• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Vaishakh's Dharma Karma This Month, Along With Bath Donation, There Is Also A Law To Worship Lord Vishnu, This Gives The Virtue Of Pilgrimage And

વૈશાખના ધર્મ-કર્મ:આ મહિને સ્નાન-દાન સાથે વિષ્ણુજીની પૂજા કરવાનું વિધાન છે, જેના દ્વારા તીર્થ અને યજ્ઞોનું પુણ્ય ફળ મળે છે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

1 મેથી 30 મે સુધી વૈશાખ મહિનો રહેશે. આ દિવસોમાં ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવાની પરંપરા છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે વૈશાખ મહિનામાં સ્નાન-દાન સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત-ઉપવાસ કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ થઈ જાય છે. પદ્મ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે વૈશાખ મહિનામાં કરવામાં આવતી ભગવાન વિષ્ણુની પૂજાથી અનેકગણું પુણ્ય ફળ મળે છે.

સ્નાન અને જળદાનનું ખાસ મહત્ત્વ
સ્કંદ, પદ્મ, બ્રહ્મવૈવર્ત પુરાણ અને મહાભારતમાં વૈશાખ મહિનાને ખૂબ જ ખાસ કહેવામાં આવે છે. આ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે વૈશાખ મહિનામાં સૂર્યોદય પહેલાં સ્નાન કરીને, જળદાન અને તીર્થમાં નાહવાથી દરેક પ્રકારના દુઃખ દૂર થઈ જાય છે. વૈશાખ મહિનામાં આ કાર્યો કરવાથી અનેકગણું પુણ્ય ફળ મળે છે. વૈશાખ મહિનાના દેવતા સ્વયં ભગવાન વિષ્ણુ છે. એટલે આ મહિનામાં તેમની પૂજા કરવાથી અનંત શુભફળ મળે છે.

પદ્મ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે વૈશાખ મહિનામાં કરવામાં આવતી ભગવાન વિષ્ણુની પૂજાથી અનેકગણું પુણ્ય ફળ મળે છે.
પદ્મ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે વૈશાખ મહિનામાં કરવામાં આવતી ભગવાન વિષ્ણુની પૂજાથી અનેકગણું પુણ્ય ફળ મળે છે.

ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરો

  • સૂર્યોદય પહેલાં જાગીને પાણીમાં ગંગાજળ કે કોઈ પવિત્ર નદીનું જળ મિક્સ કરીને સ્નાન કરો. તે પછી સૂર્યને અર્ઘ્ય આપો.
  • ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો સંકલ્પ લો. પૂજા કોઈ બ્રાહ્મણ પાસે કરાવશો તો વધારે સારું રહેશે.
  • ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવો. ચરણામૃત ગ્રહણ કરો. પૂજામાં ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ.
  • ભગવાનને ફૂલ, ધૂપ, નૈવેદ્ય વગેરે સામગ્રી ચઢાવો. દીવો પ્રગટાવવો.
  • વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરો. વ્રતની કથા સાંભળો. બીજા દિવસે એટલે બારસ તિથિએ બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન આપીને આશીર્વાદ પ્રાપ્ત કરો.

આ શુભ કામ પણ કરી શકો છો

  • સવારે તુલસીને જળ ચઢાવો અને સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો.
  • ભગવાન વિષ્ણુ સાથે જ દેવી મહાલક્ષ્મીની પૂજા પણ કરો.
  • કોઈ મંદિર જવું અને ધ્વજ એટલે ઝંડો કે પાણીથી ભરેલાં માટલાનું દાન કરો.
  • શિવજી સામે દીવો પ્રગટાવો અને શ્રીરામ નામનો જાપ 108વાર કરો.
  • શિવલિંગ ઉપર જળ ચઢાવો, કાળા તલ ચઢાવો.