તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Uttarakhand Chardham Devsthanam Board, Hemkund Sahib, Panchkadar Yatra, Chardham Yatra 2021 Updates, Badrinath, Kedarnath, Gangotri, Yamunotri

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડ:ક્યારે ખૂલશે રાજ્યના ચારધામ, હેમકુંડ સાહેબ અને પંચકેદાર મંદિરોના કપાટ, કોરોનાના કારણે ભક્તો યાત્રા કરી શકશે નહીં

3 દિવસ પહેલા

ઉત્તરાખંડના ચારધામ અને પંચકેદારમાંથી ચાર કેદાર મંદિર ઠંડીના કારણે હાલ બંધ છે. થોડા જ દિવસોમાં આ બધા જ મંદિરોના કપાટ ખૂલી જશે, પરંતુ કોરોના મહામારીના કારણે ભક્તો માટે યાત્રા બંધ રહેશે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કપાટ ખૂલતી સમયે ભક્ત મંદિરોમાં હાજર રહી શકશે નહીં.

ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ્ બોર્ડના મીડિયા અધિકારી ડો. હરીશ ગૌડના જણાવ્યા પ્રમાણે બદ્રીનાથ ધામના કપાટ મંગળવાર, 18 મે સવારે 4.15 વાગે ખૂલશે. કેદારનાથ ધામના કપાટ સોમવાર, 17 મે સવારે 5 વાગે ખૂલશે. ગંગોત્રી ધામના કપાટ શનિવાર, 15 મે સવારે 7.31 વાગે ખૂલશે. યમુનોત્રી ધામના કપાટ અખાત્રીજ શુક્રવાર, 14 મે બપોરે 12.15 વાગે ખૂલશે.

પંચકેદારમાં દ્વિતીય કેદાર મદમહેશ્વર મંદિરના કપાટ 24 મે સવારે ખૂલશે. તૃતીય કેદાર તુંગનાથના કપાટ 17 મે બપોરે 12 વાગે ખૂલશે. ચતુર્થ કેદાર રૂદ્રનાથના કપાટ 17 મે સવારે ખૂલશે. શ્રી હેમકુંડ સાહેબ અને લક્ષ્મણ મંદિર લોકપાલ તીર્થના કપાટ 10 મેના રોજ ખોલી દેવામાં આવશે. પંચકેદારમાંથી એક કલ્પેશ્વર મંદિર આખુ વર્ષ ભક્તો માટે ખુલ્લું રહે છે.

કોરોના મહામારીને જોતા મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે હાલ ચારધામ અને અન્ય મંદિરોની યાત્રા ટાળી દીધી છે
કોરોના મહામારીને જોતા મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે હાલ ચારધામ અને અન્ય મંદિરોની યાત્રા ટાળી દીધી છે

કોરોના મહામારીના કારણે આ મંદિરોના કપાટ ખોલતી સમયે મંદિર સાથે જોડાયેલાં પૂજારી અને અધિકારી-કર્મચારીઓ ઓછી સંખ્યામાં હાજર રહેશે. આ દરમિયાન કોવિડ-19થી બચવા માટે જાહેર કરવામાં આવેલ એસઓપીનું પાલન કરવામાં આવશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝેશન બધા જ લોકો માટે જરૂરી રહેશે. કોરોના મહામારીને જોતા મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે હાલ ચારધામ અને અન્ય મંદિરોની યાત્રા ટાળી દીધી છે. ભક્તો આ મંદિરમાં પૂજા-દર્શન કરી શકશે નહીં.

ચારધામમાં માત્ર તીર્થ પુરોહિતોને જ નિયમિત પૂજા-પાઠ કરવાની મંજૂરી રહેશે. સ્થાનિક જિલ્લાના રહેવાસી પણ મંદિરમાં પૂજા-પાઠ માટે આવી શકશે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો