી પોતાની શંકાનું નિરાકરણ કરીને શિવજી પાસે પહોંચ્યાં ત્યારે શિવજીને ખબર હતી કે સતીએ તેમની વાત પર અવિશ્વાસ કર્યો છે અને શ્રીરામની પરીક્ષા લીધી છે. જેથી ગુસ્સે થઈને શિવજીએ સતીને માનસિક રીતે ત્યજી દીધાં હતાં. આ કિસ્સાનો બોધપાઠ એ છે કે જીવનસાથીની કોઈપણ વાત ઉપર અવિશ્વાસ ન કરવો જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...