તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે દેવઊઠી એકાદશી:તુલસી સાથે શાલિગ્રામના લગ્ન કેમ કરવામાં આવે છે? ઘરમાં તુલસી હોય તો કઇ 10 વાતોનું ધ્યાન રાખવું જોઇએ?

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તુલસી અને અસુર શંખચૂડના લગ્ન થયાં હતાં, શિવજીએ વિષ્ણુજીની મદદ કરીને શંખચૂડનો વધ કર્યો, ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ વાવવો જોઇએ.

બુધવાર, 25 નવેમ્બર એટલે આજે દેવઊઠી એકાદશી છે. આ તિથિએ તુલસી અને શાલિગ્રામના લગ્ન કરાવવાની પરંપરા છે. શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે. તુલસીનું ધર્મ સાથે-સાથે આયુર્વેદમાં પણ મહત્ત્વ છે. ઘરમાં તુલસી હોવાથી પવિત્રતા સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે તુલસી અને શાલિગ્રામના લગ્ન સાથે જોડાયેલી કથા બ્રહ્મવૈવર્તપુરાણમાં જણાવવામાં આવી છે. કથા પ્રમાણે પ્રાચીન સમયમાં તુલસી, શંખચૂડ નામના અસુરની પત્ની હતી. શંખચૂડ અધર્મી હતો. દેવતા અને મનુષ્ય, બધા આ અસુરથી કંટાળેલાં હતાં. તુલસીના સતીત્વના કારણે બધા દેવતા શંખચૂડનો વધ કરી શકતાં ન હતાં.

ત્યારે બધા દેવતા ભગવાન વિષ્ણુ અને શિવજી પાસે પહોંચ્યાં. તે સમયે ભગવાન વિષ્ણુએ શંખચૂડનું સ્વરૂપ ધારણ કરીને તુલસીનું સતીત્વ ભંગ કરી દીધું. જેનાથી શંખચૂડની શક્તિ નષ્ટ થઇ ગઇ અને શિવજીએ તેનો વધ કરી દીધો.

તે પછી જ્યારે તુલસીને આ વાતની જાણ થઇ ત્યારે તેણે ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો. વિષ્ણુજીએ તુલસીના શ્રાપનો સ્વીકાર કર્યો અને કહ્યું કે, તમે પૃથ્વી ઉપર છોડ અને નદી સ્વરૂપમાં રહેશો અને તમારી પૂજા પણ કરવામાં આવશે. મારા ભક્તો તમારા અને મારા લગ્ન કરાવીને પુણ્ય લાભ પ્રાપ્ત કરશે. તુલસી નેપાળની ગંડકી અને છોડ સ્વરૂપમાં આજે પણ ધરતી ઉપર છે. ગંડકી નદીમાં જ શાલિગ્રામ મળે છે.

ઘરમાં ધ્યાન રાખો તુલસી સાથે જોડાયેલી 10 વાતોઃ-

 1. તુલસીનો છોડ ઘરની ઉત્તર દિશામાં વાવવો જોઇએ. ધ્યાન રાખો દક્ષિણ દિશામાં તુલસી વાવશો નહીં.
 2. જો ઉત્તર દિશામાં તુલસી વાવવામાં કોઇ પરેશાની હોય તો પૂર્વ દિશામાં આ છોડ વાવી શકો છો. તુલસી સાથે જ એક શાલિગ્રામ પણ હંમેશાં રાખવો જોઇએ.
 3. રોજ સવારે સ્નાન પછી તુલસીને જળ ચઢાવવું જોઇએ. બાળ ગોપાલને ભોગ ધરાવતી સમયે તુલસીના પાન રાખવાં. તુલસી વિના બાલ ગોપાલ ભોગ સ્વીકાર કરતાં નથી.
 4. સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઇએ. ધ્યાન રાખો સાંજે તુલસીને સ્પર્શ કરશો નહીં.
 5. આયુર્વેદમાં તુલસીનો ઉપયોગ અનેક પ્રકારની ઔષધીઓમાં કરવામાં આવે છે. નિયમિત રૂપથી તુલસીના પાનનું સેવન કરવાથી આપણી રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે. તુલસીના અર્કથી આપણી ઇમ્યૂન સિસ્ટમ સુધરે છે.
 6. શિવજી અને ગણેશજીની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવો જોઇએ નહીં. શિવજીએ તુલસીના પતિ શંખચૂડનો વધ કર્યો હતો. તેના કારણે તુલસીનો ઉપયોગ શિવપૂજામાં કરી શકાય નહીં. ગણેશજી અને તુલસીએ એકબીજાને શ્રાપ આપ્યો હતો. આ કારણે ગણેશજી પણ તુલસીને સ્વીકાર કરતાં નથી.
 7. વાસ્તુની માન્યતા છે કે, તુલસીથી ઘરના અનેક દોષ દૂર થાય છે. પરિવારની આર્થિક સ્થિતિ ઉપર પણ તેની શુભ અસર થાય છે. તુલસીની મહેકથી ઘરની આસપાસના વાતાવરણમાં રહેલાં હાનિકારક સૂક્ષ્મ કીટાણું નષ્ટ થાય છે.
 8. ધ્યાન રાખો ઘરમાં તુલસીનો સૂકાયેલો છોડ રાખવો જોઇએ નહીં. જો છોડ સૂકાઇ જાય તો વહેતી નદી કે તળાવમાં પ્રવાહિત કરી શકો છો. તુલસીના પીળા અને ખરાબ પાનને પણ દૂર કરી દેવા જોઇએ. નિયમિત રૂપથી તુલસીની દેખરેખ કરવી જોઇએ.
 9. તુલસીના પાન એકાદશી, રવિવાર અને સૂર્ય કે ચંદ્ર ગ્રહણ સમયે તોડવાથી બચવું જોઇે. જો આ તિથિએ તુલસીની જરૂરિયાત હોય તો તુલસીના નીચે પડેલાં પાનનો ઉપયોગ કરી શકો છો. જૂના પાનને ધોઇને ફરીથી પૂજામાં ઉપયોગ કરી શકો છો.
 10. બિનજરૂરી તુલસીના પાન તોડવા નહીં. કામ વિના તુલસીના પાન તોડવાથી પાપ લાગે છે. અકારણ તેના પાનને તોડવા તુલસીનો છોડ ઉખાડવા સમાન છે.

તુલસી પૂજા કરતી સમયે તુલસી નામાષ્ટક મંત્રનો જાપ કરવો જોઇએ.

वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।।

एतनामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम। य: पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलभेत।।

આ છે મંત્ર જાપની સરળ વિધિઃ-

સૂર્યાસ્ત પછી સ્નાન કરો. તે પછી તુલસીની પૂજા કરો. તુલસીને ગંધ, ફૂલ, લાલ વસ્ત્ર અર્પણ કરો. ફળનો ભોગ ધરાવો. ઘીનો દીવો પ્રગટાવો. તુલસી સામે બેસીને તુલસીની માળાથી આ મંત્રનો જાપ કરો. જાપની સંખ્યા 108 હોવી જોઇએ.