26 મે, બુધવારે વૈશાખ મહિનાની પૂર્ણિમા તિથિ રહેશે. આ વર્ષે આ પર્વ ખાસ રહેશે. વૈશાખ પૂર્ણિમાએ ત્રણ ગ્રહ સ્વરાશિમા રહેશે. સાથે જ ચાર શુભ યોગ બની રહ્યા છે. નક્ષત્રોની શુભ સ્થિતિના પ્રભાવથી વૈશાખ પૂર્ણિમાએ સ્નાન, દાન અને પૂજાપાઠનું વિશેષ ફળ મળી શકે છે. આ દિવસે આંશિક ચંદ્રગ્રહણ પણ રહેશે. પરંતુ ગ્રહણ પૂર્ણ થતી સમયે દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં થોડીવાર માટે જોવા મળી શકે છે. આ ગ્રહણનું સૂતક અને અશુભ અસર દેશ ઉપર થશે નહીં. એટલે પૂર્ણિમાએ કરવામાં આવતા ધાર્મિક કામ સ્નાન-દાન અને પૂજા-પાઠ આખો દિવસ કરી શકાશે.
ગ્રહ-નક્ષત્રોની શુભ સ્થિતિઃ-
26મેના રોજ વૈશાખ પૂર્ણિમાના સંયોગમા આખો દિવસ સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ, શિવ અને સોમ્ય યોગ રહેશે. સાથે જ બુધ, શુક્ર અને શનિ આ ત્રણ ગ્રહ પણ પોત-પોતાની રાશિઓમાં રહેશે. ગ્રહ-નક્ષત્રની આ શુભ સ્થિતિના કારણે વૈશાખ પૂર્ણિમાએ કરવામાં આવેલ સ્નાન-દાન અને પૂજા-પાઠનું પુણ્ય વધી જશે.
સ્નાન-દાનની પરંપરાઃ-
આ દિવસે ગંગા સહિત અન્ય 6 પવિત્ર નદીઓમા સ્નાન અને પિતૃઓનું પૂજન કરવાથી અનેક ગણું વધારે પુણ્ય ફળ મળી શકે છે. આ દિવસે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરી લેવું જોઈએ. મહામારીના કારણે આ દિવસે તીર્થ સ્નાન અને દાન માટે ઘરની બહાર જવું યોગ્ય નથી. એટલે ઘરના જ પાણીમા ગંગાજળ કે અન્ય પવિત્ર નદીઓનું જળ મિક્સ કરીને સ્નાન કરી લેવું જોઈએ. આ દિવસે શુભ મુહૂર્તમા દાનનો સંકલ્પ લઇને દાન કરવાની વસ્તુઓને અલગ કાઢી લેવી જોઈએ અને પરિસ્થિતિ સામાન્ય થઈ ગયા પછી દાન કરવું જોઈએ. આવું કરવાથી દાનનું સંપૂર્ણ ફળ મળી શકે છે.
સૌભાગ્ય અને આરોગ્ય વધારવા માટે દાનઃ-
27 નક્ષત્રોમા સ્વાતિ નક્ષત્ર દાનમાં પુણ્ય પ્રદાન કરનાર મનાય છે. તેના અધિપતિ વાયુ દેવ છે અને તેનો સ્વામી રાહુ છે. આ પ્રકારે સિદ્ધિ યોગના અધિપતિ ગણેશ છે જે દરેક પ્રકારના કાર્યોમાં સિદ્ધિ પ્રદાન કરે છે. આ પર્વમા તુલા રાશિમા ચંદ્ર હોવાથી વૈભવમા વધારો થશે અને આ દિવસે સ્નાન કરીને જળ અને સફેદ વસ્તુઓનું દાન કરવું શુભ રહેશે. આ પ્રકારના દાનથી સૌભાગ્ય વધે છે અને આરોગ્ય પણ મળે છે. વૈશાખ મહિનાની પૂર્ણિમાએ કરવામાં આવેલ દાનથી સંપૂર્ણ મહિનામાં કરવામાં આવેલ દાન જેટલું પુણ્ય મળે છે.
વૈશાખ પૂર્ણિમાના દિવસે શું કરવુંઃ-
પૂર્ણિમા તિથિએ યજ્ઞ, વાસ્તુ પૂજા, ગૃહ-પ્રવેશ, લગ્ન, ઘર કે કોઈ બિલ્ડિંગ બનાવવાની શરૂઆત કરવી, ઘરેણાં ખરીદવા, દેવ-પ્રતિષ્ઠા જેવા માંગલિક કાર્યો કરવા જોઈએ. તેની સાથે જ ગુરુવાર હોવાથી જરૂરિયાતમંદ લોકોને ભોજન, કપડા અને જળનું દાન ખાસ કરીને કરવું જોઈએ. સાથે જ આ દિવસે વ્રત રાખો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. આ પર્વમા ગાયને ભોજનની વસ્તુઓ અને આખો દિવસનું ઘાસ કે ચારો દાન કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.