શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:જ્યોતેશ્વર મહાદેવ; ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામના કપાટ બંધ થયા પછી શંકરાચાર્યે આ મંદિરમાં તપ કર્યું હતું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં શિવજીના મંદિરોમાં ભક્તોની ભીડ રહે છે. આજે જાણો એક એવા પ્રાચીન મંદિર વિશે, જેનો સંબંધ આદિ ગુરુ શંકરાચાર્યજી સાથે છે. ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના જોશીમઠમાં જ્યોતેશ્વર મહાદેવ નામનું એક પ્રાચીન મંદિર છે. આ મંદિરનો સંબંધ આદિ ગુરુ શંકરાચાર્ય સાથે છે. બદ્રીનાથના ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલના જણાવ્યા પ્રમાણે શંકરાચાર્યજીએ દેશના ચાર મઠની સ્થાપના કરી હતી અને પહેલું મઠ જ્યોર્તિમઠ બનાવ્યું હતું.

માન્યતા છે કે જ્યોતેશ્વર મહાદેવ મંદિરમાં આદિ ગુરુ શંકરાચાર્યજીએ લગભગ 5 વર્ષ સુધી તપસ્યા કરી હતી. તે સમયે બદ્રીનાથ ધામના કપાટ બંધ થયા પછી આદિ ગુરુ શંકરાચાર્યજી દર વર્ષે છ મહિના સુધી આ સ્થાને જ નિવાસ કરતાં હતાં.

બદ્રીનાથ ધામના કપાટ બંધ થયા પછી આદિ ગુરુ શંકરાચાર્યજી દર વર્ષે છ મહિના સુધી આ સ્થાને જ નિવાસ કરતાં હતાં.
બદ્રીનાથ ધામના કપાટ બંધ થયા પછી આદિ ગુરુ શંકરાચાર્યજી દર વર્ષે છ મહિના સુધી આ સ્થાને જ નિવાસ કરતાં હતાં.

જ્યોતેશ્વર મહાદેવ મંદિરની ઠીક પાછળ એક કલ્પવૃક્ષ છે. આ ઝાડને શંકરાચાર્યજીના કાળનું માનવામાં આવે છે. આ મંદિરના પૂજારી ઉનિયાલ લોકો છે. આ સમયે ઉનિયાલ પરિવારના પૂજારી મહિમાનંદ ઉનિયાલ આ મંદિરમાં પૂજન કર્મ કરે છે.

ઠંડીના સમયગાળામાં નરસિંહ મંદિરમાં ભગવાન બદ્રીનાથની પૂજા થાય છે-
ઠંડીના દિવસોમાં જ્યારે બદ્રીનાથ ધામના કપાટ બંધ રહે છે, ત્યારે જોશીમઠના નરસિંહ મંદિરમાં ભગવાન બદ્રીનાથની પૂજા કરવામાં આવે છે. ઠંડીના દિવસોમાં અહીં બદ્રીનાથજીની ગાદી વિરાજિત રહે છે. અહીં ભગવાન બદ્રીનાથની પૂજા કરવામાં આવે છે. વર્ષભર નરસિંહ મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.

કેવી રીતે પહોંચવું-
ચમોલીથી જોશીમઠ લગભગ 101 કિલોમીટર દૂર છે. ચમોલી પહોંચ્યા પછી પ્રાઇવેટ ટેક્સી કે અન્ય સાધન દ્વારા જોશીમઠ સરળતાથી પહોંચી શકાય છે

અન્ય સમાચારો પણ છે...