તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મ:10 જૂન સુધી વૈશાખ મહિનો રહેશે, આ દરમિયાન સૂર્યોદય પહેલાં જાગવું અને વિષ્ણુજીના મંત્રનો જાપ કરવો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈશાખ મહિનામાં કોઇ પરબમાં માટલાનું દાન કરવું, સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓના નામનો જાપ કરવો

બુધવાર, 12 મેના રોજ વૈશાખ મહિનો શરૂ થઈ રહ્યો છે. 26 મેના રોજ વૈશાખી પૂનમના દિવસે આ મહિનો પૂર્ણ થશે. આ દિવસે બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવશે. સ્કંદ પુરાણમાં વૈશાખ મહિનાને બધા જ મહિનામાં ઉત્તમ માનવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ વૈશાખ મહિનામાં સૂર્યોદય પહેલાં સ્નાન કરે છે અને વ્રત રાખે છે, તેને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. વૈશાખ મહિનાના દેવતા ભગવાન મધુસૂદન છે. માન્યતા પ્રમાણે પ્રાચીન સમયમાં મહીરથ નામના રાજાએ માત્ર વૈશાખ સ્નાનથી જ વૈકુંઠધામ પ્રાપ્ત કર્યું હતું. આ મહિનામાં ઘરમાં સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓના નામનો જાપ કરવો જોઇએ.

અર્ઘ્ય આપતી સમયે આ મંત્રનો જાપ કરવોઃ-
वैशाखे मेषगे भानौ प्रात: स्नानपरायण:।
अध्यं तेहं प्रदास्यामि गृहाण मधुसूदन।।

આ પુણ્ય કર્મ પણ કરોઃ-
વૈશાખ વ્રતની કથા સાંભળવી જોઇએ. ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઇએ. વ્રત કરનાર વ્યક્તિએ એક સમય ભોજન કરવું જોઇએ. વૈશાખ મહિનામાં જળદાનનું વિશેષ મહત્ત્વ છે. જો શક્યતા હોય તો આ મહિને પરબની સ્થાપના કરાવો અથવા કોઇ પરબમાં માટલાનું દાન કરો. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને પંખો, ફળ, અનાજ વગેરેનું દાન કરવું જોઇએ.

વિષ્ણુજીની પૂજા આ રીતે કરોઃ-
દરરોજ સવારે સ્નાન ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો. મિઠાઈનું નેવેદ્ય, ચોખા, પીળા ફૂલ અને ધૂપ, દીપ વગેરે પૂજન સામગ્રીઓ અર્પણ કરો. પૂજામાં ૐ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો.