• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Two Consecutive Big Festivals: Today, Jyeshtha Purnima, And Tomorrow On Mithun Sankranti, Bathing Will Be Done, The Month Of Ashadh Will Also Start From June

બે દિવસ પુણ્ય પર્વ:આજે જેઠ પૂનમ અને કાલે મિથુન સંક્રાંતિએ સ્નાન-દાન કરવામાં આવશે, 15 જૂનથી વૈશાખ વદ પક્ષ શરૂ થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ સપ્તાહ સતત બે મોટા પર્વ રહેશે. જેમાં મંગળવાર એટલે આજે જેઠ મહિનાની પૂનમ અને બુધવારે મિથુન સંક્રાંતિ પર્વ ઊજવાશે. આ દિવસે એટલે 15 જૂનથી વૈશાખ મહિનાનો વદ પક્ષ પણ શરૂ થઈ જશે. આ પક્ષના પહેલાં જ દિવસે સૂર્ય પર્વ હોવું શુભ સંયોગ છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પૂનમ અને તેના બીજા દિવસે સંક્રાંતિ પર્વ હોવાથી, બંને દિવસોમાં કરવામાં આવેલ તીર્થ સ્નાન અને દાન અક્ષય પુણ્ય આપનાર હોય છે. આ બંને દિવસે કરવામાં આવતા શુભ કાર્યોનું પુણ્ય ક્યારેય નષ્ટ થતું નથી.

પુણ્ય આપનાર બે પર્વઃ જેઠ પૂનમ અને મિથુન સંક્રાંતિ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે જેઠ મહિનાની પૂનમના દિવસે પવિત્ર નદીમાં સ્નાન-દાન કરવાની પરંપરા છે. એવું ન કરી શકાય તો ઘરના જ પાણીમાં ગંગાજળના થોડા ટીપા મિક્સ કરીને તીર્થ સ્નાનનું પુણ્ય મેળવી શકાય છે. ત્યાં જ, સંક્રાંતિ પર્વમાં સ્નાન-દાન સાથે જ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવાનું વિધાન છે. આવું કરવાથી પિતૃ સંતુષ્ટ થઈ જાય છે. સંક્રાંતિએ ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવું અને પૂજા કરવાથી આત્મવિશ્વાસ અને પોઝિટિવિટી વધે છે. સૂર્યના પ્રકાશથી મળતા વિટામિન ડીથી બીમારીઓ પણ દૂર થવા લાગે છે.

જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે
જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે

જેઠ પૂનમ, વટ સાવિત્રી વ્રતઃ 14 જૂન, મંગળવાર
પુરાણો પ્રમાણે જેઠ મહિનાની પૂનમને મન્વાદિ તિથિ કહેવામાં આવે છે. એટલે આ દિવસે કરવામાં આવતા તીર્થ સ્નાન અને દાનથી મળતું પુણ્ય અખૂટ રહે છે. ભવિષ્ય અને સ્કંદ પુરાણ પ્રમાણે જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે. આ દિવસે વડના ઝાડની નીચે ભગવાન શિવ-પાર્વતી પછી સત્યવાન અને સાવિત્રીની પૂજા કરવામાં આવે છે. સાથે જ, યમરાજને પણ પ્રણામ કરવામાં આવે છે. પોતાના પતિની લાંબી ઉંમર માટે પરિણીતા મહિલાઓ આ વ્રત કરે છે.

મિથુન સંક્રાંતિઃ 15 જૂન, બુધવાર
સૂર્યના મિથુન રાશિમાં આવી જવાથી મિથુન સંક્રાંતિ પર્વ ઉજવાય છે. આ દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવું અને પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે તીર્થ અને પવિત્ર નદીઓમાં સ્નાન-દાન અને પિતૃઓ માટે શ્રાદ્ધ પણ કરવામાં આવે છે. આ પર્વમાં સૂર્યને અર્ઘ્ય આપવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. પાણીમાં લાલ ચંદન અને ચોખા મિક્સ કરીને સૂર્યને જળ ચઢાવવું જોઈએ. સૂર્યને જળ અર્પણ કરતી સમયે તે પાણીની ધારામાં સૂર્યને જોવો જોઈએ. અર્ઘ્ય આપવામાં આવતા જળને તાંબાના જ વાસણમાં લેવું જોઈએ અને મદારના ઝાડમાં નાખવું જોઈએ.