• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Vaishakh Month Is Also Considered Special Before Shiva For Shiva Worship, The Tradition Of Burning Pagoda In Shivalayas Due To Increasing Heat.

ધર્મ-કર્મ:શિવપૂજા માટે શ્રાવણ પહેલાં વૈશાખ મહિનાને પણ ખાસ માનવામાં આવે છે, ગરમી વધવાથી શિવાલયોમાં જળદાનની પરંપરા છે

5 મહિનો પહેલા
  • વૈશાખ મહિનામા શિવાલયોમાં પાણી ભરીને માટલું દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ શકે છે

12 મે, બુધવારથી વૈશાખ મહિનો શરૂ થઈ રહ્યો છે. આ મહિને ગરમી વધારે પડે છે કેમ કે, આ દરમિયાન સૂર્યનો પ્રકાશ ધરતી ઉપર વધારે સમય માટે રહે છે. સાથે જ, સૂર્યોદય જલ્દી થઈ જાય છે અને સૂર્યાસ્ત મોડો થાય છે. એટલે આ સમયે દિવસ મોટા અને રાત નાની થાય છે. આ કારણે સ્કંદ પુરાણમાં પણ જણાવવામાં આવ્યુ છે કે વૈશાખ મહિનામાં જળનું દાન કરવું જોઈએ, પશુ-પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ અને શિવલિંગ ઉપર જળ ચઢાવવું જોઈએ. સિઝન પ્રમાણે આવું કરવાથી અનેકગણું પુણ્ય મળી શકે છે.

વૈશાખ મહિનામાં ગરમી વધી જાય છે. એટલે આ મહિને ખાસ કરીને શિવાલયોમાં જળ દાનનું વિધાન છે
વૈશાખ મહિનામાં ગરમી વધી જાય છે. એટલે આ મહિને ખાસ કરીને શિવાલયોમાં જળ દાનનું વિધાન છે

વૈશાખ મહિનામાં શિવપૂજા ખાસ કેમઃ-
પુરીના જ્યોતિષાચાર્ય અને ધર્મગ્રંથોના જાણકાર ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે ભગવાન શિવજીએ જન કલ્યાણ માટે સમુદ્ર મંથનમાંથી બહાર આવેલું ઝેર પીધું હતું. તે ઝેરની ગરમીથી તેમનું શરીર વાદળી થઈ ગયું હતું. તે ગરમીને ઓછી કરવા માટે જ શિવલિંગ ઉપર જળ ચઢાવવાની પરંપરા છે.

વૈશાખ મહિનામાં ગરમી વધી જાય છે. એટલે આ મહિને ખાસ કરીને શિવાલયોમાં જળ દાનનું વિધાન છે. આ જ કારણ છે કે શિવ મંદિરોમાં ભગવાન ભોળાનાથ ઉપર જળધારા માટે પાણીથી ભરેલા માટલામા કાણું પાડીને કુશા લગાવવામાં આવે છે જેનાથી સતત શિવલિંગ ઉપર જળ ટપકે છે.

પુરાણોમાં શિવપૂજા માટે શ્રાવણ પહેલાં વૈશાખ મહિનોઃ-
પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાવણ પહેલાં વૈશાખ મહિનામા પણ શિવજીની વિશેષ આરાધના કરવી જોઈએ. વૈશાખ મહિનામાં ગરમી વધુ પડે છે, એટલે શિવજી ઉપર જળધારા લગાવવામાં આવે છે. વૈશાખ મહિના દરમિયાન તીર્થ સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ મહિને પશુ-પક્ષીઓને પણ જળ પીવડાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. જેનું વિશેષ પુણ્ય ફળ મળી શકે છે. વૈશાખ મહિનો 10 જૂનના રોજ પૂર્ણ થશે.