તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્વ:મંગળવારે ચૈત્ર મહિનાની અમાસના દિેવસે સૂર્યને જળ ચઢાવીને દિવસની શરૂઆત કરવી જોઈએ, પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૈત્ર મહિનાની અમાસને સતુવાઈ અમાસ કહેવામાં આવે છે, આ દિવસે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઈએ

મંગળવાર, 11 મેના રોજ ચૈત્ર મહિનાની અમાસ છે. જેને સતુવાઈ અમાસ કહેવામાં આવે છે. આ દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ-તર્પણ વગેરે શુભ કામ કરવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોને અનાજ દાનમાં આપો. મંગળવારે અમાસ હોવાથી તેને ભોમ અમાસ કહેવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચૈત્ર મહિનામા પાણીનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ખાસ કરીને અમાસના દિવસે કોઇ સાર્વજનિક સ્થાનમાં પરબ લગાવો. જો તે શક્ય ન હોય તો કોઇ પરબમાં માટલાનું દાન કરો અને પાણીની વ્યવસ્થા કરાવો.

મંગળવારે સવારે જલ્દી જાગો અને સ્નાન કર્યા પછી સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવો. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. સૂર્ય માટે ગોળનું દાન કરો. કોઇ મંદિરમાં પૂજાપાઠમા કામ આવતા તાંબાના વાસણનું દાન કરી શકો છો.

અમાસના દિવસે પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી
અમાસના દિવસે પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી

આ દિવસોમા ગરમી ખૂબ જ વધારે રહે છે. પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરો. ઘરની અગાસીમા દાણા નાખો. આ શુભ કામ કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.

કોઇ શિવ મંદિરમાં શિવલિંગ ઉપર ઠંડુ જળ ચઢાવો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ચૈત્ર મહિનામાં શિવલિંગ ઉપર જળ ચઢાવવાનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસોમાં શિવલિંગ ઉપર માટીના કળશથી જળની ધારા કરવામાં આવે છે.

અમાસના દિવસે ઘરના પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું
અમાસના દિવસે ઘરના પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું

અમાસના દિવસે ઘરના પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. બપોરે લગભગ 12 વાગે ગોબરના છાણા પ્રગટાવો અને જ્યારે ધુમાડો બંધ થઈ જાય ત્યારે ગોળ અને ઘી તેના ઉપર રાખીને ધૂપ અર્પણ કરો. પિતૃઓના નામથી ધન અને અનાજનું દાન જરૂરિયાતમંદ લોકોને કરો.

અમાસના દિવસે હનુમાનજી સામે દીવો પ્રગટાવવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.