સતુવાઈ અમાસ:11મીએ ચોખાના લોટનું દાન કરવાની અને શ્રાદ્ધ કરવાની પરંપરા છે, આવું કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૈત્ર મહિનાની અમાસના દિવસે ચોખાના લોટથી બનેલા સત્તુનું દાન કરવામાં આવે છે એટલે તેને સતુવાઈ અમાસ કહેવામાં આવે છે

જ્યોતિષીય અને ધાર્મિક દૃષ્ટિએ ચૈત્ર મહિનાની અમાસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ વખતે અમાસ 11 મેના રોજ છે. આ દિવસે ચોખાના લોટથી બનેલાં સત્તુનું પણ દાન કરવામાં આવે છે. એટલે તેને સતુવાઈ અમાસ કહેવામાં આવે છે. અમાસ પિતૃઓને સમર્પિત હોય છે. એટલે પિતૃદોષથી છુટકારો મેળવવા માટે અમાસનું વિશેષ મહત્ત્વ જણાવવામા આવ્યું છે. આ તિથિએ સ્નાન, શ્રાદ્ધ અને દાન કરવું વિશેષ ફળદાયી હોય છે. પુરાણો પ્રમાણે ચૈત્ર મહિનાની અમાસના દિવસે કરવામાં આવેલ શ્રાદ્ધથી પિતૃઓ સંતુષ્ટ થાય છે.

ચોખાથી બનેલાં સત્તુનું દાનઃ-
આ દિવસે પિતૃઓ માટે કરવામાં આવતા શ્રાદ્ધમા ચોખાથી બનેલાં પિંડનું દાન કરવામાં આવે છે અને ચોખાના જ લોટથી બનેલાં સત્તુનું દાન કરવામાં આવે છે. આવું કરવાથી પિતૃઓ ખુશ થાય છે. ચોખાને હવિષ્ય અનાજ પણ કહેવામાં આવે છે એટલે દેવતાઓનું ભોજન. ચોખાનો ઉપયોગ દરેક યજ્ઞમાં કરવામાં આવે છે. ચોખા પિતૃઓને પણ પ્રિય છે. ચોખા વિના શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવતું નથી. એટલે આ દિવસે ચોખાનો વિશેષ ઉપયોગ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે.

અમાસના દિવસે ચોખાના લોટથી બનેલાં સત્તુનું પણ દાન કરવામાં આવે છે. એટલે તેને સતુવાઈ અમાસ કહેવામાં આવે છે
અમાસના દિવસે ચોખાના લોટથી બનેલાં સત્તુનું પણ દાન કરવામાં આવે છે. એટલે તેને સતુવાઈ અમાસ કહેવામાં આવે છે

સતુવાઈ અમાસના દિવસે દાનઃ-

  • સતુવાઈ અમાસના દિવસે સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ સ્નાન કરવાની પરંપરા છે. મહામારીના કારણે આવું થઇ શકે નહીં એટલે ઘરના પાણીમા જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તેનું પુણ્ય મળી શકે છે.
  • તે પછી ઉગતા સૂર્યને જળ ચઢાવો. પછી શ્રદ્ધા પ્રમાણે દાન કરવાનો સંકલ્પ લેવો જોઈએ.
  • પછી એક લોટામાં પાણી, કાચુ દૂધ અને તલ મિક્સ કરીને પીપળાના વૃક્ષમાં ચઢાવવું જોઈએ. તે પછી પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવવો.
  • તે પછી ચોખાના લોટથી સત્તુ બનાવો અને જરૂરિયાતમંદ લોકોને તેનું દાન કરો.
  • બપોરે ચોખાના લોટથી પિંડ બનાવો અને પિતૃઓ માટે શ્રાદ્ધ કરો.
  • કોઇ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ લોકોને અનાજ અને જળનું દાન કરો.