• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Uttarakhand Chardham Yatra 2022, Kedarnath Dham, Vasuki Tal Is Located Near Kedarnath; Brahma Kamal And Natural Scenery Are The Specialty Of Vasuki Taal

ઉત્તરાખંડની ચારધામ યાત્રા:કેદારનાથ પાસે જ વાસુકી તળાવ છે; અહીં માન્યતા પ્રમાણે શ્રાવણ પૂનમના દિવસે વાસુકી નાગનાં દર્શન થાય છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રહ્મ કમળ અને પ્રાકૃતિક દૃશ્ય અહીંની ખાસિયત છે

આ દિવસોમાં ઉત્તરાખંડની ચારધામ યાત્રા ચાલી રહી છે અને દેશભરથી હજારો ભક્તો રોજ અહીં પહોંચી રહ્યા છે. મોટાભાગે ભક્તો આ યાત્રામાં કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને આ મંદિરોના રસ્તામાં આવતા દરેક ધાર્મિક સ્થળના દર્શન કરે છે. આ ચારધામોની આસપાસ પણ અનેક એવી જગ્યા છે, જ્યાંનું પ્રાકૃતિક વાતાવરણ લોકોનો થાક દૂર કરે છે.

કેદારનાથ ધામથી સડક માર્ગથી લગભગ 22 કિમી દૂર વાસુકી તળાવ આવેલું છે. વાસુકી તળાવની ખાસ વાત એ છે કે અહીં ઘણાં બ્રહ્મ કમળ જોવા મળે છે. સાથે જ, અહીંનું પ્રાકૃતિક વાતાવરણ ખૂબ જ મનમોહક છે. ચારેય બાજુ બરફના ઊંચા-ઊંચા પહાડ જોવા મળે છે. જે લોકો ટ્રેકિંગ પસંદ કરે છે, તેમના માટે કેદારનાથથી વાસુકી તળાવ સુધીનું ટ્રેકિંગ ખૂબ જ રોમાંચક રહે છે. આ ટ્રેકિંગ લગભગ 8 કિમીનું રહે છે.

વાસુકી તળાવ સાથે જોડાયેલી માન્યતા

  • વાસુકી એક નાગનું નામ છે. વાસુકીના પિતા ઋષિ કશ્યપ અને માતા કદ્રુ હતાં. સમુદ્ર મંથન સમયે વાસુકી નાગને દોરડાની જેમ મંદરાચલ પર્વત ઉપર લપેટવામાં આવ્યાં હતાં.
  • એક તરફથી દેવતાઓએ અને બીજી બાજુથી અસુરોએ વાસુકીને પકડ્યા અને સમુદ્ર મંથન કર્યું હતું. તે વાસુકીનો અહીં વાસ માનવામાં આવે છે અને તેના જ નામથી આ તળાવનું નામ વાસુકી તળાવ પડ્યું છે.
  • અહીંના લોકો કહે છે કે શ્રાવણ પૂનમના દિવસે આ સરોવરમાં વાસુકી નાગનાં દર્શન થાય છે. વાસુકીને નાગરાજ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં કેદારનાથને અહીંના બ્રહ્મ કમળ જ અર્પણ કરવામાં આવે છે.
શ્રાવણ મહિનામાં કેદારનાથને અહીંના બ્રહ્મ કમળ જ અર્પણ કરવામાં આવે છે
શ્રાવણ મહિનામાં કેદારનાથને અહીંના બ્રહ્મ કમળ જ અર્પણ કરવામાં આવે છે

વાસુકી તળાવ સાથે જોડાયેલી ખાસ વાત

  • વાસુકી તળાવ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના સોનપ્રયાગ ક્ષેત્રમાં સ્થિત છે. સમુદ્ર તળેટીથી આ તળાવ લગભગ 4,140 મીટરની ઊંચાઈએ આવેલું છે. કેદારનાથ આવતા અનેક ભક્તો વાસુકી તળાવની યાત્રા પણ કરે છે.
  • અહીં આવનાર લોકો કેદારનાથથી પગપાળા કે પછી પાલખી, ઘોડો, ટટ્ટૂ, પિઠ્ઠૂની મદદથી વાસુકી તળાવ પહોંચી શકે છે.
  • કેદારનાથ પાસે જ શંકરાચાર્યજીની સમાધિ, ભીમશિલા અને શ્રી ભૈરવનાથ મંદિર આવેલું છે. વાસુકી તળાવની યાત્રામાં લગભગ એક દિવસનો સમય લાગે છે. કોશિશ કરવી જોઈએ કે આ યાત્રા દિવસમાં જ પૂર્ણ થઈ જાય. આ રસ્તો રાતની યાત્રા માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી.
અહીંનું પ્રાકૃતિક વાતાવરણ ખૂબ જ મનમોહક છે. ચારેય બાજુ બરફના ઊંચા-ઊંચા પહાડ જોવા મળે છે.
અહીંનું પ્રાકૃતિક વાતાવરણ ખૂબ જ મનમોહક છે. ચારેય બાજુ બરફના ઊંચા-ઊંચા પહાડ જોવા મળે છે.

વાસુકી તળાવની સુંદરતા અદભૂત છે

  • કેદારનાથ પછી મુશ્કેલ રસ્તો પાર કર્યા પછી જ્યારે કોઈ વ્યક્તિ વાસુકી તળાવ પહોંચે છે તો અહીંનું પ્રાકૃતિક વાતાવરણ જોઈને તેમનો થાક દૂર થઈ જાય છે.
  • વાસુકી તળાવની આસપાસ હિમાલયનાં ઊંચા-ઊંચા પહાડો જોવા મળે છે. અહીંના અસંખ્ય બ્રહ્મ કમળ જોવા મળે છે.
  • વાસુકી તળાવની યાત્રાનો સમય ઉત્તરાખંડની ચારધામ યાત્રા જેવો જ રહે છે. જ્યારે ચારધામ યાત્રા બંધ થઈ જાય છે ત્યારે વાસુકી તળાવની યાત્રા પણ બંધ કરી દેવામાં આવે છે.

વાસુકી તળાવ કેવી રીતે પહોંચી શકાય છે
ભારતના કોઈપણ શહેરોમાંથી ઋષિકેશ, દેહરાદૂન, હરિદ્વાર આવીને અહીંથી કેદારનાથ પહોંચી વાસુકી તળાવની યાત્રા કરી શકાય છે.