જેઠ મહિનાની પરંપરા:આ મહિને તલ અને જળનું દાન કરવાથી મહાપુણ્ય મળે છે, દિવસમાં એકવાર ભોજન કરવાથી નિરોગી રહેવાય છે
31 મેથી 29 જૂન સુધી જેઠ મહિનો રહેશે. ગ્રંથો પ્રમાણે આ મહિનામાં સ્નાન કરવાનું, તલ અને જળના દાન કરવાનું મહત્ત્વ છે. સાથે જ, એક જ સમયે ભોજન કરવું જોઇએ. આ મહિનામાં આવતાં વ્રત અને તહેવાર પ્રમાણે જળ અને વૃક્ષની પૂજા પણ કરવી જોઇએ. ઋષિ-મુનિઓએ પર્યાવરણની રક્ષાને ધ્યાનમાં રાખીને આ મહિનાના વ્રત અને તહેવારની યોજના કરી હતી.
આ મહિનાનું નામ જેઠ કઇ રીતે પડ્યું
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિક્ષએ જણાવ્યું કે આ મહિનાના સ્વામી મંગળદેવ છે. આ મહિનાની પૂનમ તિથિએ જયેષ્ઠા નક્ષત્રનો સંયોગ બને છે. જેથી આ મહિનાને જેઠ કહેવામાં આવે છે. પ્રાચીનકાળ ગણના પ્રમાણે આ મહિનામાં દિવસ મોટા હોય છે અને આ મહિનાને અન્ય મહિનાઓથી મોટો પણ માનવામાં આવે છે. જેને સંસ્કૃતમાં જયેષ્ઠ કહેવામાં આવે છે. જેથી તેનું નામ જયેષ્ઠ થયું.
ઋષિ-મુનિઓએ પર્યાવરણની રક્ષાને ધ્યાનમાં રાખીને આ મહિનાના વ્રત અને તહેવારની યોજના કરી હતી.
જેઠ મહિનામાં શું કરવું અને શું નહીં
- ગ્રંથો પ્રમાણે આ મહિનામાં દિવસે સૂવાની મનાઈ છે. શારીરિક પરેશાની અથવા અન્ય સમસ્યા હોય તો એક મુહૂર્ત સુધી એટલે લગભગ 48 મિનિટ સુધી સૂઇ શકો છો.
- સૂર્યોદય પહેલાં સ્નાન કરવું. આ સંપૂર્ણ મહિનામાં જળનું દાન કરવું જોઇએ. સાથે જ, આ મહિને જળનો બગાડ કરવાથી વરૂણ દોષ લાગે છે.
- આ મહિનામાં રીંગણ ખાવા જોઇએ નહીં. આયુર્વેદ પ્રમાણે રીંગણથી શરીરમાં વાત રોગ અને ગરમી વધે છે.
- મહાભારતના અનુશાસન પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, “ज्येष्ठामूलं तु यो मासमेकभक्तेन संक्षिपेत्। ऐश्वर्यमतुलं श्रेष्ठं पुमान्स्त्री वा प्रपद्यते।।” એટલે કે, જેઠ મહિનામાંજે વ્યક્તિ એક સમય ભોજન કરે છે તે ધનવાન હોય છે. એટલે સંભવ હોય તો આ દિવસોમાં એક સમય ભોજન કરવું જોઇએ.
- આ મહિનામાં તલનું દાન કરવાનું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આવું કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને સ્વાસ્થ્ય સુખ પણ મળે છે.
- જેઠ મહિનાના સ્વામી મંગળ છે. આ દિવસોમાં હનુમાનજીની પૂજાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. આ મહિનામાં હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઇ જાય છે.