• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Tulsi Puja Method, Devuthani Ekadashi 2021, Devuthani Ekadashi On 14th And 15th November, Light A Lamp Near Tulsi After Sunset

તુલસી વિવાહ:આજે અને કાલે સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો, ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે તુલસી નામાષ્ટક મંત્રનો પાઠ કરવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ધર્મલાભ મળે છે
  • તુલસીના પાનનું સેવન રોજ કરવાથી સ્વાસ્થ્યને લગતા અનેક લાભ મળે છે

આ વખતે 14 અને 15 નવેમ્બરના રોજ કારતક મહિનાની સુદ પક્ષની એકાદશી છે. પંચાંગ ભેદના કારણે થોડા ક્ષેત્રોમાં 14 નવેમ્બર અને થોડા ક્ષેત્રોમાં 15 નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશીનું વ્રત કરવામાં આવશે. માન્યતા છે કે આ તિથિએ ભગવાન વિષ્ણુ નિદ્રાથી જાગે છે. આ દિવસથી લગ્ન અને અન્ય માંગલિક કાર્યો ફરીથી શરૂ થાય છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ તિથિએ તુલસી અને શાલિગ્રામના લગ્ન કરાવવાની પરંપરા છે. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. એક કથા પ્રમાણે ભગવાન વિષ્ણુએ છળ કરીને દેવી તુલસીનું પતિવ્રત ભંગ કર્યું હતું, તે પછી તુલસીના પતિ શંખચૂડનો વધ શિવજીએ કરી દીધો હતો. ત્યારે આ વાત જાણીને તુલસીએ વિષ્ણુજીને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો હતો. ત્યારે વિષ્ણુજીએ આ શ્રાપ સ્વીકાર કર્યો અને તુલસીને પૂજનીય થવાનું વરદાન આપ્યું હતું.

ઘરમાં તુલસી હોય તો વાસ્તુદોષ શાંત રહે છે, વાતાવરણમાં પોઝિટિવિટી જળવાયેલી રહે છે. આયુર્વેદમાં પણ તુલસીનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓમાં કરવામાં આવે છે. તુલસીના પાનનું સેવન રોજ કરવાથી સ્વાસ્થ્યને લગતા અનેક લાભ મળે છે. રોજ તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ધર્મલાભ મળે છે.

તુલસીનો સૌથી મુખ્ય ગુણ શુદ્ધતા છે. તુલસી પોતાની આસપાસના વાતાવરણને શુદ્ધ જાળવે છે. તેના કારણે ઘરમાં પોઝિટિવ ઊર્જા જળવાયેલી રહે છે.
તુલસીનો સૌથી મુખ્ય ગુણ શુદ્ધતા છે. તુલસી પોતાની આસપાસના વાતાવરણને શુદ્ધ જાળવે છે. તેના કારણે ઘરમાં પોઝિટિવ ઊર્જા જળવાયેલી રહે છે.

દેવઉઠી એકાદશીએ સવારે તુલસી પાસે સાફસફાઈ અને પવિત્રતાનું ધ્યાન રાખવું જોઈએ. સ્નાન કર્યા પછી તુલસીને જળ ચઢાવો. હળદર, કંકુ, દૂધ, ચોખા, ભોગ, ચૂંદડી વગેરે પૂજન સામગ્રી અર્પણ કરો. સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો. કપૂર પ્રગટાવીને આરતી કરો.

જો આ દિવસે તુલસી અને શાલિગ્રામના લગ્ન કરાવી શકો નહીં તો તુલસીની સામાન્ય પૂજા કરો. ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે પ્રાર્થના કરો. તુલસી નામાષ્ટકનો પાઠ કરો.
જો આ દિવસે તુલસી અને શાલિગ્રામના લગ્ન કરાવી શકો નહીં તો તુલસીની સામાન્ય પૂજા કરો. ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે પ્રાર્થના કરો. તુલસી નામાષ્ટકનો પાઠ કરો.

તુલસી નામાષ્ટક મંત્ર

वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी।

पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।।

एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम।

यः पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलमेता।।