તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dharm darshan
 • Dharm
 • Vaishakh Month Mahina Date {12 May To 10 June 2020}: How To Do Puja In Vaishakh Month, Spiritual Religion Importance Of Hindu Calendar Vaishakh Month

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 મેથી 10 જૂન સુધી વૈશાખ મહિનો:પુરાણો પ્રમાણે આ મહિનામાં કરવામાં આવતા સ્નાન-દાનથી મનોકામનાઓ પૂર્ણ થાય છે

19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહામારીના કારણે ઘરના પાણીમાં જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનું પુણ્ય મળી શકે છે

27 એપ્રિલ, મંગળવારે એટલે ગઈકાલે ચૈત્ર મહિનાની પૂનમ હતી. આજથી ચૈત્ર મહિનાનો વદ પક્ષ શરૂ થઇ રહ્યો છે. જે 11 મેના રોજ પૂર્ણ થશે. તે પછી વૈશાખ મહિનાની શરૂઆત થશે. વૈશાખ મહિનો 12મેથી 10 જૂન સુધી રહેશે. મહાભારત, સ્કંદ અને પદ્મ પુરાણ સાથે જ નિર્ણય સિંધુ ગ્રંથમા વૈશાખ મહિનાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. તેના પ્રમાણે આ મહિનો ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે. આ મહિનામાં સવારે સૂર્યોદય પહેલાં સ્નાનનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. સાથે જ, આ મહિનામા તીર્થ કે ગંગા સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપ પણ દૂર થઇ શકે છે. મહામારીના સમયગાળામાં તીર્થ સ્નાન કરવું યોગ્ય રહેશે નહીં. એટલે ઘરના પાણીમા જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું પુણ્ય મળી શકે છે.

મહાભારતઃ એક સમયે ભોદન કરવાથી પાપ દૂર થઈ શકે છેઃ-
મહાભારતના અનુશાસન પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે વૈશાખ મહિનામાં એક સમય ભોજન કરવું જોઈએ. આવું કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઇ શકે છે. આવું કરવું સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકાર હોય છે. આ દિવસોમાં ગરમી વધી જાય છે. આ કારણે વધારે ભોજન કરવું જોઈએ નહીં. આ દિવસોમાં ઓછું ભોજન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. આળસ વધતી નથી અને મનમાં ખરાબ વિચાર પણ આવતા નથી. એટલે વ્યક્તિ પાપ કર્મ કરવાથી બચી જાય છે.

વૈશાખ મહિના માટે પૂજા વિધિઃ-

 • આ મહિનામાં સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું જોઈએ
 • તીર્થ સ્નાન કરી શકો નહીં તો ઘરના પાણીમાં જ થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો.
 • દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને શિવલિંગ ઉપર જળ ચઢાવો
 • ભગવાન વિષ્ણુને તુલસી પાન અને પીપળાના ઝાડને જળ ચઢાવો
 • તે પછી દૂધ કે અનાજ ગ્રહણ કરવું જોઈએ.
 • દરરોજ જળ કે થોડા અનાજનું દાન કરવું જોઈએ.

મહર્ષિ નારદ પ્રમાણે વૈશાખ મહિનાનું મહત્ત્વઃ-
નારદજી પ્રમાણે બ્રહ્માજીએ આ મહિનાને અન્ય બધા જ મહિનાઓમાં સૌથી શ્રેષ્ઠ જણાવ્યો છે. તેમણે આ મહિનાને બધા જીવોને મનગમતું ફળ આપનાર જણાવ્યો છે. નારદજીના જણાવ્યા પ્રમાણે આ મહિનો ધર્મ, યજ્ઞ, ક્રિયા અને તપસ્યાનો સાર છે અને દેવતાઓ દ્વારા પૂજિત પણ છે. તેમણે વૈશાખ મહિનાનું મહત્ત્વ જણાવતા કહ્યું છે કે જે પ્રકારે વિદ્યાર્થીઓમાં વેદ, મંત્રમાં પ્રણવ અક્ષર એટલે ઓમ, વૃક્ષ-છોડમાં કલ્પવૃક્ષ, કામધેનુ, દેવતાઓમાં વિષ્ણુ, નદીઓમાં ગંગા, તેજમાં સૂર્ય, શસ્ત્રોમાં ચક્ર, ધાતુઓમાં સોનું અને રત્નોમાં કૌસ્તુભમણિ છે. તે પ્રકારે અન્ય મહિનામાં વૈશાખ મહિનો સૌથી ઉત્તમ છે. આ મહિનામાં તીર્થ સ્નાન અને દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો