તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મ:ભગવાન વિષ્ણુને અતિ પ્રિય વૈશાખ મહિનામાં તીર્થ સ્થાન અને દાન કરવાથી પાપ નષ્ટ થાય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહર્ષિ નારદ પ્રમાણે જે પ્રકારે દેવતાઓ વિષ્ણુજી છે તેવી જ રીતે અન્ય મહિનાઓની સરખામણીમાં વૈશાખ મહિનો શ્રેષ્ઠ છે

12 મેથી વૈશાખ મહિનો શરૂ થયો. વૈશાખ મહિનાની પૂનમ તિથિએ વિશાખા નક્ષત્ર હોવાથી આ મહિનાનું નામ વૈશાખ છે. ગ્રંથો પ્રમાણે આ મહિનો પુણ્યદાયી માનવામાં આવે છે. મહાભારત, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ તથા નિર્ણય સિંધુ ગ્રંથમાં વૈશાખ મહિનાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ ગ્રંથો પ્રમાણે આ મહિનો ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. આ મહિનામાં સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ સિવાય વૈશાખ મહિનામાં તીર્થ અથવા ગંગા સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.

જે પ્રકારે વિદ્યાઓમાં વેદ, મંત્રમાં પ્રણવ અક્ષર એટલે ૐ, વૃક્ષ-છોડમાં કલ્પવૃક્ષ, કામધેનુ, દેવતાઓઓમાં વિષ્ણુ, નદીઓમાં ગંગા, તેજમાં સૂર્ય, શાસ્ત્રોમાં ચક્ર, ધાતુઓમાં સોનુ અને રત્નોમાં કૌસ્તુભમણિ છે
જે પ્રકારે વિદ્યાઓમાં વેદ, મંત્રમાં પ્રણવ અક્ષર એટલે ૐ, વૃક્ષ-છોડમાં કલ્પવૃક્ષ, કામધેનુ, દેવતાઓઓમાં વિષ્ણુ, નદીઓમાં ગંગા, તેજમાં સૂર્ય, શાસ્ત્રોમાં ચક્ર, ધાતુઓમાં સોનુ અને રત્નોમાં કૌસ્તુભમણિ છે

પૂજા વિધિઃ-
આ મહિનામાં સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું જોઇએ.

તીર્થ સ્નાન કરી શકો નહીં તો ઘરના જ પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ.

દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને શિવલિંગ ઉપર જળ ચઢાવો.

ભગવાન વિષ્ણુને તુલસી પાન અને પીપળાના વૃક્ષને જળ ચઢાવો.

ત્યાર બાદ જ દૂધ કે અનાજ ગ્રહણ કરવું.

દરરોજ જળ અથવા થોડા અનાજનું દાન કરવું જોઇએ.

દરરોજ એક સમય ભોજન કરવું. મહાભારતના અનુશાસન પર્વ પ્રમાણે આવું કરવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થઇ જાય છે.

મહર્ષિ નારદ પ્રમાણે વૈશાખ મહિનાનું મહત્ત્વઃ-
નારદજી પ્રમાણે બ્રહ્માજીએ આ મહિનાને અન્ય બધા જ મહિનામાં સૌથી શ્રેષ્ઠ ગણાવ્યો છે. તેમણે આ મહિનાને બધા જીવને મનગમતાં ફળ આપનાર જણાવ્યો છે. નારદજી પ્રમાણે આ મહિનો ધર્મ, યજ્ઞ, ક્રિયા અને તપસ્યાનો સાર છે અને દેવતાઓ દ્વારા પૂજિત પણ છે. તેમણે વૈશાખ મહિનાનું મહત્ત્વ જણાવતાં કહ્યું કે, જે પ્રકારે વિદ્યાઓમાં વેદ, મંત્રમાં પ્રણવ અક્ષર એટલે ૐ, વૃક્ષ-છોડમાં કલ્પવૃક્ષ, કામધેનુ, દેવતાઓઓમાં વિષ્ણુ, નદીઓમાં ગંગા, તેજમાં સૂર્ય, શાસ્ત્રોમાં ચક્ર, ધાતુઓમાં સોનુ અને રત્નોમાં કૌસ્તુભમણિ છે. તે જ રીતે અન્ય મહિનામાં વૈશાખ મહિનો સૌથી ઉત્તમ છે. આ મહિનામાં તીર્થ સ્નાન અને દાન કરવાથી જાણ્યા-અજાણ્યા કરેલાં પાપ નષ્ટ થઇ જાય છે.