તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Upta Navratri Will Start From 12 February, Shri Krishna Puja Vidhi, Goddess Durga Puja, Saraswati Puja, Basant Panchami 2021

13 માર્ચ સુધી મહા મહિનો રહેશે:12 ફેબ્રુઆરીએ ગુપ્ત નવરાત્રિ શરૂ થશે, આ મહિનામાં શ્રીકૃષ્ણ, દેવી દુર્ગા અને સરસ્વતીજીની પૂજા કરવાનું મહત્ત્વ

6 મહિનો પહેલા
  • 12 ફેબ્રુઆરીથી મહા મહિનો શરૂ, આ મહિનામાં નદીઓમાં સ્નાન કરવા અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે

12 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી મહા મહિનો રહેશે. આ મહિનામાં ગુપ્ત નવરાત્રિ અને વસંત પાંચમ જેવા પર્વ ઊજવાશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે મહા મહિનામાં ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પૂજા ખાસ કરીને કરવી જોઇએ. આ મહિનામાં શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડૂ ગોપાલનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો જોઇએ. પીળા ચમકીલા વસ્ત્ર અર્પણ કરો અને તુલસી સાથે માખણ-મિશ્રીનો ભોગ ધરાવો.

રવિવાર, 31 જાન્યુઆરીએ પોષ મહિનાના વદ પક્ષની ચોથ રહેશે. જેને તલ ચોથ પણ કહેવામાં આવે છે. આ દિવસે તલ-ગોળનું દાન કરો. ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરો.

રવિવાર, 8 ફેબ્રુઆરીએ પોષ મહિનાના વદ પક્ષની એકાદશી રહેશે. જેને ષટતિલા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે તલનું દાન કરો. ભગવાન વિષ્ણુજી માટે વ્રત કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો.

ગુરુવાર, 11 ફેબ્રુઆરીએ પોષ મહિનાની અમાસ રહેશે. જેને મૌની અમાસ કહેવામાં આવે છે. આ દિવસે પિતૃઓનું ધૂપ-ધ્યાન કરો. કોઇ પવિત્ર નદીમાં સ્નાન અને દાન-પુણ્ય કરો.

શુક્રવાર, 12 ફેબ્રુઆરીએ કુંભ સંક્રાતિ રહેશે. સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને તીર્થ દર્શનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ગુપ્ત નવરાત્રિ પણ શરૂ થશે.

સોમવાર, 15 ફેબ્રુઆરીએ મહા સુદ ચોથ રહેશે. આ તિથિ ગણેશજીની પૂજા કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ગણેશજી માટે વ્રત કરવામાં આવે છે.

મંગળવાર, 16 ફેબ્રુઆરીએ વસંત પાંચમ છે. આ તિથિએ માતા સરસ્વતી પ્રકટ થયાં હતાં. આ દિવસે દેવી સરસ્વતીને કેસરિયા ભાતનો ભોગ ધરાવવામાં આવે છે.

મંગળવાર, 23 ફેબ્રુઆરીએ જયા એકાદશી રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને તેમના અવતાર શ્રીકૃષ્ણની પૂજા કરો. બાળ ગોપાલને તુલસી સાથે માખણ-મિશ્રીનો ભોગ ધરાવો.

શનિવાર, 27 ફેબ્રુઆરીએ મહા મહિનાની પૂનમ રહેશે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરો અને દાન-પુણ્ય કરો. પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવાની પણ પરંપરા છે.