તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:વિના કારણે ગુસ્સો હંમેશાં પોતાના માટે જ નુકસાનદાયી સાબિત થાય છે

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક
  • ઋષિ દુર્વાસાએ રાજા અમ્બરીશ ઉપર અકારણ ગુસ્સો કર્યો, જેનું પરિણામ તેમણે જ ભોગવવું પડ્યું

દુર્વાસા ઋષિ તેમના ગુસ્સા માટે ઓળખવામા આવતા હતાં. તેમને વાતે-વાતે ગુસ્સો આવતો હતો અને તેઓ સામે રહેલાં વ્યક્તિને શ્રાપ આપી દેતા હતાં. એકવાર ઋષિ દુર્વાસાને જાણ થઇ કે રાજા અમ્બરીશ એકાદશી વ્રતનું વિધાન કરી રહ્યા છે, તો દુર્વાસા અમ્બરીશની પરીક્ષા લેવા તેમના મહેલમાં પહોંચી ગયાં.

અમ્બરીશે ખૂબ જ પ્રસન્નતા સાથે ઋષિ દુર્વાસાનું સ્વાગત કર્યું. તેમના પગ ધોયા અને સંપૂર્ણ સન્માન સાથે તેમને આસન આપ્યું. અમ્બરીશે ઋષિ દુર્વાસાને કહ્યું, ભગવાન તમે ખૂબ જ સારા સમયે પધાર્યા છો. મારું એકાદશી વ્રતનું વિધાન પૂર્ણ થઇ રહ્યું છે. આજે તમે મારે ત્યાં ભોજન ગ્રહણ કરશો તો મારા ઉપર કૃપા રહેશે.

દુર્વાસાએ કહ્યું કે હું ભોજન તો કરીશ, પરંતુ તેના પહેલાં નદીમા સ્નાન કરીશ. જ્યાં સુધી હું પાછો ફરું નહીં, તમે તમારું વ્રત તોડશો નહીં. આવું કહીને દુર્વાસા ઋષિ સ્નાન કરવા માટે જતા રહ્યા. પરંતુ નદી કિનારે જ ધ્યાન લગાવીને બેસી ગયાં.

ઘણો સમય પસાર થઈ ગયો. દુર્વાસા પાછા ફર્યા નહીં. અહીં અમ્બરીશના વ્રત પૂર્ણ કરવાનો સમય વિતી રહ્યો હતો, પરંતુ દુર્વાસાના શ્રાપના કારણે તેઓ વ્રત તોડી રહ્યા નહોતાં. ઘણો સમય થઇ જવાથી થોડા વિદ્વાન બ્રાહ્મણોએ અમ્બરીશને સમજાવ્યો કે તેઓ તુલસીના જળનું સેવન કરી લે. તેનાથી વ્રત પૂર્ણ થઇ જશે અને દુર્વાસાની વાત પણ રહી જશે.

અમ્બરીશે તેવું જ કર્યું. ભોજન કર્યું નહીં, માત્ર તુલસીના જળનું સેવન કરી લીધું. ત્યારે જ દુર્વાસા આવી ગયાં. અમ્બરીશે પોતાવું વ્રત તોડી દીધું છે, તે જાણીને ગુસ્સે થઈ ગયાં. અમ્બરીશે માફી માગી પરંતુ દુર્વાસા માન્યા નહીં. તેમણે તેમના તપબળથી એક કૃત્યા(રાક્ષસી) પેદા કરી. તેમણે કૃત્યાને આદેશ આપ્યો કે તે અમ્બરીશને ખાઈ જાય. કૃપ્તા, અમ્બરીશ ઉપર પ્રહાર કરવા કરી ત્યારે જ ત્યાં ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર પ્રકટ થયું.

ચક્રએ ક્ષણભરમાં કૃત્યાને બાળીને રાખ કરી દીધી. પછી ચક્ર દુર્વાસા તરફ ગયું. ચક્ર પોતાની તરફ આવતું જોઈને દુર્વાસા ભાગ્યાં. તેમણે અનેક દેવતાઓની શરણ લીધી, પરંતુ કોઇએ દુર્વાસાની મદદ કરી નહીં. પછી ભગવાન વિષ્ણુ પ્રકટ થયાં, તેમણે કહ્યું દુર્વાસા તમે અમ્બરીશ પ્રત્યે અપરાધ કર્યો છે. તેમની માફી માગો. દુર્વાસા અમ્બરીશ પાસે પહોંચ્યાં. તેમણે માફી માગી.

અમ્બરીશ કહ્યું, તમે માફી માગશો નહીં ભગવાન, અપરાધી તો હું છું. હું તમારી માફી માગું છું.

બોધપાઠ- ગુસ્સો કરવાથી હંમેશાં નુકસાન જ થાય છે. ગુસ્સો કરવાથી બચવું જોઈએ. જો કોઇ સારા વ્યક્તિ ઉપર કોઇ વાત વિના તમે ગુસ્સો કરતા રહેશો તો તેનું પરિણામ તમારે જ ભોગવવું પડશે. કેમ કે, સારા વ્યક્તિ સાથે સંપૂર્ણ પ્રકૃતિ અને પરમાત્માની શક્તિ હોય છે.