16 એપ્રિલ, શનિવારે એટલે ગઈકાલે ચૈત્ર મહિનાની પૂનમ હતી. આજથી ચૈત્ર મહિનાનો વદ પક્ષ શરૂ થઇ રહ્યો છે. જે 30 એપ્રિલના રોજ પૂર્ણ થશે. તે પછી વૈશાખ મહિનાની શરૂઆત થશે. વૈશાખ મહિનો 1મે થી 30 મે સુધી રહેશે. મહાભારત, સ્કંદ અને પદ્મ પુરાણ સાથે જ નિર્ણય સિંધુ ગ્રંથમા વૈશાખ મહિનાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. તેના પ્રમાણે આ મહિનો ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે. આ મહિનામાં સવારે સૂર્યોદય પહેલાં સ્નાનનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. સાથે જ, આ મહિનામા તીર્થ કે ગંગા સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપ પણ દૂર થઇ શકે છે. તીર્થ સ્નાન શક્ય ન હોય તો ઘરના પાણીમા જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું પુણ્ય મળી શકે છે.
મહાભારતઃ એક સમયે ભોજન કરવાથી પાપ દૂર થઈ શકે છે
મહાભારતના અનુશાસન પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે વૈશાખ મહિનામાં એક સમય ભોજન કરવું જોઈએ. આવું કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઇ શકે છે. આવું કરવું સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકાર હોય છે. આ દિવસોમાં ગરમી વધી જાય છે. આ કારણે વધારે ભોજન કરવું જોઈએ નહીં. આ દિવસોમાં ઓછું ભોજન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. આળસ વધતી નથી અને મનમાં ખરાબ વિચાર પણ આવતા નથી. એટલે વ્યક્તિ પાપ કર્મ કરવાથી બચી જાય છે.
વૈશાખ મહિના માટે પૂજા વિધિ
મહર્ષિ નારદ પ્રમાણે વૈશાખ મહિનાનું મહત્ત્વ
નારદજી પ્રમાણે બ્રહ્માજીએ આ મહિનાને અન્ય બધા જ મહિનાઓમાં સૌથી શ્રેષ્ઠ જણાવ્યો છે. તેમણે આ મહિનાને બધા જીવોને મનગમતું ફળ આપનાર જણાવ્યો છે. નારદજીના જણાવ્યા પ્રમાણે આ મહિનો ધર્મ, યજ્ઞ, ક્રિયા અને તપસ્યાનો સાર છે અને દેવતાઓ દ્વારા પૂજિત પણ છે. તેમણે વૈશાખ મહિનાનું મહત્ત્વ જણાવતા કહ્યું છે કે જે પ્રકારે વિદ્યાર્થીઓમાં વેદ, મંત્રમાં પ્રણવ અક્ષર એટલે ઓમ, વૃક્ષ-છોડમાં કલ્પવૃક્ષ, કામધેનુ, દેવતાઓમાં વિષ્ણુ, નદીઓમાં ગંગા, તેજમાં સૂર્ય, શસ્ત્રોમાં ચક્ર, ધાતુઓમાં સોનું અને રત્નોમાં કૌસ્તુભમણિ છે. તે પ્રકારે અન્ય મહિનામાં વૈશાખ મહિનો સૌથી ઉત્તમ છે. આ મહિનામાં તીર્થ સ્નાન અને દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.