તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધર્મ અને વિજ્ઞાન:વસંતોત્સવના દિવસે શ્રીકૃષ્ણની પૂજા તુલસી દ્વારા થાય છે, તુલસીના સેવનથી શરીરની ઊર્જા કંટ્રોલ થાય છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પદ્મ, સ્કંદ અને ભવિષ્ય પુરાણમાં ઉલ્લેકવામાં આવ્યું છે કે શ્રીકૃષ્ણની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવાથી રોગ અને પાપ નષ્ટ થાય છે

ભગવાન શ્રીકૃષ્ણને વસંત ઋતુના દેવતા માનવામાં આવે છે. શ્રીમદભાગવતમાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે હું ઋતુઓમાં વસંત છું. વસંત ઋતુનું એક નામ મધુ પણ છે. એટલે જ શ્રીકૃષ્ણને માધવ કહેવામાં આવે છે. આ કારણે વસંતોત્સવ એટલે હોળીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. તેમની પૂજામાં ખાસ તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. તે પછી તુલસીનું સેવન પણ કરવામાં આવે છે. તુલસીના પાનને ચાવવા જોઇએ નહીં, તેને પાણી સાથે ગળી જવામાં આવે છે. ધાર્મિક દૃષ્ટિએથી તુલસીનું સેવન કરવાથી મોક્ષ મળે છે. ત્યાં જ તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે.

ધાર્મિક મહત્ત્વઃ તુલસીના ઉપયોગથી પાપ દૂર થાય છેઃ-
પદ્મ, બ્રહ્મવૈવર્ત, સ્કંદ, ભવિષ્ય અને ગરુડ પુરાણમાં તુલસીનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ પુરાણો પ્રમાણે પૂજામાં તુલસીનો ઉપયોગ કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે. ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણને તુલસી પાન ચઢાવવાથી મોક્ષ મળે છે. ભગવાનને ચઢાવવામાં આવેલી તુલસીને ચરણામૃત સાથે ગ્રહણ કરવાથી રોગ દૂર થાય છે અને ઉંમર પણ વધે છે.

ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણને તુલસી પાન ચઢાવવાથી મોક્ષ મળે છે
ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણને તુલસી પાન ચઢાવવાથી મોક્ષ મળે છે

તુલસી ઉપર થયેલી વૈજ્ઞાનિક રિપોર્ટ અને રિસર્ચઃ-

1. વનસ્પતિ વૈજ્ઞાનિક ડો. જીડી નાડકર્ણીના જણાવ્યા પ્રમાણે તુલસીના નિયમિત સેવનથી શરીરમાં ઊર્જાનો પ્રવાહ નિયંત્રિત રહે છે.

2. ઇમ્પીરિયલ મલિરિયલ કોન્ફેન્સ પ્રમાણે તુલસી મલેરિયાની વિશ્વસનીય અને પ્રામાણિક દવા છે.

3. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે તુલસીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે શરીરની મૃત કોશિકાઓને ઠીક કરવામાં મદદ કરે છે.

4. તુલસીનો પ્રભાવ શરીરમાં પહોંચતા કેમિકલ અને અન્ય નસીલા પદાર્થોથી થતાં નુકસાનને ઓછું કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો