ઉત્તરાખંડ:તુંગનાથ મંદિર સૌથી ઉંચાઈ પર છે, શિવજીના ભક્તોની સાથે ટ્રેકિંગ પસંદ કરતા લોકો પણ અહીં આવે છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરાખંડમાં શિવજીના પાંચ ખાસ મંદિર છે, જેને પંચ કેદાર કહેવામાં આવે છે
  • તુંગનાથ મંદિર રુદ્રપ્રયાગ જિલ્લામાં લગભગ 3600 મીટરની ઉંચાઈ પર આવેલું છે

ઉત્તરાખંડમાં શિવજીના પાંચ ખાસ મંદિર છે, જેને પંચ કેદાર કહેવામાં આવે છે. તેમાં કેદારનાથ, તુંગનાથ, રુદ્રનાથ, મધ્યમહેશ્વર અને કલ્પેશ્વર મંદિર સામેલ છે. તુંગનાથ મંદિર રુદ્રપ્રયાગ જિલ્લામાં લગભગ 3600 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ કારણે તે દુનિયામાં સૌથી ઉંચાઈ પર બનાવવામાં આવેલું શિવ મંદિર છે. તુંગનાથ દર્શન માટે સોનપ્રયાગ પહોંચવાનું હોય છે. ત્યારબાદ ગુપ્તકાશી, ઊખીમઠ, ચોપટા થઈને તુંગનાથ મંદિર પહોંચી શકાય છે. શ્રાવણ મહિનામાં અહીં ઘણા શિવ ભક્તો આવે છે.

માન્યતા છે કે આ મંદિર લગભગ હજાર વર્ષ જૂનું છે અને આ જગ્યા મહાભારત કાળ સાથે પણ સંબંધિત છે. તુંગનાથથી લગભગ 1.5 કિમી દૂર ચંદ્રશિલા પીક છે. તેની ઉંચાઈ લગભગ 4000 મીટર છે. ચોપટાથી તુંગના એક તરફના ટ્રેકિંગમાં લગભગ 1થી 1.30 કલાકનો સમય લાગે છે.

જ્યારે તુંગનાથમાં બરફ જામી જાય છે, ત્યારે અહીંનો નજારો કંઈક આવો દેખાય છે.
જ્યારે તુંગનાથમાં બરફ જામી જાય છે, ત્યારે અહીંનો નજારો કંઈક આવો દેખાય છે.

તુંગનાથ ઉત્તરાખંડમાં ગઢવાલના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલો એક પર્વત છે. આ પર્વત પર તુંગનાથ મંદિર આવેલું છે. મંદિર વિશે એવી કથા પ્રચલિત છે તે તેને પાંડવોએ બનાવ્યું હતું. કુરુક્ષેત્રમાં થયેલા નરસંહારથી પાંડવો ઘણા દુઃખી હતા. તેઓ શાંતિ માટે હિમાલયના પ્રદેશમાં આવ્યા હતા. તે સમયે તેમને શિવજીને પ્રસન્ન કરવા માટે આ મંદિરનું નિર્માણ કર્યું હતું. એક અન્ય માન્યતા અનુસાર, માતા પાર્વતીએ શિવજીને મેળવવા માટે આ ક્ષેત્રમાં તપ કર્યું હતું.

અત્યારે કોરોનાનાં કારણે અહીં આવતા પર્યટકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમ છતાં અહીં ટ્રેકિંગના શોખીન લોકો આવી રહ્યા છે. ભક્તો માટે મંદિર પણ ખુલ્લું છે. કોરોના મહામારી સાથે સંબંધિત નિયમોનું પાલન કરીને અહીંની યાત્રા કરી શકાય છે.